આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 13 નવેમ્બર 2019

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
ઘણા દિવસથી ચાલી રહેલી મહેનતનું ફળ આજે તમને મળશે. કામના ભારણના કારણે જે આરામ નથી મળ્યો એ હવે તમે પામી શકશો. આજે તમારા ઘરે મહેમાન આવવાની શક્યતાઓ છે. તમે ના વિચારેલા માણસો સાથે આજે મળવાનું થશે.

પતિ પત્ની વચ્ચે આજે નાની નાની વાતે ઝઘડો થવાના યોગ બની રહ્યા છે તો થોડું જતું કરો અને એકબીજાને મદદરૂપ થાવ. કોઈ ગરીબ અને જરૂરિયાતવાળા વ્યક્તિને ભોજન કરાવો તમારો આવનારો સમય સારો રહેશે. વાત વાતમાં આજે કોઈનું અપમાન ના થઇ જાય એની તકેદારી રાખજો.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલો
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
મિલકત સાથે જોડાયેલ બાબતમાં પૈસા ઇન્વેસ્ટ કરવાનો ચાન્સ મળશે. જમીન અને મકાન લે-વેચમાં સારી કમાણી થઇ શકશે. આજે તમારા અટકેલા કામ પુરા કરવામાં તમારા મિત્ર અને પરિવારજનોની મદદ મળશે. પ્રેમ માટે આજનો દિવસ સારો છે. આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થશે. પિતાની તબિયત આજે ચિંતાજનક હશે. આજે નોકરી કરતા મિત્રોને ઉપરી અધિકારી અને બોસ સાથે જોઈ મતભેદ થઇ શકે છે. આજે તમારા બધા કામ સાવચેતીથી કરો. પૈસા સાથે જોડાયેલ કોઈ બાબતમાં મુશ્કેલી આવી શકે છે. ઓફીસમાં કે માર્કેટમાં કોઈ તમારી પીઠ પાછળ તમારા વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છે.
શુભ અંક : ૭
શુભ રંગ : કેસરી
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજે તમારા પ્રિયપાત્ર સાથે થોડી ખાટીમીઠી બોલાચાલી થશે તો એ પ્રેમભરી વાતોનો આનંદ માણો. આજની સાંજ પરિવાર સાથે વિતાવો, આજે વેપાર કરતા મિત્રો માટે પણ ઉત્તમ દિવસ છે. જો તેઓ પોતાનો બિઝનેસ વિદેશમાં કરવા માંગે છે તો આજથી શરૂઆત કરવી જોઈએ. યોગ્ય અને અનીભાવી મિત્રોની સલાહ લેવાનું રાખો. આજે પૈસાનો વ્યવહાર કરતા પહેલા સો વાર વિચાર કરજો, તમારી નજીકના કોઈ વ્યક્તિને પૈસાની તાત્કાલિક જરૂરત ઉભી થશે અને એ તમને કોન્ટેક્ટ કરી શકે છે. આવનારો સમય તમારા દરેક દુખોને દૂર કરી દેશે. પોઝીટીવ રહો આજે કોઈપણ જાતનો નેગેટીવ વિચાર મનમાં લાવવાનો નથી.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો
4. કર્ક – ડ,હ (Cancer):
તમારી આર્થિક પરીસ્થિતિ મજબુત થશે. નોકરી કરતા મિત્રોને પગાર વધારો અથવા પ્રમોશનના યોગ છે. વેપારી મિત્રો પણ તેમનો વેપાર વધારી શકશે જેમાંથી ધનલાભ થશે. આજે અમુક નાની નાની વાતોને તમે ઊંડાઈથી ચેક કરશો. આજે કોઈપણ નિર્ણય તમારે ધીરજ અને સમજદારીથી લેવાના છે. તમારા જીવનસાથી સાથે આજે બોલચાલી થવાના યોગ છે. મિત્રોની મદદથી તમે તમારા સંબંધો સુધારી શકશો. તમારે આજે તમારી વાણી અને વર્તન પર કાબુ રાખવાની જરૂરત છે. વિદ્યાર્થીઓને પણ આજે અમુક મુશ્કેલીનો સામનો કરવો પડશે. આજે અમુક લોકો દ્વારા કહેવામાં આવેલ વાત તમને દુખી કરી જશે.
શુભ અંક : ૮
શુભ રંગ : સફેદ
5. સિંહ – મ,ટ (Lio):
પ્રોપર્ટી સાથે જોડાયેલ સ્કીમમાં પૈસા ઇન્વેસ્ટ કરી શકશો. જમીન અને મકાન લેવામાં ધનલાભ થશે. આજે તમારા દરેક કામ પૂર્ણ કરવામાં તમને યોગ્ય વ્યક્તિની મદદ મળશે. આજે સમયના અભાવે પણ અમુક કામ પુરા કરવા પડશે. આખો દિવસ કામના ભારને કારણે સાંજના સમયે માથાનો દુખાવો થઇ શકે છે. પ્રેમ પ્રસંગ માટે દિવસ અનુકુળ છે. ઘરમાં વડીલ મિત્રોની તબિયત પણ ચિંતાજનક હશે. પૈસા સાથે જોડાયેલ અમુ બાબતમાં વધુ મુશ્કેલીઓ આવી શકે છે. આજે કોઈપણ કામ કરવાથી મનાઈ કરશો નહિ, નવું શીખવાની સાથે અનુભવ પણ મળશે.
શુભ અંક : ૭
શુભ રંગ : નારંગી
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આર્થિક પરીસ્થિતિ મજબુત બનશે. પૈસા કમાવવા માટેના સારા રસ્તાઓ ખુલશે જેનાથી તમારી આવક વધશે. ઘરમાં નાની વાતે વાદ વિવાદ થવાની શક્યતા છે. કોઈપણ વાતને આગળ વધારવા કરતા એક યોગ્ય અંત લાવી દેવો. આજે તમારે કામ તમારી સમજદારીથી કરવાનું રહેશે. વિદ્યાર્થીઓને આજે વધારાના ખર્ચ પર કંટ્રોલ કરવાનો છે. કોઈપણ સ્કીમમાં કે પ્રોજેક્ટમાં પૈસા રોકતા પહેલા કોઈ સારા નિષ્ણાત અને અનુભવી મિત્રની સલાહ જરૂર લેજો. પૈસા કમાવવા માટે આજે નવા નવા વિચાર આવશે જો તમે વિચારીને પૈસા ઇન્વેસ્ટ કરશો તો ધનલાભ જરૂર મળશે.
શુભ અંક : ૫
શુભ રંગ : લીલો
7. તુલા – ર,ત (Libra):
જે મિત્રો નોકરી શોધી રહ્યા છે તેમની માટે સારી ઓફર આવે તેવી સંભાવના છે. જે મિત્રો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેઓએ બીજી નોકરી વિષે પહેલા સંપૂર્ણ તપાસ કરી લેવી અને પછી જ કોઈ યોગ્ય નિર્ણય લેવો. આજે કોઈપણ કામ આવે તો તેને ઉત્સાહથી કરો તમારો એ સ્વભાવ જ તમને સફળતાના શિખરો સર કરાવશે. આજે તમારા માટે ખૂબ સારો દિવસ છે તો કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો તમારા વડીલોની સલાહ લો અને આગળ વધો. આજે નાણાકીય ભીડ ઓછી થવાના યોગ છે તમારા પર ઈશ્વરના ચાર હાથ છે પણ ખરી સફળતા તમને મહેનત કરીને જ મળશે. આજે નોકરી બદલવા માટે પણ સારા યોગ છે.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
વેપારી મિત્રોને કોઈની મદદથી વેપાર વધારવામાં મદદ મળશે. બીજાને ઉધાર આપેલા પૈસા પરત મળશે. ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગ કે હોમ હવન કરવાનો પ્રસંગ બનશે. જીવનસાથી સાથે આજે સારો સમય વિતાવી શકશો. આજે પ્રેમીઓ માટે અનુકુળ દિવસ છે. આજે સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આજે સાંજના સમયે મગનું સેવન કરો. વિદ્યાર્થી મિત્રોને હરીફાઈવાળી પરીક્ષામાં સફળતા મળશે. વિદેશ ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓને ફાયદો થશે. વેપારમાં ધારી નહિ હોય એવી સફળતા મળશે. આજે તમારા શત્રુઓ અને વિરોધીઓને પરાજય મળશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
જીવનસાથી સાથે આજે સારો સમય વિતાવી શકશો. આજે મહેનત અને ઈમાનદારીથી કરેલ કામનું વળતર તમને ટૂંક જ સમયમાં મળશે, નાના વેપારી મિત્રોને આકસ્મિક ધનલાભના યોગ છે. આર્થિક સ્થિતિ મજબુત થશે, પૈસા ને કારણે અટકી રહેલ કામ આજે પૂર્ણ કરી શકશો. પગાર સિવાય એક્સ્ટ્રા ઇન્કમ વધારવાના યોગ છે. પૈસા કમાવવા માટે અનેક નવા અવસર મળશે જો આજે કોઈ સ્કીમમાં કે પ્રોજેક્ટમાં પૈસા રોકવા માંગતા હોવ તો ભવિષ્યમાં થવાના ફાયદા અને નુકશાન વિષે વિચારજો. તમારા મિત્રો આજે તમારી મદદે આવશે.
શુભ અંક : ૫
શુભ રંગ : લીલો
10. મકર – જ, ખ (Capricorn):
તમે પૈસા ઇન્વેસ્ટ કરવાના પ્લાનિંગ કરી રહ્યા છો તો તમને પૈસા કમાવવા માટેની સારી તક મળશે. આજે કોઈ વાતને લઈને પરિવારમાં ચિંતા વધશે. તમારે સાવચેત રહેવું પડશે. જો તમે તમારી પ્રેમિકાને ખુશ કરવા માંગો છો તો તમારે તેમને સોંદર્ય સાથે જોડાયેલ કોઈ વસ્તુ ભેટમાં આપવી જોઈએ. તમે તમારા પ્રિયજનને તમારા મનની વાત જણાવી શકશો. વાતાવરણને કારણે સ્વાસ્થ્યમાં ઉતારચઢાવ આવી શકે છે. નોકરી કરતા મિત્રોને એક્સ્ટ્રા ઇન્કમ માટેના રસ્તા મળશે. અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે.
શુભ અંક : ૧
શુભ રંગ : જાંબલી
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
નોકરી કરતા મિત્રોને આજે તેમનું અટકેલ પ્રમોશન મળી શકે છે. આજે સ્થાયી અથવા અસ્થાયી મિલકત ખરીદવાના યોગ છે. પરિવારમાં ખુશીઓનું આગમન થશે, એકબીજા સાથે સંબંધો વધુ મજબુત થશે. પરણિત મિત્રો માટે આજે ખાસ દિવસ બની રહેશે, સાંજનો સમય પરિવાર સાથે કે જીવનસાથી સાથે પસાર કરો. આજે અકસ્માતના યોગ છે રસ્તા પર વાહન ચલાવતા અને રસ્તો ક્રોસ કરતા ખાસ તકેદારી રાખજો. ઘરમાં રહેલ નાના બાળકની તબિયત બગડી શકે છે. વેપારી મિત્રો પોતાનો વેપાર નવી જગ્યાએ ફેલાવી શકશે. આજે મહત્વના અમુક લોકો સાથે મુલાકાત થશે. જીવનસાથી તરફથી સરપ્રાઈઝ મળવાના યોગ છે.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
નવા ક્ષેત્રમાં રોકાણ કરવા માટે આજનો દિવસ ઘણો સારો છે. આજે તમારું નસીબ તમારી સાથે જ છે. આજે તમરી આર્થિક સ્થિતિ મજબુત થશે. આજે કામના બોજા હેઠળ તમે ગુસ્સામાં કોઈની લાગણી દુભાવી દેશો. આજે જીવનસાથી સાથે તમારો પ્રેમ દિવસેને દિવસે વધતો જશે. તમારા પ્રિયપાત્ર સાથે તમે સારો સમય વિતાવી શકશો. જો કોઈને પ્રપોઝ કરવા માંગો છો તો આજે સાંજનો સમય સૌથી શ્રેષ્ઠ રહેશે. આજે સ્વાસ્થ્યમાં થોડી તકેદારી રાખવાની છે માથાનો દુખાવો અને પેટમાં દુખાવો થઇ શકે છે. નોકરી કરતા મિત્રોને તેમના મહત્વના પ્રોજેક્ટમાં સફળતા મળશે. આજે તમને તમારું ઇન્સેન્ટીવ પણ મળી શકે છે. વેપારી મિત્રોને પોતાનો બિઝનેસ વિદેશમાં ફેલાવવાની તક મળશે.
શુભ અંક : ૧
શુભ રંગ : આસમાની

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષના શરૂઆતના દિવસમાં તમારા સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવાની જરૂરત છે. સંતાનની તબિયત વર્ષ દરમિયાન સારી રહેશે. વડીલોને નિયમિત ડોક્ટરની મુલાકાત કરાવજો. આ વર્ષે યોગા અને કસરત આજથી જ શરુ કરી શકો છો.

નોકરી-ધંધો – ઓફિસમાં આ વર્ષે તમારા સાથી કર્મચારી તમારું સ્થાન લેવા માટે પ્રયત્ન કરશે. તમારું પ્રમોશન જોઇને તમારાથી લોકો ઈર્ષા અનુભવ કરશે. તેવા લોકો સાથે પણ પ્રેમથી વાત કરો પણ હંમેશા સાવધાન રહેજો ક્યાંક એ તમને નુકશાન ના કરે.

કૌટુંબિક-પારિવારિક – ઘરમાં તમારી સાથે રહેતા વડીલોની તબિયત આ વર્ષે ખુબ સાચવજો. તમારી કરેલી સેવાથી તેઓ હંમેશા ખુશ રહેશે. વડીલોના આશીર્વાદ આ વર્ષે તમને સારા ફળશે. તમે ઈચ્છો એવી નોકરી અને ઈચ્છો એ ટાર્ગેટ પુરા કરી શકશો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.