1 અઠવાડિયા સુધી એક વસ્તુ ને ઉમેરી ને લગાડો નારિયેળ તેલ , સફેદ વાળ હંમેશા માટે થઈ જશે કાળા

0

ઘણા લોકો ના વાળ સમય પેહલા જ સફેદ થવા લાગે છે. એ આ સમસ્યા થી પરેશાન થઈ ને અલગ અલગ પ્રકાર ના પ્રયોગ કરે છે પણ પરિણામ કાંઈ આવતું નથી. અંતે થાકી ને એ કેમિકલ ડાઇ કે પછી હેયર કલર નો ઉપયોગ કરે છે , જે વાળ ને નુકશાન પહોંચાડે છે. સમય પેહલા વાળ સફેદ થવા ની સમસ્યા ને આપણે premature aging કહીએ છીએ. વાળ સફેદ થવા બે મુખ્ય કારણ હોય છે. પહેલું પ્રદુષણ અને બીજું આપણા શરીર માં પોષક તત્વો ની ખામી.
એના સિવાય શેમ્પુ નો વધુ પ્રયોગ કરવો , તણાવ માં રહેવું અને જીવનશૈલી નું પણ આપણા વાળ ઉપર નકારાત્મક પ્રભાવ પડે છે. આજે અમે તમારા વાળ ને સફેદ થી કાળા કરવા માટે એક સહેલો અને ઘરેલુ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. એમના ઉપયોગ થી થોડા મહિના માં જ તમારા સફેદ વાળ ધીરે ધીરે કાળા થવા ના શરૂ થઈ જશે. એને બનવવા માટે જોઈએ થોડું નારિયળ તેલ અને થોડા કરી પત્તા . જણાવી દઈએ કે કરી પત્તા માં આયરન ની માત્રા અધિક હોય છે. જે વાળ ને સફેદ થતા બચાવે છે.

એના સિવાય એ ડેન્ડ્રફ ને પણ દૂર ભગાવવા માં મદદ કરે છે.એના થી વાળ મજબૂત બને છે.અહીંયા નારિયળ નું તેલ ફ્રીઝી અને ડ્રાઇ વાળો ને મોસચરાઈઝ કરવા માં મદદ કરે છે. ચાલો જાણીએ એને વાપરવા ની રીત.

સૌથી પહેલા એક પૈન લો અને અને એમાં એક કપ નારિયળ તેલ નાખી દો. હવે તેમાં 20-25 કરી પત્તાઓ નાખી લો. બંને ઉમેરી ને સારી રીતે ઉકાળી લો. જ્યારે એ થોડા સમય માટે ઊકળી જાય તો એને બંધ કરી દો. હવે એને ઠંડુ થવા દો. ઠંડુ થવા પર તમારા વાળ ના સ્કૈલ્પ માં સારી રીતે લગાવો. વાળ ને નાના નાના સેક્શન માં ડીવાઇડ કરી ને એને સ્કૈલ્પ ઉપર લગાવો. ઓછા માં ઓછું એક કલાક માટે એને રહેવા દો. એક કલાક પછી શેમ્પુ અને કન્ડિશનર થી વાળ ને સારી રીતે ધોઈ લો.
થોડા મહિનાઓ માટે એને અઠવાડિયા માં બે વખત એ કરો. થોડા સમય માં જ તમે જોશો કે સફેદ વાળ ધીરે ધીરે કાળા થવા ના શરૂ થઈ જશે અને સફેદ વાળ ની ગ્રોથ અટકી ગઈ હોય છે.

એના સિવાય વેસલીન ના ઉપયોગ થી પણ સફેદ વાળ ને કાળા કરી શકાય છે. એના માટે આપણે 3 વસ્તુઓ ની જરૂર પડશે એલોવેરા જેલ , વેસલીન અને વિટામિન E કેપશુલ. કેવી રીતે થશે એનો ઉપયોગ.

સૌથી પહેલા તમે એક કટોરી માં એક ચમચી વેસલીન લો. જો તમારા વાળ વધુ લાંબા છે તો બે ચમચી વેસલીન લો. હવે એમાં 1 ચમચી એલોવેરા જેલ નાખી દો. બંને ની માત્ર બરાબર હોવી જોઈએ. હવે તેમાં વિટામિન E કેપશુલ નું ઓયલ કાપી ને નાખી દો. એક જ વિટામિન E ની કેપસુલ લો. જો મિશ્રણ વધુ બની ગયું હોય તો 2 કેપસુલ નો ઉપયોગ કરો.હવે એ ત્રણ વસ્તુઓ ને સારી રીતે ભેળવી દો. આ મિશ્રણ ને તમારા વાળ ધોતા પેહલા તમારા વાળ ઉપર લગાવી શકો છો. સૌથી પહેલા વાળ માં સારી રીતે દાંતીયો ફેરવી દો.

એના પછી આંગળીઓ માં ટેરવા નો ઉપયોગ કરી ને વાળ ની જડ સુધી મિશ્રણ ને લગાવો ,અને ધીમે હાથે મસાજ કરો. એને 1 કલાક સુધી રહેવા દો. 1 કલાક પછી વાળ ને શેમ્પુ થી ધોઈ લો. આને તમે અઠવાડિયા માં 2 વખત ઉપયોગ કરી શકો છો.થોડા જ ઉપયોગ પછી તમને તમારા વાળ માં ફરક નજર આવવા લાગશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!