ભારતમાં અહીંયા છે ચમત્કારિક વડલો, મુઘલે જડથી કાપ્યો છતાંય ઉગી નીકળ્યો હર્યો ભર્યો …

0

16 દિવસો સુધી ચાલતા શ્રાદ્ધમાં દિવસોમાં પૂજા અર્ચના કરે છે સાથે સાથે પવિત્ર તીર્થો પર જઈને પોતાના પિતૃઓની શાંતિ માટે તર્પણ અને પિંડદાન કરાવે છે. આપણાં દેશમાં ઘણા એવા તીર્થધામો છે જ્યાં લોકો તર્પણ અને પિંડદાન કરાવવા જાય છે ને પિતૃઓના મોક્ષની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે. આવું જ એક તીર્થ સ્થળ ઉજજેનમાં આવેલું છે. જેને સિદ્ધનાથ તીર્થ તરીકે ઓળખાય છે. આને પ્રેતશીલા તીર્થ પણ કહેવાય છે. અહીંયા દૂર દૂરથી લોકો પિતૃ તરપન કરાવવા માટે આવે છે. અહીંયા 150 પૂજારીઓનો પરિવાર જોડાયેલો છે. અને શ્રાદ્ધ તર્પણ પણ કરાવે છે.

ક્ષાપ્રા નદીની કાંઠે આવેલું છે આ સ્થળ :
સિદ્ધનાથ તીર્થ ઉજાજેનના ભૈરવગઢ વિસ્તારમાં આવેલું છે. ક્ષિપ્રા નદીના કાંઠે પણ તેનું મહત્વ ઘણું વધારે છે.

આ સ્થળે એક વિશાળવડનું વૃક્ષ છે. આ વડાને સિદ્ધવડ કહેવામાં આવે છે. પ્રયાગ અને ગયામાં જેવી રીતે અક્ષયવટ નું મહત્વ છે એમ ઉજજેનમાં સિદ્ધવડનું મહત્વ છે.

એવું માનવામાં આવે છે કે આ વૃક્ષ માતા પાર્વતી એ પોતે રોપ્યો હતો. આ વડને સિદ્ધવડ પણ કહેવાય છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, આ સ્થાને ભગવાન શિવના પુત્ર કાર્તિકેયનું મુંડન કરવામાં આવ્યું હતું. સ્કંદ પુરાણના અવતિકા ખાંડમાં પણ આ મંદિરના વર્ણન કરવામાં આવ્યું છે.

મુઘલોએ કાપી નાખ્યો હતો આ વડ :
અહીંના શિલાલેખો દર્શાવે છે કે મુઘલોએ આ મંદિરનો નાશ કરવા માટેનો ભરપૂર પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સફળ થયા નહોતા.

મુઘલોના શાસકોએ આ વડને કાપીને તેના પર લોખંડ મઢી નાખ્યું હતું. પરંતુ લોખંડને તોડીને આ વડ ફરીથી ઘટાદાર ઊગી નીકળ્યો હતો.

કેવી રીતે પહોંચવું …
ભોપાલ-અમદાવાદ રેલ્વે લાઈન પર ઉજ્જૈન એક પવિત્ર ધાર્મિક શહેર છે. ટ્રેનમાં સરળતાથી અહીં પહોંચી શકાય છે.

ઉજ્જૈનનું નજીકનું હવાઈમથક ઇન્દોરમાં છે, જે 55 કિલોમીટર દૂર છે. ઇન્દોરથી ઉજ્જૈનની બસો પણ સરળતાથી ઉપલબ્ધ છે.

મધ્યપ્રદેશના મુખ્ય શહેરો અને રસ્તા દ્વારા સરળતાથી અહીંયા પહોંચી શકાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here