આજનું રાશિફળ – બધી રાશિઓ માટે, મીન રાશિના જાતકો ખાસ વાંચો .. …

0

1. મેષ – અ,લ,ઈ (Aries): મેષ – અ, લ, ઈ
આજે રવિવારના દિવસે ઘરના સમાનને લગતી ખરીદી કરવાનો યોગ છે પણ ક્યાંક વધારાની અને બિનજરૂરી વસ્તુઓમાં ખર્ચ વધી ના જાય એની સાવધાની રાખજો, આજે તમારા બાળકો અને તમારી પત્ની તમારાથી ખૂબ ખુશ રહેશે. બસ આજે જીવનનો સાચો આનંદ પરિવાર સાથે માણો લોકો શું વિચારશે અને આ કેવું લાગશે એ વિચારવાનું છોડી દો. આજે કોઈપણ સારા કાર્યમાં ઈશ્વર તમારી સાથે જ છે એવું માનવું.
શુભ અંક : ૧
શુભ રંગ : જાંબલી

2.વૃષભ – બ,વ,ઉ (Taurus): આજે અમુક લોકોની હાજરી તમને વ્યાકુળ કરી શકે છે. તેઓની સાથે બહુ ધીરજથી અને શાંતિથી વાત કરો અને તમારા વિચારો એમને જણાવો. આજે તમારું લગ્નજીવન સોળે કળાએ ખીલી ઉઠશે અને આજ પહેલા એ આટલું સુંદર પહેલા ક્યારેય નહિ હોય એવું તમને લાગશે. તમારા પાર્ટનરની વાત શાંતિથી સાંભળો અને પછી જ કોઈ આખરી નિર્ણય કરજો. તમે ઘણા દિવસોથી જે વ્યક્તિને મળવા અને જાણવા માંગતા હતા એની સાથે તમારી આજની મુલાકાત પાક્કી સમજો. કોઈપણ કાર્યમાં ધીરજ રાખો અને ઉતાવળે કોઈપણ કાર્ય કરશો નહિ.
શુભ અંક : ૯
શુભ રંગ : આસમાની

3. મિથુન – ક,છ,ઘ (Gemini):આજે તમારે સોના ચાંદી જેવી વસ્તુઓની ખરીદી કરશો તો ભવિષ્યમાં ખૂબ લાભ થાય એવા યોગ બની રહ્યા છે, સ્વાસ્થ્ય પ્રત્યે વધુ બેદરકાર બનશો નહિ, આજે જુના મિત્રોને યાદ કરો એમની વાતો સાંભળીને તમારું ભારે મન હળવું થઇ જશે. કોઈ બહારની વ્યક્તિને કારણે તમારે ઘરમાં ઝઘડા ના થાય એની સાવધાની રાખજો. આજે તમારા પ્રિયપાત્ર દ્વારા તમને દુઃખ પહોચશે તો એની માટે તૈયાર રહો અને માફી માંગો અને નવી શરૂઆત કરો.
શુભ અંક : ૭
શુભ રંગ : લીલો

4. કર્ક – ડ,હ (Cancer): અત્યારનો સમય તમારા જીવનનો ખૂબ સુંદર સમય છે આજે તમે મિત્રો સાથે મન ભરીને ફરી શકશો અને તમારું મન પણ હળવું કરી શકશો. આજે વાહન સાથે દુર્ઘટના બનવાના યોગ છે તો રસ્તા પર સતર્ક રહેજો અને રસ્તો ઓળંગતી વખતે ખાસ ધ્યાન આપજો. આજે તમે જીવનસાથીથી દૂર હશો પણ તમે મિત્રો સાથે આનંદમાં સમય વિતાવી શકશો. બહારના ખાવા પીવામાં થોડું ધ્યાન રાખવું, સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલો

5. સિંહ – મ,ટ (Lio):જે રીતે સતત ઋતુઓમાં બદલાવ આવી રહ્યો છે એ રીતે તમારા સ્વાસ્થ્યમાં પણ અસર થશે. તમારા સંતાનોના કામમાં સાથ આપો. તમને જે વાત અકે લોકો પસંદ નથી તેમનાથી બને એટલા દૂર રહો.આજના દિવસે માનસિક તાણમાં વધારો થશે. નોકરી કરતા મિત્રો આજે તમારા ઉપરી અધિકારી તરફથી તમને વધુ કામ મળશે. પણ આજે કોઈપણ કામમાં તમને સરળતાથી સફળતા મળશે. તમારા મહત્વના નિર્ણયમાં તમારા જીવનસાથીને સાથે રાખો.
શુભ અંક : ૯
શુભ રંગ : ગુલાબી

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): આજે તમારે જે પણ લોકો સાથે મળવાનું થશે એ તમારાથી ખૂબ પ્રભાવિત થશે આજે તમારે તમારું કામ પૂરું કરાવવા માટે બહુ મહેનત કરવી પડશે નહિ. બીજી એક ખાસ વાત તમે જેવા છો એવા જ રહો બીજા માટે કે પછી અમુક લોકો માટે પોતાની જાતને બદલાવાની જરૂરત નથી. આજે કોઈ સારું કામ કરવાનું મન બનશે પણ પ્રિયપાત્ર સાથે થયેલી તકરાર તમારું મન વ્યથિત કરી દેશે.
શુભ અંક : ૭
શુભ રંગ : આસમાની

7. તુલા – ર,ત (Libra):આજે કોઈપણ કારણોસર તમને આઘાત લાગી શકે છે તો એનો ગુસ્સો તમારે બાળકો અને પરિવારજનો પર નથી કરવાનો. આજે તમને કોઈ સારી જોબ ઓફર કે પછી વેપાર વધે એની માટેની તક મળે તો તેની સંપૂર્ણ માહિતી પહેલા ભેગી કરજો અને પછી જ યોગ્ય નિર્ણય કરજો. આજે રસ્તો ક્રોસ કરો ત્યારે સાવચેત રહેજો આજે અકસ્માતના યોગ બની રહ્યા છે તો તકેદારીમાં જ સમજદારી છે. આજે તમારા વર્તન અને વ્યવહારથી કોઈ દુખી ના થાય એ ધ્યાન રાખજો. તમારાથી નાના વ્યક્તિઓ ઉંમરમાં હોય કે પૈસાથી એમની ધ્રુણા કરશો નહિ.
શુભ અંક : ૧
શુભ રંગ : ગ્રે

8. વૃષિક – ન,ય(Scorpio):કોઈપણ મુશ્કેલી આવી જાય તમારા જીવનસાથી સાથેના સંબંધો બગાડશો નહિ એક એ જ એવી વ્યક્તિ છે જે આજે તમને સાથ આપશે. આજે કોઈ વ્યક્તિ સાથે બહુ વધારે પડતા પૈસાનો વ્યવહાર કરશો નહિ એ વ્યવહાર ભવિષ્યમાં તમારા સંબંધો બગાડી શકે છે. આજે કોઈ મોટા માથાના વ્યક્તિ સાથે મુલાકાત થશે તો તમારે તમારા ડરને એ લોકો સમક્ષ આવવા દેવાનો નથી. આત્મવિશ્વાસથી તમે કોઈપણ મુશ્કેલીઓનો સામનો કરી શકશો.
શુભ અંક : ૨
શુભ રંગ : પીળો

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આજે થોડો સમય પરિવાર માટે કાઢો પૈસા હંમેશા સાથે નથી રહેવાના તો આજે તમારા ઘરમાં ખુશીઓ રહે એવો પ્રયત્ન કરો. તમારા આવા વ્યવહારથી તમારા માતા પિતા ઓઅન ખુશ થઇ જશે. આજે તમને ધનલાભ થવાના યોગ છે પણ થોડી સાવધાની અને સમજદારીથી. આજે તમને તમારા જીવનસાથી તરફથી તમારા જીવનની અમુલ્ય ભેટ મળશે જે તમે જીવનભર ભૂલી નહિ શકો. ધંધાડરી મિત્રોએ ભાગીદારથી સાવધાની રાખવી ક્યાંક એ તમારા કામને નુકશાન નથી કરી રહ્યા એની નોંધ રાખો. ચિંતા એ ચિતા સમાન છે એટલું યાદ રાખો અને આગળ વધતા રહો.
શુભ અંક : ૮
શુભ રંગ : જાંબલી

10. મકર – જ, ખ (Capricorn): .
લાંબા સમયની બીમારી અને દુખાવાને દૂર કરવા માટે તમારે આજથી જ કસરત કે પછી યોગ કરવાની શરૂઆત કરવાની છે. જો આજથી આની શરૂઆત નહિ કરો તો થોડા સમયમાં બીમારી તમારા શરીરમાં ઘર કરી જશે. તમારા જીવનસાથીને અવગણશો નહિ એ પણ તમારા જીવનનો ભાગ છે. આજે તમારે કોઈપણ નાની નાની વાતે ગુસ્સે થવાની બિલકુલ જરૂરત નથી. તમારો એ ગુસ્સો ક્યાંક મોટા ઝઘડાનું સ્વરૂપ ના લઇ લે એ ધ્યાન રાખો. આજે તમારા કોર્ટ અને કચેરીને લગતા કામનો અંત આવી શકે છે. તમારા કોઈ સારા મિત્રની સાથે મળીને તમારું ભારે મન હળવું કરવાનો સમય છે તો આ પળને ગુમાવશો નહિ અને મળો તમારા જુના મિત્રોને.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલ

11. કુંભ – ગ,શ,સ(Aquarius): આજે તમારા ઘણા સમયથી પેન્ડીંગ કામમાં પરિવારની મદદથી અંત આવશે. તમારા જીવનસાથીને આજે સરપ્રાઈઝ આપો. આજે જોબનું સ્થળ બદલવા માંગતા મિત્રો માટે સારો સમય છે. તમારા કામના દરેક લોકો વખાણ થશે. વધુ પડતો નકામો ખર્ચ ટાળો અને જો બચત કરવા માંગો છો તો આજથી જ તેની શરૂઆત કરો. તમારા પરિવારની જરૂરત આજે તમને ડગલે ને પગલે પડશે. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીનો અંત આવશે. કોઈપણ મુશ્કેલીના સમયમાં તમારા વાણી અને વર્તન પર કાબુ રાખજો.
શુભ અંક : ૬
શુભ રંગ : પીળો

12. મીન – દ,ચ,જ,થ(Pisces): જો તમે ટૂંક સમયમાં ડોક્ટરની મુલાકાત લેવા નથી માંગતા તો આજથી જ તમારા રોજીંદા જીવનમાં થોડા ફેરફાર લાવો. બહારનું બહુ ખાવું નહિ આજે બીમારીનો યોગ બની રહ્યો છે. આજે એક સુંદર ભવિષ્ય બનાવવાની તક પણ તમને મળી શકે છે તો થોડી સાવધાની અને સમજદારીથી નિર્ણય કરો જેનાથી તમારું ભવિષ્ય સુધરી જશે. આજે તમારા બાળકો પણ તમારાથી ખુશ રહેશે તેમને તમે આપેલી સરપ્રાઈઝથી તેઓ તમને વધુ ચાહવા લાગશે. તમારા વધારે પડતા ખર્ચને કારણે તમારા જીવનસાથી સાથે અણબનાવ બનવાની શક્યતાઓ રહેલી છે તો સાવધાની રાખજો. વાતાવરણ પલટાને કારણે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બનશો નહિ.
શુભ અંક : ૪
શુભ રંગ : ગુલાબી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧. આ વર્ષે આવકના અનેક રસ્તાઓ તમારી સામે આવશે. જો નોકરી કરતા મિત્રો પોતાનું પ્રમોશન કરાવવા માંગે છે તો તેમણે તમારા ઉપરી અધિકારી સાથે સારા સંબંધ રાખવાના રહેશે. ઓફિસમાં કોઈને તમારા વ્યવહારથી દુખ પહોંચે નહિ તેની તકેદારી રાખવી.

૨. આ વર્ષે જેટલી કમાણી થશે તે પૈસાને સારા કામ માટે લગાવજો જો તમે કોઈ સટ્ટાકીય પ્રવૃતિમાં પૈસા રોકશો તો તમને વધુ નુકશાન થશે. આ વર્ષે કોઈપણ લલચાવનારી સ્કીમમાં પૈસા રોકતા પહેલા તે વિષયના જાણકાર અને ઉપરી અધિકારીની સલાહ લેવાનું રાખજો.

૩. પૈસા કમાવા માટે આ વર્ષ સારું સાબિત થશે લાંબી મુસાફરી તમને સારો ફાયદો અપાવશે. હા મુસાફરી દરમિયાન તમને થોડો થાક મહેસુસ થશે તો નિયમિત ડોક્ટરની મુલાકાત લેવાનું રાખો. આ વર્ષે નવું સાધન લેવાના યોગ છે તો મહેનત કરો અને આગળ વધો.

૪. આ વર્ષમાં દિવાળીના સમયમાં પરિવારજનોને નાની નાની સરપ્રાઈઝ આપવાનું રાખજો. જો કોઈપણ સાથે મતભેદ કે મનભેદ થયો હોય તો સામે ચાલીને માફી માંગી લેવી.

૫. હવે પૈસા આવવાના છે વધારે તો ખર્ચ પણ વધારે થશે બરોબર ને? હા તો આજે વર્ષો જૂની તમારી ક્યાંક ફરવા જવાની એક ઈચ્છા જે બાકી છે એ પૂર્ણ થાય એવા યોગ પણ બની રહ્યા છે. જો ક્યાંક રોકાણ કરવા માટે કે પછી કોઈ ઘર કે મકાન લેવાનું વિચારી રહ્યા છો તો તમારા દરેક નિર્ણયમાં તમારા જીવનસાથીની પણ મંજૂરી અને પરિવારજનોની સલાહ લેવાનું રાખજો. એવું કરવાથી પરિવારજનો તો ખુશ થશે જ સાથે સાથે તમારો આર્થીક ફાયદો પણ થશે.

૬. આ વર્ષે રસ્તા પર વાહન ચલાવો ત્યારે અને રસ્તો ઓળંગો ત્યારે ખાસ ધ્યાન રાખજો. એક અકસ્માત થવાની પણ સંભાવના છે. આ વર્ષે તમારે પરિવારના સ્વાસ્થ્ય સાથે તમારા સ્વાસ્થ્યની પણ કાળજી લેજો. કોઈપણ નાનામાં નાની બીમારીને અવગણતા નહિ નહિ તો એ તમારા શરીરમાં ઘર કરી જશે.

૭. આ વર્ષના અંતિમ સમયમાં તમને તમારા મિત્રો પરિવારજનો અને જીવનસાથી તરફથી સારા સમાચાર મળતા રહેશે. તમારી દરેક ખુશીમાં દરેક મિત્રોને સામેલ કરજો. મિત્રો અને પરિવારજનોથી જ તમારું જીવન છે. બધાને સરખું મહત્વ આપો તમારાથી તેમનું મન અને હૃદય ઘવાય નહિ તેનું ધ્યાન રાખજો.

આજનો વિચાર : સારા કર્મનું ફળ સારું જ મળશે, વહેલા કે મોડા મળશે જરૂર.

Posted By: GujjuRocks Team

દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here