સુહાગરાત સાથે જોડાયેલી આ 5 વાતો જાણીને રહી જાશો દંગ…જાણવા જેવું

0

હિંદુ ધર્મમાં 16 સંસ્કાર બતાવામાં આવેલા છે. જેમાનો એક સંસ્કાર વિવાહ છે. વિવાહ એક વૈશ્વિક સમારોહ છે. હિંદુ ધર્મમાં વિવાદ બે આત્માઓનું મિલનનો ઉત્સવ માનવામાં આવ્યો છે. ભારતીય સંસ્કૃતિમાં વિવાહ પરમ્પરાને સમ્માનની દ્રષ્ટિથી જોવામાં આવે છે. પણ લગ્ન બાદની પહેલી રાત એટલે કે સુહાગરાતની પાછળ ઘણા રીતી-રીવાજ છે. આ સંસ્કાર દ્વારા માત્ર બે જ વ્યક્તિ નહિ પણ ઘણા પરિવાર અને આત્માઓનું મિલન થાય છે, તેવું માનવામાં આવે છે. આ સંસ્કારમાં ઘણા રીતી-રીવાજો શામિલ છે જેમાં સુહાગરાત અને તેની સાથે જોડાયેલો પણ એક રીવાજ છે. સુહાગરાતને વર-વધુની મિલનની રાત કહેવામાં આવે છે માટે આ દિવસે થતા રીવાજ ખુબ જ ખાસ હોય છે જેમ કે કન્યાને દુધનો ગ્લાસ લઈને આવવું, કન્યાની મુંહ દિખાઈ. સુહાગરાતનાં દિવસે વર-વધુ પોતાના કુળદેવતા અને કુળદેવીની પૂજા કરે છે. તેની પાછળ એ માન્યતા છે કે ઈશ્વરથી કુળની પરંપરા અને વંશને આગળ વધારવા માટે આશીર્વાદ મળે. એવી ધારણા છે કે કુળદેવતાનાં આશીર્વાદથી વૃદ્ધિ થાય છે. દેવતાઓની પૂજા કર્યા બાદ પૂર્વજો ની પણ પૂજા કરવામાં આવે છે. વિવાહથી લઈને સુહાગરાત સુધી ઘણા રીવાજો છે જેમાં પૂર્વજોની પૂજા કરવામાં આવે છે. તેની પાછળ માન્યતા છે કે પૂર્વજોના આશીર્વાદથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પિતૃગણ નારાજ થઇ છે તો સંતાન સુખમાં બાધા ઉત્પન થાય છે. વિવાહનો સૌથી મોટો ઉદ્દેશ્ય સંતાન પ્રાપ્તિ અને વંશને વધારવાનું હોય છે, માટે પૂર્વજોની પૂજા સુહાગરાતનાં દિવસે કરવામાં આવે છે. હિંદુ ધર્મનાં સંસ્કારોમાં કોઈપણ નવા કામની શરૂઆતમાં મોટા બુજુર્ગોનો આશીર્વાદ શુભ માનવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે સુહાગરાતના દિવસે દુલ્હન પોતાના પતી માટે દુધનો ગ્લાસ લઈને આવે છે. તેની પાછળનાં બે કારણ છે જ્યોતિષ અને વૈજ્ઞાનિક. જ્યોતિષનાં અનુસાર દુધને ચન્દ્ર અને શુક્રની વસ્તુ માનવામાં આવેલી છે. શુક્ર પ્રેમ અને વાસના કારક ગ્રહ છે તો ચંન્દ્રમાં મનનું કારક ગ્રહ છે. દુધનો ગ્લાસ આપવા પાછળ એ ઉદ્દેશ્ય છે કે પતિ પત્નીના પ્રેમ દુધની જેમ ઉજ્જવલ, વાસના અને ચંચળતા રહિત એટલે કે સ્થિર અને ધૈર્ય વાળું રહે.
સુહાગરાતે એક બીજી રસમ હોય છે કે તેમાં મુંહ દિખાઈ હોય છે. તેની પાછળની કથા ખુબ જ ઓછા લોકો જાણતા હશે. જણાવીએ કે સુહાગરાતના દિવસે ભગવાન રામે દેવી સીતાને વચન આપ્યું હતું કે તે એક પતિવ્રત રહેશે. આજ વચનને લીધે ભગવાન રામેં બીજા લગ્ન ન કર્યા ને દેવી ત્રીકુટા ભગવાનની વાટ માં બેઠી છે. આજની દુલ્હનોને મોબાઈલ જેવા ઉપહાર મળી ગયા છે. આ રીવાજ પાછળ એ વિશ્વાસ હોય છે કે સ્ત્રી જેને પોતાના પતિના રૂપમાં સ્વીકાર કરી રહી છે તે તેને યોગ્ય છે અને તેની જરૂરીયાતોને પૂરી કરી શકે. વ્યવહારિક તૌર પર જોવામાં આવે તો ઉપહાર આપવા પાછળ એ ઉદ્દેશ્ય હોય છે કે નવા રીશ્તાની શરૂઆત ખુબ સારી રીતે થઇ શકે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!