શ્રી કૃષ્ણ ની માયા: આ માયા ને જાણી ને તમે ક્યારેય નહીં કરો આ ભૂલ….

0

સુદામા એ એક વખત શ્રી કૃષ્ણ ને પૂછ્યુ કાન્હા, હું તમારી માયા ના દર્શન કરવા માગું છું… કેવી હોય છે? શ્રી કૃષ્ણ એ ટાળવા માંગ્યુ, પરંતુ સુદામા જી ની જીદ પર શ્રી કૃષ્ણ એ કહ્યુ,“સારુ, ક્યારેક સમય આવશે ત્યારે કહીશ” અને પછી એક દિવસ કહેવા લાગ્યા… સુદામા, આવો, ગોમતી માં સ્નાન કરવા ચાલો. બંને ગોમતી ના તટ પર ગયા. વસ્ત્ર ઉતાર્યા. બંને નદી માં ઉતર્યા… શ્રીકૃષ્ણ સ્નાન કરીને તટ પર આવી ગયા.

પીતાંબર પહેરવા લાગ્યા… સુદામા એ જોયુ, કૃષ્ણ તો તટ પર ચાલ્યા ગયા છે, હું એક હજુ ડૂબકી લગાવી લવ છું… અને જેવી સુદામા એ ડૂબકી લગાવી… ભગવાન એ તેને તેની માયા ના દર્શન કરાવ્યા.

સુદામા ને લાગ્યુ, ગોમતી માં પૂર આવ્યુ છે, તે વહેવા લાગ્યા છે, સુદામા જેમ-તેમ ઘાટ ના કિનારે પહોંચ્યા. ઘાટ પર ચડ્યા. ઘૂમવા લાગ્યા. ફરતા-ફરતા એક ગામ પાસે પહોંચ્યા. ત્યાં એક હાથણ એ તેના ગળા માં ફૂલ ની માળા પહેરાવી. આવી રીતે દેખાડી શ્રીકૃષ્ણ એ સુદામા ને તેની માયા, સુદામા હેરાન થયા. લોકો એકઠા થઇ ગયા. લોકો એ કહ્યુ, અમારા દેશ ના રાજા ના મૃત્યુ બાદ હાથણ, જે પણ વ્યક્તિ ના ગળા માં માળા પહેરાવે, તે જ અમારો રાજા થાય છે.
હાથણ એ તમારા ગળા માં માળા પહેરાવી છે, તેથી હવે તમે અમારા રાજા છો. સુદામા હેરાન થયા. રાજા બની ગયા. એક રાજકન્યા સાથે તેના વિવાહ પણ થઈ ગયા. બે પુત્રો પણ પેદા થયા.

એક દિવસ સુદામા ના પત્ની બીમાર પડી ગયા… આખરે ગુજરી ગયા… સુદામા દુઃખ થી રોવા લાગ્યા.. તેના પત્ની જે ગુજરી ગયા હતા, તેને તે ખુબજ ચાહતા હતા, સુંદર હતા, સુશીલ હતા… લોકો એકઠા થઇ ગયા.. તેમણે સુદામા ને કહ્યુ, તમે રુઓ નહીં, તમે અમારા રાજા છો.. રાણી જ્યાં ગયા છે, ત્યાં તમારે પણ જવાનુ છે, તે મયપુરી નો નિયમ છે.
તમારી પત્ની ને ચિતા માં અગ્નિ આપવામાં આવશે.. તમારે પણ તમારી પત્ની ની ચિતા માં પ્રવેશ કરવાનો રહેશે.. તમારે પણ તમારી પત્ની સાથે જવુ પડશે. સાંભળ્યુ, તો સુદામા નો શ્વાસ થંભી ગયો.. મારી પત્ની ની મોત થઈ છે, મારી તો નહીં… ભલા હું કેમ મરૂ… આ કેવો નિયમ છે? સુદામા તેની પત્ની ના મૃત્યુ ને ભૂલી ગયા.. તેનુ રોવાનુ પણ બંધ થઈ ગયુ.

આવી રીતે ડૂબી ગયા ચિંતા માં

હવે તે સ્વયં ની ચિંતા માં ડૂબી ગયા.. કહ્યુ પણ, ‘ભાઈ, હું તો મયપુરી નો રહેવાસી નથી.. મારા પર તમારી નગરી ના કાનૂન લાગુ નથી થતા.. મારે શા માટે બળવુ પડશે.’ લોકો ન માન્યા, કહ્યુ, ‘તમારી પત્ની સાથે તમારે પણ ચિતા માં બળવુ પડશે.. મરવુ પડશે.. તે જ અહીં નો નિયમ છે’.
આખરે સુદામા એ કહ્યુ, ‘સારુ ભાઈ, ચિતા માં બળવા પહેલા મને સ્નાન કરી લેવા દો..’ લોકો માન્યા નહીં.. પછી તેમણે હથિયારબંધ લોકો ની ડ્યુટી લગાવી દીધી.. સુદામા ને સ્નાન કરવા દો.. જોજો ક્યાંય ભાગી ન જાય.. સુદામા રોઈ ઉઠતા.

સુદામા એટલા ડરી ગયા કે તેના હાથ-પગ ધ્રુજવા લાગ્યા.. તે નદી માં ઉતર્યા.. ડૂબકી લગાવી.. અને પછી જેવા બહાર નીકળ્યા… તેણે જોયુ, માયાનાગરી ક્યાંય નથી, કિનારા પર તો કૃષ્ણ હજુ તેનુ પીતાંબર જ પહેરી રહ્યા હતા.. અને તે એક દુનિયા ફરી આવ્યા હતા.

મોત ના મોં થી બચીને બહાર નીકળ્યા હતા.. સુદામા નદી થી બહાર નિકળા. શ્રીકૃષ્ણ હેરાન થયા.. બધુ જાણતા હતા.. તો પણ અજાણ બની ને પૂછ્યુ, “સુદામા તમે કેમ રડી રહ્યા છો?” સુદામા એ કહ્યુ, “કૃષ્ણ મેં જે જોયુ છે, તે સત્ય હતુ કે આ જે હું જોઈ રહ્યો છું.”

શ્રીકૃષ્ણ હસ્યા, કહ્યુ, “જે જોયુ, ભોગવ્યુ તે સત્ય ન હતુ. ભ્રમ હતો.. સ્વપ્ન હતુ.. માયા હતી મારી અને જે તમે હવે મને જોઈ રહ્યા છો… તે જ સત્ય છે.. હું જ સત્ય છું.. મારા થી અલગ, જે પણ છે, તે મારી માયા જ છે.
અને જે મને જ સર્વત્ર જોય છે, મહેસૂસ કરે છે, તેને મારી માયા સ્પર્શ નથી કરતી. માયા સ્વયં નુ વિસ્મરણ છે.. માયા અજ્ઞાન છે, માયા પરમાત્મા થી અલગ… માયા નર્તકી છે.. નાચે છે.. નચાવે છે..

પરંતુ જે કૃષ્ણ થી જોડાયેલુ છે, તે નાચતા નથી.. ભ્રમિત નથી થતા.. માયા થી નિર્લેપ રહે છે, તે જાણી જાય છે, સુદામા પણ જાણી ગયા હતા.. જે જાણી ગયા તે શ્રીકૃષ્ણ થી અલગ કેવીરીતે રહી શકે છે!!!

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here