બધા ની પ્યારી આ અભિનેત્રી હવે નહિ જોવા મળે “તારક મહેતા” માં, આ 1 મહત્વના કારણને લીધે છોડી સિરિયલ

0

ઘણા સમયથી ટેલીવિઝનની મોસ્ટ પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તેના કલાકારોને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે, એક બાજુ દયાનું આવવું કે ના આવવું તેના વિષેની ચર્ચા ચાલે છે તો બીજી તારક મહેતા સિરિયલની ટપ્પુ સેનામાં એક સેના ઓછી થવાની છે. એટલે ટાપુ સેનાની સોનું હાલ આ શો છોડવાનો નિર્ણય લીધો છે. જે અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તારક મહેતામાં સોનુના પાત્રમાં જોવા મળતી નિદધી હાલ અભ્યાસ કરી રહી છે. તેનો કોલેજનો અભ્યાસ ચાલુ છે અને તે આ શો ના કારણે પોતાના અભ્યાસ પર પુરૌ ધ્યાન આપી શકતી નથી. જેથી તે કદાચ આ શો ને બાય બાય કહેશે.
જો કે નિદધી એવું ઈચ્છે છે કે તે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી પોતાની એક્ટિંગ કરિયરને ખૂબ આગળ લઈ જવા માંગે છે. અને એ પણ માહિતી મળી છે કે આ શો નું પ્રોડકશન હાઉસ નિધીનો સમય બચે એટલે શૂટિંગ માટે ખૂબ જ ઓછા દિવસો ફાળવ્યા છેજેના કારણે તે તેના અભ્યાસ પર વધારે ને વધારે ધ્યાન આપી શકે. પરંતુ નિધીએ નક્કી જ કરી લીધું છે કે તે આ શો છોડશે.
જો કે હાલ પ્રોડકશન હાઉસ એવું નક્કી કરી રહ્યું છે કે એવો કોઈ પ્લાન બનાવે કે જેના કારણે તે સોનુંને હંમેશ માટે વિદાય કરી શકે, જો કે સોનું ટપ્પુ સેનાનું મહત્વનુ અંગ હતું અને તેનું પાત્ર આ શોમાં ઘણું જ પોપ્યુલર છે, હવે જોવાનું એ રહ્યું કે સોનું વગર આ શો કેવો ચાલે છે ને દર્શકોને કેવું લાગે છે.
હાલ આ શો માં દિશા વાકાણી વિષે પણ ઘણી અટકળો છે કે દિશા વાકાણી પાછી આ શો માં આવશે કે નહી. હાલ સોશિયલ મીડિયા ઉપર આ વિષે પણ ચર્ચાઓ વાયરલ બની છે.

‘તારક મહેતા ’ના અંજલીભાભી વિશે ની આ વાત જાણીને મોં માં આંગળા નાખી જશો, 40 વર્ષે પણ કુંવારા છે અને …..

દોસ્તો, આજ હર કોઈના ઘરમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ શો ખુબ લોકપ્રિય બની ગયો છે. ભાગ્યેજ એવું કોઈક હશે કે જેના ઘરમાં સાંજે 8.30 વાગે આ શો નો ડંકો ન વાગતો હોય. આ શો ની ખાસ વાત એ છે કે તે કોમેડીની સાથે સાથે એક પ્રેરણાદાઈ પણ છે જેને લીધે બાળકોથી માંડીને વડીલો પણ આ શો જોવાનું પસંદ કરે છે. સાથે જ આ શોના દરેક કિરદાર પણ આજ લોકોના ફેવરીટ બની ચુક્યા છે.

એ પછી જેઠાલાલ હોય કે પછી નટુ કાકા. દરેક પાત્ર રમુજી અને રોમાંચિત છે. સાંજે આ શો ને જોતા જ એવું લાગે છે કે જાણે આખા દિવસનો થાક એક પલમાં જ ઉતરી ગયો હોય. જો કે આ શો ના અમુક કીરદારો જેવા કે જેઠાલાલ, બબીતા જી, દયા ભાભી વગેરે વિશેની જાણ તથા તેઓના જીવન શૈલી વિશેની જાણ અમે કરેલી જ છે. પણ આજે અમે આ શો ની ડાયેટ વુમેન અંજલિ મહેતાના જીવન વિશેની અમુક ખાસ વાતો કહેવા જઈ રહ્યા છીએ.

આ શો માં અંજલિ મહેતા જે લેખક તારક મહેતાની પત્ની તરીકેનો રોલ કરી રહી છે. જેનું અસલ નામ ‘નેહા મહેતા’ છે. તમને જણાવી દઈએ કે નેહા મહેતાના જીવનની અમુક ખાસ વાતો ભાગ્યેજ કોઈક જાણતું હશે.

જણાવી દઈએ કે નેહા મહેતા માત્ર આ જ શો નહિ પણ પહેલા પણ ઘણા એવા શો માં કામ કરી ચુકી છે. પણ તેમને લોકપ્રિયતા તો આ શો માં આવ્યા બાદ જ મળી છે. આજે હર કોઈ નેહા મહેતા થી વાકેફ છે. આ શો માં પોતાના પતી માટે ડાયેટ પ્લાન કરનારી નેહા મહેતા પોતાના વાસ્તવ જીવનમાં પોતાના ડાયેટ અને સ્વાથ્યને લઈને ખુબ બેદરકાર છે. શો માં તે જેટલું સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે વાસ્તવમાં તેનાથી ઉલ્ટીજ જીવન શૈલી નેહા મેહતા ધરાવે છે.

નાનપણથી જ નેહાને અભિનય અને એક્ટિંગમાં ખુબજ રૂચી હતી. માટે તેમણે કોલેજના સમયથી અભિનય ક્લામાં આગળ વધવાનું વિચારી લીધું હતું અને અનેક થીયેટર અને નાટકોમાં કામ પણ કર્યું હતું. સાથે જ તેમને અનેક ટીવી શો માં પણ કામ કરેલું છે. સ્ટાર પ્લસની એક સીરીયલ ‘ભાભી’ માં પણ પોતે લીડ રોલ કરતી જોવા મળી હતી. જો કે આ શો લાંબો સમય સુધી ચાલી શક્યો ન હતો. નેહાએ અનેક નાટકો જેવા કે, ‘હ્રદયત્રિપુટી’, ‘પ્રતિબિંબ પર પરછાઇ’, ‘મસ્તી મજે કી લાઇફ’ અને ‘તુ હી મેરા મૌસમ’ વગેરે માં ખુબ સારો અભિનય કર્યો છે. ત્યાર બાદ અંતે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ બાદ તેમને ખ્યાતી પ્રાપ્ત થઇ હતી.

જો કે આ શો માં અંજલિ એક પત્ની ના રૂપમાં છે પણ વાસ્તવમાં તેણે હજી સુધી કોઈ સાથે લગ્ન કર્યા નથી. નેહાનું કહેવું છે કે તે પોતે પહેલા પોતાના આ કેરીયરમાં આગળ વધવા માંગે છે અને કઈક નામ કમાવા માંગે છે ત્યાર બાદ જ તે પોતાના લગ્નજીવન વિશે વિચારશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here