ગમે તેટલો જૂનો સાંધાનો દુખાવો થઇ જશે દૂર, આ રહ્યો રામબાણ ઈલાજ, વાંચો ઘરેલુ નુસખા વિશે…

0

શિયાળામાં હાડકા ના સાંધા ના દુઃખાવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ખાસકરીને વધતી ઉંમરના લોકો માં આ સમસ્યા વધારે જોવા મળે છે. સાંધા નો દુઃખાવો શરીર ના કોઈપણ ભાગમાં થઇ શકે છે. આ દુખાવો ઘૂંટણો, કોણી, ગરદન વગેરે માં થઇ શકે છે. લાંબા સમય સુધી કોઈ એક જગ્યા પર બેસવાથી કે મુસાફરી કરવાથી પણ ઘૂંટણો અકડાઈ જાય છે અને દુઃખાવો થવા લાગે છે.સાંધામાં દુઃખાવો થવાનું કારણ આજકાલ ની ખાણી-પીણી હોઈ શકે છે કે પછી હાડકામાં મિનરલ્સ ની ખામી અને વધતી ઉંમર પણ તેનું કારણ હોઈ શકે છે.સાંધા ના દુઃખાવાના લક્ષણ:
ઉભા રહેવા, ચાલવા ના સમયે દુઃખાવો, સોજો અને અકડાઈ જવું, ચાલવાના સમયે સાંધાઓ માં અડચણ આવવી, સવારના સમયે સાંધાઓ માં દુઃખાવો થવો.

સાંધાઓ ના દર્દ નો ઈલાજ:
સાંધાઓના દુઃખાવા ને ઠીક કરવા માટે તમે અમુક ઘરેલુ નુસ્ખા અપનાવી શકો છો જેનાથી તમને જલ્દી જ રાહત મળશે.

સામગ્રી:
10 ગ્રામ-કાળી અડદ ની દાળ, 4ગ્રામ-આદુ પીસેલું, 2 ગ્રામ-કપૂર પીસેલું, 50 મિલી રાઈ નું તેલબનાવની રીત:
કાળી અડદ ની દાળ, આદુ, કપૂર ને રાઈ ના તેલ માં 5 મિનિટ સુધી ગરમ કરો અને પછી તેને ગાળી લો. આ નવશેકા તેલ થી સંધાઓનું મસાજ કરો. જલ્દી જ સાંધાઓના દુઃખાવાથી રાહત મળી જાશે. આવું દિવસમાં 2 થી 3 વાર કરો.તેના સિવાય તમે આ નુસખાઓ ને પણ કરી શકો છો.
1.જામફળ ના 4 થી 5 પાન ને પીસીને તેમાં થોડું સંસર ભેળવીને રોજ ખાઓ. તેનાથી દુઃખાવાથી રાહત મળશે.
2.સંચર ને તલ ના તેલ માં ગરમ કરો અને ઠંડુ થવા પર તે જ તેલ થી સાંધાઓ ની માલિશ કરો. 3.ગાજર ને પીસીને તેમાં થોડો લીંબુ નો રસ ભેળવીને રોજ ખાવું જોઈએ.

4.દુઃખાવા વાળી જગ્યા પર એરંડી નું તેલ લગાડીને, ઉકાળેલા બિલિપત્ર ના ઝાડ ના ગરમ ગરમ પાન ને દુઃખાવા વાળી જગ્યા પર બાંધી લો તેનાથી પણ તરત જ રાહત મળશે.

5.બે ચમચી મધ અને એક નાની ચમચી તજ ના પાઉડર ને સવાર સાંજ એક ગ્લાસ નવશેકા પાણી સાથે લો. 6.સવારના સમયે સૂર્ય નમસ્કાર અને પ્રાણાયામ કરવાથી પણ સાંધાઓ ના દુઃખાવાથી છુટકારો મળશે.

7.એક ચમચી મેથી ના બી રાતે પલાળીને મૂકી દો.સવારે આ પાણી કાઢી લો અને મેથી ના બી ને સારી રીતે ચાવીને ખાઈ લો.

8.ગઠિયા ના રોગી એ 4 થી 6 લીટર પાણી પીવાની આદત પાડવી જોઈએ. તેનાથી યુરિન દ્વારા યુરિક એસડી બહાર નીકળી જાશે.

9.જો કે તમે ડોકટર ની મદદ લઈને આ નુસખા ને અપનાવી શકો છો.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ . “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here