વિટામીનની ઉણપ છે? પણ કઈ વસ્તુમાંથી કયું વિટામીન મળે છે જાણો છો? વાંચો અને કરો ઉપયોગ યોગ્ય વસ્તુનો

0

વિટામિન ની સંપૂર્ણ જાણકારી

વિટામિન નાના-નાના કમ્પાઉન્ડ હોય છે જે શરીર ને બરાબર કામ કરવા માં મદદ કરે છે. વિટામિન આપણ ને ભોજન દ્રારા, ખાવા-પીવા ની વસ્તુ થી પ્રાપ્ત થાય છે. આપણાં શરીર માટે 13 પ્રકાર ના વિભિન્ન વિટામિન ની જરૂર હોય છે. આ વિટામીનો માં વિટામિન એ, બી, સી, ડી, ઈ, અને કે વગેરે શરીર માટે ખૂબ જ જરૂરી છે. આમાં થી કોઈપણ વિટામિન ની ઉણપ થઈ ગઈ તો તમારી તબિયત બગડી શકે છે. અને તમારે વિભિન્ન વિટામિન ની કમી થી થતી સમસ્યા નો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ વિટામિનો વિશે જાણકારી

વિટામિન એ

 • આ વિટામિન ફેટ માં ઘુલનશીલ હોય છે અને 2 પ્રકાર ના હોય છે 1, રેટિનોઈડ્સ, અને 2, કેરોટેનોઇડ્સ. જે શાકભાજી નો રંગ વધારે ગહેરો હોય તેમાં કેરોટીનોઇડ્સ એટલો જ વધારે હોય છે.
 • વિટામિન એ આંખ ની રોશની ને બરાબર કરે છે. તે સ્વસ્થ્ય પેઢા, દાંત, હાડકાં, સોફ્ટ ટીશ્યુ, અને મ્યુકસ મેમ્બ્રેન, ફર્ટિલિટી અને સ્તનપાન માટે ખૂબ લાભકારી છે.
 • વિટામિન એ ની ઉણપ થી રતોન્ધી રોગ થઈ શકે છે. આ વિટામિન ની ઉણપ થી બાળકો માં પાચન માર્ગ અને શ્વાસ માર્ગ ના ઉપરી ભાગ માં ઇન્ફેકશન વગેરે થઈ શકે છે.
 • વિટામિન એ ગાજર, પાલક, ઈંડા, લીલા પાનવાળી શાકભાજી, મીટ, દૂધ, પનીર, કદદુ, પપૈયું, કેરી, માછલી, ક્રીમ વગેરે માં વધુ હોય છે.

વિટામિન બી કોમ્પ્લેક્સ

 • વિટામિન બી ના ઘણા પ્રકાર છે, જેમ કે વિટામિન બી1, વિટામિન બી2, વિટામિન બી3, વિટામિન બી5, વિટામિન બી6, વિટામિન બી7, વિટામિન બી9 અન વિટામિન બી12. આ વિટામીનો ની રચના પણ અલગ હોય છે અને તેનું કામ પણ અલગ અલગ હોય છે.
 • વિટામિન બી1 અને બી2 માંસપેશીઓ, નર્વસ સિસ્ટમ અને હ્રદય માટે, વિટામિન બી3 પાચન તંત્ર અને નર્વસ સિસ્ટમ ના કંટ્રોલ માટે, વિટામિન બી6 રોગ પ્રતિરોધક ક્ષમતા માટે, વિટામિન બી9 બ્રેસ્ટ કેન્સર થી બચાવા માટે, વિટામિન બી12 સવાઈકલ કેન્સર થવા થી બચાવે છે.
 • શરીર માં વિટામિન બી ની ઉણપ થી થાક, એનીમિયા, ડ્રિપ્રેશન, ભૂખ ના લાગવી, જેવી સમસ્યા થઈ શકે છે.
 • વિટામિન બી તમને નોન-વેજીટેરિયન ભોજન, ડેરી ઉત્પાદ, સૂકા મેવો, અંકુરિત અનાજ, ઈંડા ના પીળા ભાગ માં, પલાળેલા અનાજ, પાલક વગેરે માં ભરપૂર માત્રા માં મળે છે.

વિટામિન સી

 • વિટામિન સી ને નેચરલ એન્ટિઓક્સિડેંટ માનવા માં આવે છે. વિટામિન સી શરીર માં ક્યાય જમા નથી થતું.
 • આ શરીર ના સેલ્સ ને એકસાથે જોડી ને રાખે છે અને લોહી ની નળીઓ ની દીવાર ને મજબૂત કરે છે. દાંત અને પેઢા ને સ્વસ્થ રાખે છે. શરીર ની ઇમ્યુનિટી ને પણ મજબૂત કરે છે.
 • વિટામિન સી ની ઉણપ થી પેઢા અને દાંત કમજોર થાય છે, એનીમિયા ની તકલીફ થઈ શકે છે, ચહેરા ની નમી પણ જતી રહે છે.
 • વિટામિન સી સૌથી વધુ ખાટાં ફળો, જેવા કે સંતરા, મૌસંબી, જમરૂખ, લીંબુ, ટમેટા, વગેરે માં  હોય છે. આ ઉપરાંત આંબળા, બ્રોકોળી, અંકુરિત અનાજ, પાલક, વગેરે માં મળે છે.

વિટામિન ડી

 • આ વિટામિન એવું છે જે આપણ ને ધૂપ માથી મળે છે. પરંતુ ભારત માં શહેર ના નાગરિકો માં  49% લોકો ને અને ગ્રામીણ નાગરિકો માથી 20% લોકો માં વિટામિન ડી ની ઉણપ જોવા મળે છે.
 • આ વિટામિન શરીર માં કેલ્શિયમ લેવલ ને કંટ્રોલ માં રાખે છે. જેનાથી નર્વસ સિસ્ટમ ની કાર્યપ્રણાલી અને હાડકાઓ મજબૂત બનવા માં મદદ મળે છે.
 • વિટામિન ડી ની ઉણપ થી તમારા મસલ્સ કમજોર થાય છે અને સાંધા નો દુખાવો, તેમજ શારીરિક કમજોરી પણ થઈ શકે છે.
 • સુરજ ની કિરણો વિટામિન ડી માટે નો સૌથી મોટો સ્ત્રોત છે, આ ઉપરાંત વિટામિન ડી કૂકડાં ના મીટમાં, માછલી, દૂધ, ઈંડું, અને સમુંદરી ભોજન માં સહેલાઈ થી મળી રહે છે.

વિટામિન ઈ

 • આ વિટામિન ત્વચા ને જવાન બનાવી રાખે છે. સ્ત્રી-પુરુષ ની કમજોરી દૂર કરે છે. તેનાથી સ્કીન સેલ્સ રીપેર થાય છે, આંખ માટે તે ફાયદાકારક છે, કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ માં રાખે છે.
 • વિટામિન ઈ ની ઉણપ થી ચહેરા પર ખીલ વગેરે થાય છે. સ્ત્રી અને પુરુષ માં નિસંતાન પણું ની સમસ્યા આના થી થઈ શકે છે.
 • વિટામિન ઈ સૂરજમુખી ના બીજમાં, બદામ, કેરી, લીલા મરચાં, કીવી, ટમેટા, પાલક વગેરે માં આ વિટામિન ભરપૂર માત્રા માં મળે છે.

વિટામિન કે

 • વિટામિન કે લોહી ના પડ બનાવે છે. તે કાર્ડિયોવાઈસ્કૂલર ને બરાબર કામ કરવા માં મદદ કરે છે. તે હાડકાઓ ને મજબૂત બનાવે છે. આ સિવાય તે કેન્સર થી બચવા માટે પણ મદદ કરે છે.
 • શરીર માં વિટામિન કે ની ઉણપ થી બ્લીડિંગ બંધ નથી થતું. કઈક વાગ્યું હોય અને લોહી નીકળતું બંધ ના થાય તો ત્યાં લોહી ની પડ જામતું નથી જેનાથી લોહી સતત વહેતું રહે છે અને હાડકાઓ કમજોર થઈ જાય છે.
 • વિટામિન કે શલગમ, બ્રોકોલી, શતાવરી, સરસો નો સાગ, પાલક, કીવી, એવાકાદો, દ્રાક્ષ, ઈંડા, મીટ, દૂધ વગેરે માથી મળે છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here