ડ્રાઈવ કરવામાં ખતરનાક, પરંતુ રોમાન્સ કરવા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે આ દુનિયાના 5 બ્રિજ ..

0

દુનિયા ખૂબ મોટી છે. તેનો ખૂણે ખૂણો માનવ નિર્મિત અને કુદરતી સર્જનથી ભરેલો છે. આજે અમે વાત કરવાના છીએ દુનિયાના એવા બ્રિજ વીશે જે આપણી જ બનાવટ, ઊંચાઈ અને કારીગરીના ઉત્કૃષ્ટ નમૂના છે. એમાંથી કેટલાક બ્રિજ છે જેની બનાવટ અને ઊંચાઈ જોઈને જ તમે ડરી જશો. ચાલો તો આજે તમને નજરોનજર જોયા હોય તેવો જ અહેસાસ કરાવીએ.

1. મિલૌ વિડક્ટ બ્રિજ, ફ્રાંસ :

આ બ્રિજને દુનિયાનો સૌથી લાંબો બ્રિજ માનવામાં આવે છે. આ બ્રિજ એફોળ ટાવર કરતાં પણ 40 મીટર ઊંચો છે. જેની ઊંચાઈ 343 મીટર ઊંચી છે. આમ જોવો તો આ બ્રિજ ટાર્ન ઘાટીની ઉપર બનાવવામાં આવ્યો છે. આને મોડર્ન એંજિનિયરની ઉપલબ્ધી કહેવામા આવે છે. આ પુલ બનાવવાનું 2001 માં શરૂ કર્યું હતું. જેનું કામ સતત 3 વર્ષ સુધી ચાલ્યું હતું. આ પુલ બનાવવા પાછળનું કારણ ટાર્ન ઘાટીમાં થતો ટ્રાફિક હતો. જેને ઓછો કરવા માટે આ પુલનું નીમાં કરવામાં આવ્યું હતું.

2. ટ્રિફ્ટ બ્રિજ, સ્વિઝરલેંડ :

આ બ્રિજ 100 મીટર ઊંચો અને 170 મીટર લાંબો છે. જેનું નિર્માણ 2004 મા થયું હતું. આ બ્રિજ આલ્પ્સ પર્વત પર ટ્રિફસી તળાવની ઉપર બનાવવામાં આવેલો છે. ખાસિયત છે કે આ બ્રિજને પગપાળા મુસાફરી કરતાં મુસાફરો માટે બનાવવામાં આવ્યો છે. પરંતુ તફાવત એ જ છે કે આ બ્રિજ પર ચાલવા માટે તમારું હૃદય મજબૂત હોવું જોઈએ. ખરેખર, ટ્રિફટ ગ્લાશિયર બ્રિજને જોવા માટે દર વર્ષે અહીં ઢગલો પ્રવાસીઓ ઉમટી પડે છે.

3.રિયલ ગોર્જ બ્રિજ, કોલોરોડા

આ બ્રિજ અર્કાન્સસ નદી ઉપર 955 ફીટની ઊંચાઇ પર બનાવવામાં આવ્યો છે. જેને અમેરિકાનો સૌથી ઉંચો સસ્પેન્શન બ્રિજ કહેવામા આવે છે. આ બ્રિજને વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ બનવાનો રેકોર્ડ મળ્યો હતો, પરંતુ ચાઇનાની લીયુગુઆંગ બ્રિજની બનાવટથી આ રેકોર્ડ તેના નામે થઈ ગયો. તેને 2012 સુધીમાં વિશ્વની 10 સૌથી ઊંચી બ્રિજ મા શુમાર માનવામાં આવે છે.

4. ચેસાપીક બ્રિજ, અમેરિકા :

ડ્રાઇવ કરવા માટે આ જગ્યા ખૂબ જોખમી અને ખતરનાક છે. વાસ્તવમાં, આ બ્રિજને પાર કરવા માટે કેટલાક એજન્સીઑ ખાનગી ડ્રાઇવરની સગવડતા પણ આપે છે. આ ભયંકર બ્રિજની લંબાઇ લગભગ 7 કિ.મી. (6.946 કિમી) છે જે અમેરિકાના મેરીલેન્ડ રાજ્યમાં આવ્યો છે. આ બ્રિજ ગ્રામીણ પૂર્વ કિનારો અને શહેરી પશ્ચિમ કિનારાને જોડવાનું કામ કરે છે.

5. મરીનબૃફે, જર્મની :

આ બ્રિજ આલ્પ્સ પર્વતમાળાની બે ચટ્ટાનોને જોડવાનું કામ કરે છે. આ બ્રિજ ટૂરિસ્ટ્સની વચ્ચે એડવેંચર તરીકે પસંદગી પામેલ છે. આ બ્રિજ 90 મીટર (2 9 5 ફીટ) ઉંચો છે જે કોઈ એડવેન્ચરથી કઈ કમ નથી.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here