‘તારક મેહતા….’ ના ડૉ.હંસરાજ હાથીની અંતિમ યાત્રા, સદમામાં આવી ગઈ પુરી ટિમ….

0

‘તારક મેહતા કે ઉલટા ચશમા’ માં ડોક્ટર હંસરાજ હાથી બનેલા કવિ કુમાર આજાદનું અંતિમ સંસ્કાર આજે બપોરે મીરા રોડ ના સ્મશાન ઘાટમાં કરવામાં આવશે. કવિ કુમાર આનંદ આજાદનું નિધન સોમવાર સવારના રોજ હાર્ટ એટેકને લીધે થયું હતું. કવિ આજાદને હાર્ટ એટેક આવતા તેને મીરા રોડ સ્થિત વોકહાર્ટ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા તો તેનું નિધન થઇ ચૂક્યું હતું. કવિ આજાદના લગ્ન થયા ન હતા અને તે પોતાના મમ્મી પપ્પા, ભાઈ અબે બહેનની સાથે રહેતા હતા. 45 વર્ષના કવિ કુમાર આજાદનો જન્મ 1973 માં બિહારમાં થયો હતો.

કવિ કુમાર શો માં આવતા પહેલા ‘મેલા’, અને જોધા અકબર’, ‘ફન્ટુશ’ જેવી ફિલ્મોમાં પણ નજરમાં આવી ચુક્યા છે. કવિ કુમારને કવિતાઓ લખવાનો ખુબ જ શોખ હતો, તેનો ઈશારો તેના નામથી જ મળી જાય છે. કવિ કુમાર આજાદ તારક મેહતા શો શરૂ થયાના એક વર્ષ પછી જોડાયા હતા, તે આગળના 9 વર્ષથી આ શો સાથે જોડાયેલા છે.

ડૉ.હંસરાજ હાથી ના નિધનને વિશે અસિત કુમાર મોદીએ જણાવ્યું હતું કે,”કવિ કુમાર ખુબ જ કમાલના એક્ટર હતા અને ખુબ જ સકારાત્મ્ક ઇન્સાન હતા. તેને આ શો પર ખુબ જ પ્રેમ હતો અને જો તે બીમાર હોય તો પણ શૂટિંગ પર આવતા હતા. અને તે સવારે જ્યારે તેનો ફોન આવ્યો કે તેની તબિયત ઠીક નથી તો તે શૂટિંગ પર નહિ આવી શકે, અને થોડા સમય પછી આ દુઃખદ સમાચાર સાંભળવા મળ્યા”.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!