‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ શો ના આ 13 પ્રશ્નોના જવાબ આજ સુધી કોઈ જાણી નથી શક્યું,


આજના મોર્ડન યુગમાં ‘તારક મહેતા કા ઉલ્ટા’ ચશ્માં દર્શકો દ્વારા સૌથી વધુ માત્રામાં જોવામાં આવતો શો છે. આજે આ શો ખુબ ધમધમી રહ્યો છે. આ શો ના દરેક કીરદારો ખુબ રોમાંચિત છે. જેઠાલાલ થી લઈને અબ્દુલની દુકાન સુધીના દરેક કીરદારો લોકોને ખુબ પસંદમાં આવે છે. આ શોના કીરદારો પહેલા પણ ઘણા શો માં કામ કરી ચુક્યા છે, પણ આ દરેક કીરદારોને લોકપ્રિયતા આ શો થી જ મળી છે. રોજ સાંજે 8.30 વાગે દરેકના ઘરમાં આ શો નો ડંકો ન વાગતો હોય તેવું તે કઈ રીતે બને. આ શોની કોમેડી સાંભળતા જ જાણે કે પુરા દિવસની થકાન દુર થઇ જાય છે. બાળકોથી માંડીને વડીલો પણ આ શો જોવાનું પસંદ કરે છે. અ શો જો કે 1700 જેટલા એપિસોડ ક્રોસ કરી ચુક્યો છે. સતત 7 વર્ષથી ચાલતા આ શો માં ઘણી એવી મિસ્ટ્રી અને પ્રશ્નો દરેક દર્શકોના મનમાં ઉદ્દભવે છે, જેના જવાબ આજ સુધી આ શો માં જોવામાં આવ્યા નથી.

જાણો આ શો ના 13 એવા પ્રશ્નો જેના જવાબ જાણવા હર કોઈ ઉત્સુક છે.

 

1. વાસ્તવમાં દયા ભાભી ની માતાજી કોણ છે? જ્યારથી આ શો ચાલુ થયો છે ત્યારથી જ દયાભાભી પોતાની માતાજી સાથે દરેક એપિસોડમાં માત્ર ફોન પર વાત કરતી જ નજરમાં આવી છે, પણ ક્યારેય તેની માતાજી ગોકુલધામમાં આવી નથી. કદાચ હવે તો આ પ્રશ્ન C.I.D. જ સોલ્વ કરી શકશે.

2. પહેલેથી જ જેઠા લાલ ને ખરાબ નસીબ(પનૌતી) માટે માનવામાં આવે છે. આત્યાર સુધીનો આ વિચાર ક્યારે બદલાશે. શું જાણો છો તમે?

3. શો ની શરૂઆતથી જ નટુ કાકા અને બાઘા પોતાના પગાર વધારવા માટે જેઠાલાલ સામે વિનંતી કરતા હોય છે. દુનિયા ક્યાંથી ક્યા પહોંચી ગઈ છે પણ તેઓનો પગાર હજી ત્યાજ અટકેલો છે.

4. શું એવું કોઈ કામ છે જે બાઘા આજ સુધીમાં કરી શક્યો ન હોય. એ પછી પોતાની સગાઈ હોય કે ફોન રીપેર કરવાનું હોય.

5. આખરે પીંકુના માતા-પિતા કોણ છે? આ શો ના શરૂઆતથી જ પીંકુ ટપુ સેનાનો હિસ્સો રહ્યો છે. પણ તેનું ઘર, માતા-પિતા ગોકુલધામ સોસાઈટીમાં ક્યા છે એ પણ એક પ્રશ્ન છે.

6. ઓફો.. હવે ક્યારે પોપટલાલના લગ્ન થશે? લાગે છે કે પોપટલાલ દુનિયાનો બેસ્ટ બેચલર છે.  જો કે પરફેક્ટ યુવતી શોધવાની બાબતમાં તે પણ રાહુલ ગાંધી અને સલમાન ખાન સાથે મળી જાય છે.

7. સુંદર જેઠાલાલને મુર્ખ બનાવાનું ક્યારે બંધ કરશે? જ્યારે પણ ગોકુલધામમાં ટેક્ષીની હોર્ન વાગે કે સમજી જ જવાય છે કે જેઠાલાલ માટેનો જ બુલાવો છે. અને કહેવા માંગે છે કે લાવો ટેક્ષીનું ભાળું.

8. શું એવું ક્યારેય પણ બન્યું છે કે મોડું ઉઠવાથી જેઠાલાલ પર ચાચાજી ગુસ્સે થયા ન હોય. લાગે છે કે ચંપક ચાચા એ યુનિવર્સલ ચાચા બનવાનો નિર્ણય કર્યો છે.

9. આખરે જેઠા-બબીતાની મિસ્ટ્રી શું છે? જેઠાલાલ શું ઈચ્છે છે? આ તો ‘ઘર કી મુર્ગી દાલ બરાબર’ તેના જેવું છે.

10. અવાર નવાર ગોકુલધામમાં તહેવાર, ફંક્શન, પાર્ટી યોજવામાં આવે છે. લાગે છે કે સોસાઈટીના એકમેવ સેક્રેટરી પાસે ખુબ મોટું ફંડ લાગે છે.

11. કોઈ પણ માટે 24 દિવસોમાં 7 દિવસ ગરબા કરવા કઈ રીતે શક્ય છે. દયાભાભી પણ બહુ જુસ્સા અને એનર્જી વાળા લાગે છે.

12. જો કે નીતા રિપોર્ટર બીગ ચેનલ  “KAL TAK” ની રિપોર્ટર છે, તો શા માટે તે માત્ર ગોકુલધામ સોસાઈટી ને જ કવર કરે છે?
13. શું માત્ર ટપુ સેના જ ક્રાઈમ અને ગોકુલધામની મિસ્ટ્રી સોલ્વ કરવાનો એક માત્ર જ તરીકો છે? સોસાઈટીના કોઈ પણ પ્રશ્ન હોય કે પછી ભૂત ભગાડવાની વાત હોય, આજ સુધી એવું બન્યું છે કે ટપુ સેના તેને સોલ્વ કરી શકી ન હોય?

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
1
Love
LOL LOL
3
LOL
Omg Omg
0
Omg
Cry Cry
2
Cry
Cute Cute
0
Cute

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ શો ના આ 13 પ્રશ્નોના જવાબ આજ સુધી કોઈ જાણી નથી શક્યું,

log in

reset password

Back to
log in
error: