ધાર્મિક-દુનિયા

13 જૂન 2019 નિર્જળા એકાદશી (ભીમ એકાદશી) વ્રત, પૂજા વિધિ તેમજ આ 1 મહાદાન અવશ્ય કરો…

જેઠ મહિનાની શુક્લ પક્ષમાં આવવાવાળી એકાદશી નિર્જળા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે નિર્જળા એકાદશી વર્ષ ધર્મ 24 એકાદશીમાં સૌથી મોટી અને મહત્વપૂર્ણ એકાદશી માનવામાં આવે છે પુરાણોમાં નિર્જળા એકાદશીનું વ્રત એ વર્ષ ભરમાં બધી એકાદશીના બરાબર પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. વર્ષ 2019માં આવવાવાળી એકાદશી ગુરુવારના શુભ સંયોગમાં 6 વર્ષ પછી આવી રહી છે. જેથી તેનું મહત્વ અને પ્રભાવ વધારે જોવા મળશે વર્ષ 2019માં આવવાવાળી નિર્જળા એકાદશી શુભ મુહૂર્ત પૂજા વિધિ તેમજ આ મહાદાન અવશ્ય કરવુ….

Image Source

નિર્જળા એકાદશી વ્રત, તિથિ, શુભ મુહૂર્ત:-

  • નિર્જળા એકાદશીનું વ્રત 13 જુન ગુરૂવારના દિવસે આવે છે.
  • એકાદશી તિથિ પ્રારંભ 12 june 2019 બુધવારે સાંજે 6: 27 મિનિટ પર
  • એકાદશી તિથિ સમાપ્ત 13 june 2019 ગુરુવારે સાંજે 4 :49 મિનિટ.
Image Source

એકાદશી પૂજા વિધિ:-

એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુના પૂજા માટે કરવામાં આવે છે આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરી પ્રથમ સંકલ્પ કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરી ગંગાજળ છાંટીને તેની પૂજા અર્ચના કરવી એમજ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો ભગવાન વિષ્ણુને પૂજામાં લાલ રંગનાં પુષ્પ દીવો અગરબત્તી, ફળ અર્પિત કરવા ત્યાર બાદ આરતી કરવી. શાસ્ત્રો અનુસાર એવી માન્યતા છે કે બારસના દિવસે સૂર્યોદય પછી ઉપવાસ ખોલવો અને અન્નજળ ગ્રહણ કરવા.

Image Source

નિર્જળા એકાદશીનું મહત્વ:-

પૌરાણિક કથા અનુસાર મહાભારતમાં મહર્ષિ વેદવ્યાસને આ એકાદશી મહત્વ ભીમને બતાવ્યું હતું એટલા માટે આ એકાદશીને ભીમ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ગંગા સ્નાન તેમજ દાન-પુણ્યનું વિશેષ મહત્વ છે એ માન્યતા છે કે જે લોકો એકાદશીના દિવસે ગંગા સ્નાન ન કરી શકે તે લોકો ઘર પર પાણીમાં ગંગાજળના નાખીને સ્નાન કરવાથી અક્ષય પુષ્યની પ્રાપ્તિ થાય છે. નિર્જળા એકાદશીના દિવસે જળ ગ્રહણ કરવામાં આવતું નથી જે લોકો આ વ્રત સાચા મનથી અને શ્રદ્ધાથી કરે છે એ લોકોને વ્રતના પ્રભાવથી વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે અને તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

Image Source

નિર્જળા એકાદશી મહાદાન:-

એવી માન્યતા છે કે નિર્જળા એકાદશીના દિવસે જો તમે વ્રત ન કરી શકો તો તમારા સામર્થ્ય અનુસાર દાન અવશ્ય કરવું જોઈએ. આદિવાસી જળનું દાન વિશેષરૂપથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે તમારા શ્રદ્ધા અનુસાર ભોજન ખાદ્ય પદાર્થ તેમજ અન્ય વસ્તુઓનું દાન કરી શકો છો. પરંતુ નિર્જળા એકાદશીનું વ્રત પર અન્ન તેમજ જળ ગ્રહણ કર્યા વગર તમે કોઇ જરૂરમંદ વ્યક્તિને પાણી ભરેલો કળશ દાન કરો, તો તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ ઉત્તમ સ્વાસ્થ્ય વૈભવ અને પારિવારિક સુખની પ્રાપ્તિ થાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks