જ્યોતિષ શાસ્ત્ર

14 સપ્ટેમ્બર 2019નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ

1. મેષ – અ,લ,ઈ (Aries): સમયથી કિમતી બીજું કશું જ નથી અને આજનો સમય તમારી માટે શુભ છે આજે તમે જે પણ સારા કાર્ય કરશો એમાં ઈશ્વરની મંજુરી હશે માટે કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર આગળ વધો. આજે સાંજનો સૂર્યાસ્તનો સમય પ્રેમ પ્રસ્તાવ માટે સૌથી યોગ્ય છે તો પછી આજે તમારી લાગણીઓને એ ખાસ વ્યક્તિ સમક્ષ મુકો. આજે આર્થિક લાભ માટે નાનકડી મુસાફરી કરવાનું બની શકે છે. સાંજે તમને સરપ્રાઈઝ મળવાના પણ યોગ બની રહ્યા છે.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
લાંબા સમયની બીમારીમાંથી રાહત મળશે. વિદ્યાર્થીઓ કે જે વિદેશ ભણવા જવા માંગે છે તેમની માટે સારા સમાચાર આવશે. આજે મહેનત કરવાનો દિવસ છે, ઈમાનદારીથી તમારું કામ કરો. વેપારી મિત્રોને ઉધાર આપેલ પૈસા પરત મળશે. લાંબા સમય માટે પૈસાનું રોકાણ કરવું ફાયદાકારક રહેશે. આર્થિક સ્થિતિ મજબુત થશે. શેર માર્કેટથી સારું વળતર મળશે. આજે લોટરી કે શરતી વ્યવહારમાં પૈસા રોકવા નહિ. નવું વાહન, જમીન કે ઘર લઈ શકો છો. તમારા જીવનસાથી તરફથી તમને કોઈ સરપ્રાઈઝ ભેટ મળી શકે છે. જુના પ્રેમ સંબંધો તાજા થશે. પરણિત મિત્રોના સંબંધો વધુને વધુ મજબુત થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટીએ આજનો દિવસ સામાન્ય રહેશે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજે સવારથી તમારું મન વ્યાકુળ રહેશે અને નાની નાની શારીરિક તકલીફ રહેશે. જેના લીધે આજે કોઈપણ કામમાં તમારું મન લાગશે નહિ. નાના બાળકો આજે તમને ખુશ કરી શકશે તો આજે બાળકો સાથે સમય વિતાવો. આજે કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આજે તમને કોણ તમારી સાચી કેર કરે છે એ તમને ખબર પડશે. જીવનસાથી સાથે ચાલતા અણબનાવનો આજે અંત આવશે.
શુભ અંક : ૧
શુભ રંગ : આસમાની

4. કર્ક – ડ,હ (Cancer):
પૈસાની બાબતમાં થોડી ધીરજ રાખવાની છે. તમારી આર્થિક પરીસ્થિતિમાં જલદી જ પરિવર્તન આવશે, તેનાથી તમારા પરિવારમાં સારા પ્રસંગ પણ લઈ શકશો. આજે અમુક નજીવી બાબતે પરિવારમાં વાદ વિવાદ થઇ શકે છે, તમારી સૂઝબૂઝ અને સમજદારીથી બધાને સમજાવો. જીવનસાથીની તબિયતમાં અચાનક બદલાવ આવી શકે છે. નોકરી કરતા મિત્રો માટે આજનો દિવસ ઘણો સારો છે. તેમનું પ્રમોશન આજે મળવાના યોગ છે. ઓફીસમાં તમારા દ્વારા કરવામાં આવેલ કામના વખાણ થશે. જલદી ગુસ્સે થતા મિત્રોએ આજે પોતાના પર કાબુ રાખવાનો છે. વાત બનવાની જગ્યાએ બગડી શકે છે. શેર માર્કેટ અને ભાગીદારીથી નફો મળશે.
શુભ અંક : ૪
શુભ રંગ : કાળો

5. સિંહ – મ,ટ (Lio):
આજનો દિવસ તમારો ખુશીઓથી ભરપુર રહેશે. આજે તમારા પરિવાર તરફથી તમને સારા સમાચાર મળશે. આજે તમને મળતી દરેક વ્યક્તિ સાથે હસતા હસતા વાત કરો તમારા દરેક કામ આસાનીથી પાર પડી જશે. આજે તમને બીજા ઘણાં વિચારો આવશે જેને તમે તમારા ભવિષ્ય માટે અમલમાં મૂકી શકો છો. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
શેર, કોમોડીટી ક્ષેત્રમાં જોડાયેલ મિત્રોને આર્થિક નુકશાન થવાની સંભાવના છે. તમારા રોજીંદા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે જેનાથી તમારું સ્વાસ્થ્ય અને કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકશો. શારીરિક સ્વાસ્થ્ય માટે તમારે આજથી ધ્યાન અને યોગ સાથે જોડાવાની જરૂરત છે. નોકરી કરતા મિત્રોને ઓફિસમાં ના પસંદ હોય એવું અને વધારાનું કામ કરવું પડશે. તમારા ઉપરી અધિકારી તરફથી તમને થોડી વાતો સાંભળવી પડશે જે તમારા મનને દુઃખ પહોચાડશે. એક્સ્ટ્રા ઇન્કમ વધારવા માટે આજે પોઝીટીવ દિવસ છે. બીજાને મદદ કરવી સારી વાત છે પણ કાઈ પણ જાણકારી વગર કોઈને ઉધાર આપવું એ યોગ્ય નથી. આજે પૈસા ડૂબવાના યોગ છે.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ

7. તુલા – ર,ત (Libra):
દરેક સાથે હળીમળીને રહેવાના તમારા સ્વભાવના કારણે તમે લોકોમાં વધુ ઓળખીતા થશો. આજે તમારા સંતાનો તમારી પાસેથી કાઈ માંગે તો એ માંગ પૂરી કરજો. આજનો દિવસ તમે ખૂબ ઉત્સાહથી વીતાવશો. તમારા પ્રિયપાત્ર સાથે આજે લોંગડ્રાઈવ પર જાવ જે તમારા લગ્નજીવનમાં નવો ઉત્સાહ લઈને આવશે. તમારે આજે સફળ થવા માટે બહુ મહેનત નહિ કરવી પડે હા માનસિક તૈયારી રાખો કે કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકો. આજે સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની દિવસના અંતે આવી શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલો

8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજે કોઈ ગરીબને મદદ કરજો તમારી ખુશીઓમાં વધારો થશે. વડીલ મિત્રોએ આજે પોતાનું સ્વાસ્થ્ય સંભાળવું, કોઈપણ દવા લેવાનું ચુકી ના જવાય એ ધ્યાન રાખો. આજે મહિલા મિત્રો માટે પણ સારો દિવસ છે તમારા જીવનસાથીનો પુરતો સપોર્ટ મળશે. આજે તમને લલચાવનારી અને વધુ આર્થિક લાભ થશે એવી સ્કીમ આવશે પણ તેનાથી અંજાઈ જઈને પૈસાનું રોકાણ વિચાર્યા વગર નિર્ણય કરતા નહિ. આ સ્કીમ અત્યારે તો તમને ખુબ સારી લાગશે પણ ભવિષ્યમાં તેનાથી તમને ખુબ નુકશાન થશે.
શુભ અંક : ૨
શુભ રંગ : નારંગી

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
નોકરી કરતા મિત્રોના અટકી પડેલા પૈસા પરત મળશે. ઘણા સમયથી નોકરીમાં પ્રમોશન અટકેલ છે તો તમારું પ્રમોશન મળશે. આજે તબિયતની ખાસ કાળજી રાખવી, બહારનું અને ખુલ્લું ખાવામાં ખાસ તકેદારી રાખવી. જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમના સંબંધ તુટવાના યોગ છે. પરણિત મિત્રો માટે આજનો દિવસ ઘણો સારો હશે તમારી વચ્ચે ચાલી રહેલ અણબનાવનો અંત આવશે. વિદ્યાર્થી મિત્રોએ ખાસ તકેદારી રાખવાની જરૂરત છે. નકારાત્મકતાને તમારામાં આવવા દેશો નહિ. આજે કોઈપણ જોખમ લાગે એવા સોદામાં પડતા નહિ. ઉધાર આપેલ પૈસા પરત આવશે.
શુભ અંક : ૩
શુભ રંગ : સફેદ

10. મકર – જ, ખ (Capricorn):
કોઈપણ નાણાકીય નિર્ણય ઉતાવળે લેવાના નથી બે થી ત્રણવાર દરેક વિગતો ચકાશો અને પછી જ કોઈ નિર્ણય પર આવો. આજે તમારે ખર્ચ પર કાબુ રાખવાની જરૂરત છે ખરીદી કરવા જાવ ત્યારે વધારાની અને બિનજરૂરી વસ્તુઓ ના લેવાઈ જાય તેનું ધ્યાન રાખજો. જો ભવિષ્યમાં તમે સારો ફાયદો મેળવવા માંગો છો તો તમારે તેની માટે આજથી જ શરૂઆત કરવાની છે બચત કરવા માટેની. સંતાનો પર્ત્યે બેદરકાર રહેશો નહિ.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
દરરોજના પ્રમાણે આજનો દિવસ થોડો વધુ થકવી દેનારો સાબિત થશે. જીવનસાથી તરફથી અમુક માંગણીના કારણે થોડી આર્થિક તકલીફ થશે. સંતાનોને પ્રેમથી સમજાવો તેમના પર કરેલો ગુસ્સો તમારા સ્વાસ્થ્ય પર અસર કરશે. જો લાંબી મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો થોડી સાવચેતી સાથે મુસાફરી કરજો. તમારો સમાન ચોરી થવાના યોગ છે. કિંમતી વસ્તુઓને સાથે રાખશો નહિ.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
બધા વ્યક્તિઓ એકસરખા નથી હોતા કોઈપણ વ્યક્તિને તમારી અંગત વાતો જણાવતા પહેલા એ વ્યક્તિ કેવી છે એની તપાસ કરો. કામની ચિંતામાં આજે તમે તમારા જીવનસાથીને યોગ્ય સમય નહિ આપી શકો જેનાથી તમારે તેમની નારાજગીનો સામનો કરવો પડશે. સાંજે ઘરે જતા જીવનસાથી માટે સુંદર ગુલાબ લઈને જાવ. આજે તમારે તમારા દરેક વિચાર ઓફિસમાં જણાવવાની જરૂરત નથી. સમયથી કિમતી બીજું કશું જ નથી અને આજનો સમય તમારી માટે શુભ છે આજે તમે જે પણ સારા કાર્ય કરશો એમાં ઈશ્વરની મંજુરી હશે માટે કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર આગળ વધો.
શુભ અંક : ૧
શુભ રંગ : આસમાની

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે થોડા થોડા સમય બાદ તમારા ઘરમાં કોઈને અને કોઈને નાની મોટી બીમારી થતી રહેશે. તમે જો દરેકનું સ્વાસ્થ્ય સારું રાખવું છે તો તમારા પરિવાર સાથે સમુહમાં કસરત કે યોગાસન જેવી પ્રવૃત્તિ શરુ કરો.

નોકરી-ધંધો – આ વર્ષે તમારી માટે ધનલાભ માટેના અનેક રસ્તાઓ મળશે જેમાં તમારે યોગ્ય રીતે ચકાસણી કરીને ભવિષ્યનો ફાયદો અને નુકશાન જોઇને રોકાણ કરવું કે પછી જો તમે નોકરી કરી રહ્યા છો તો ખુબ સાવચેતી પૂર્વક કોઈપણ નિર્ણય લેવો.

કૌટુંબિક-પારિવારિક – તમારા પરિવાર અને માતા પિતા સાથે થોડો સમય ફાળવો, તેમને તમારી હૂંફની જરૂરત છે. આ વર્ષ તમારા અને તમારા જીવનસાથી માટે ખુબ લાભદાયી રહેશે. જીવનમાં નવી ખુશીઓનું સ્વાગત થશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.