શનિદેવની પૂજા કરીને ધનની પ્રાપ્તિ કરવા માંગો છો? તો તેમની પૂજામાં આ વાતોનું ખાસ ધ્યાન રાખજો…

0

શનિદેવને બધા ગ્રહોમાં સૌથી કઠોર અને ક્રોધિત માનવામાં આવે છે. શનિદેવ વિષે આજે ઘણીબધી ખોટી માન્યતા ફેલાઈ રહેલ છે. ઘણા એવા લોકો હશે જે હંમેશા એવું માનતા હોય છે કે શનિદેવ હંમેશા અહિત જ કરે છે, પણ એવું નથી. શનિદેવને કર્મના દેવતા કહેવામાં આવે છે. તેઓ લોકોને તેમના દ્વારા કરવામાં આવતા કર્મોના પ્રમાણમાં દંડ આપતા હોય છે. જે વ્યક્તિ ક્યારેય કોઈનું ખરાબ નથી કરતા તેમની સાથે શનિદેવ ક્યારેય ખરાબ કરતા નથી અને ખરાબ થવા પણ દેતા નથી.જયારે કોઈ વ્યક્તિ એ ખરાબ કર્મ કરે છે ત્યારે શનિદેવ એ તેને આકરો દંડ આપે છે. પછી એ વ્યક્તિને શનિદેવના પ્રકોપથી કોઈ બચાવી શકતું નથી. તો બીજી તરફ જયારે કોઈ પર શનિદેવની કૃપા દ્રષ્ટી રહી તો કોઈપણ એ વ્યક્તિનું અહિત કરી શકતા નથી. શનિદેવ એ કોઈપણ પ્રકારના ભેદભાવ વગર નિણર્યકર્તા માનવામાં આવે છે. તેઓ કોઈનો પણ પક્ષ લેતા નથી અને સારા કર્મનું સારું ફળ અને ખરાબ કર્મનું ખરાબ ફળ આપે છે.શનિદેવની પૂજા શનિવારના દિવસે કરવામાં આવે છે. જે પણ વ્યક્તિ શનિદેવની પૂજા કરે છે તેમના જીવનમાં ક્યારેય કોઈપણ વસ્તુની કમી થતી નથી. જેમ બધા દેવી અને દેવતાઓની પૂજા કરવાના અમુક નિયમ હોય છે એવીરીતે શનિદેવની પૂજા કરવા માટેના પણ કેટલાક નિયમ છે. જે પણ વ્યક્તિ આ નિયમોને પૂજા કરતી સમયે ધ્યાનમાં નથી રાખતા તેમને શનિદેવના ગુસ્સાનો ભોગ બનવો પડે છે. એટલા માટે શનિદેવની પૂજા કરતા સમયે અમુક ખાસ વાતોને ધ્યાનમાં રાખવી જોઈએ. તેમની પૂજા કરતા સમયે ભૂલથી પણ આ ભૂલ કરવી જોઈએ નહિ.શનિદેવની પૂજા કરતા સમયે એક વાત ક્યારેય ભૂલવી જોઈએ નહિ કે શનિદેવની મૂર્તિની સામે પૂજા ક્યારેય કરવી નહિ. આ શનિદેવને પસંદ નથી એટલા માટે શનિદેવની પૂજા હંમેશા એ મંદિરમાં જ કરવી જ્યાં મૂર્તિ નહિ પણ શનિદેવની શીલા મુકેલી હોય. આની સાથે શનિદેવની આરાધના એ તેમના પ્રતિક સમાન પીપળાની પણ પૂજા કરવી જોઈએ. શનિદેવની પૂજા હંમેશા શનિવારના દિવસે જ કરવી જોઈએ. કોઈપણ આડા દિવસે શનિદેવની પૂજા કરવી જોઈએ નહિ.શનિવારના દિવસે પીપળાના મૂળમાં જળ ચઢાવવું જોઈએ. આની સાથે શનિદેવને ખુશ કરવા માટે પીપળાના ઝાડ પાસે સરસોના તેલનો દીવો કરવો જોઈએ. શનિવારની સાંજે ગરીબોને ભોજન કરાવવાથી શનિદેવની કૃપા મળે છે આમ કરવાથી શનિદેવ ખુશ થાય છે. જો તમે આવી રીતે જ શનિદેવની પૂજા અને આરાધના કરો છો તો તેમની કૃપા હંમેશા તમારી પર રહેશે. તમારા જીવનમાં ક્યારેય કોઈ દુઃખ આવશે નહિ. તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here