ભાડા પર લીધેલી જમીન માંથી નીકળ્યો કરોડો નો હીરો, રાતોરાત પલટાઈ ગયુ ગરીબ મજુર નું ભાગ્ય…વાંચો પુરી વિગત

0

કહેવાય છે કે કિસ્મત ક્યારે પલટાઈ જાય કોઈ કહી ના શકે અને ક્યારે વ્યક્તિ ફર્શ થી અર્શ પર પહોંચી જાય તેનો અંદાજો પણ લગાવી ના શકાય. એવું જ કંઈક મધ્યપ્રદેશ ના ફેમસ જિલ્લા પન્ના જિલ્લા ની હીરાની ખાણ માં એક મજુર ની સાથે થયું છે અને જાણે કે રાતોરાત તેનું ભાગ્ય જ ચમકાઈ ગયું હતું.

પ્રાપ્ત જાણકારી ના અનુસાર મજુર જેનું નામ મોતીલાલ પ્રજાપતિ છે, અને તેને 42.59 કૈરેટ નો કિંમતી હીરો મળ્યો છે, જણાવી દઈએ કે આ ખાણ માંથી મળેલો અત્યાર સુધીનો બીજી સૌથી મોટો હીરો માનવામાં આવ્યો છે.
અધિકારીઓના આધારે આ કિંમતી હીરો 1.5 કરોડ રૂપિયાથી 2.5 કરોડ રૂપિયા ની વચ્ચે હોવાનું અનુમાન છે. તેની પહેલા વર્ષ 1961 માં 44.55 કૈરેટ નો સૌથી મોટો અને કિંમતી હીરો મળ્યો હતો.પન્ના-હીરા કાર્યાલયે જણાવ્યું કે જિલ્લા માં કૃષ્ણા કલ્યાણપૂર ગામની પાસે ખદાન ની જમીન નો એક હિસ્સો એક મહિના પહેલા ખદાન મજુર મોતીલાલ પ્રજાપતિ એ લીધો હતો અને કદાચ મોતીલાલ ખુદ નહીં જાણતા હશે કે તેની કિસ્મત માં કંઈક આવું થશે.
જેવો જ મોતીલાલ ને આ હીરો મળ્યો, તે પોતાના સાથી અધિકારી કાર્યાલય માં પહોંચ્યા અને હીરા ને જમા કરાવા માટે પહોંચ્યા. કાર્યાલયએ અધિકારીઓ ના આધારે આ હીરાની નીલામી આગળની જાન્યુઆરી માં યોજવામાં આવશે.
આ હીરો જેટલી રકમમા નીલામ કરવામાં આવશે તેટલી ધનરાશી માંથી સરકાર રૉયલ્ટી તથા જીએસટી કાપીને વધેલી રકમ મોતીલાલ ને આપવામાં આવશે. એટલે કે નક્કી છે હવે મોતીલાલ ના દિવસો પણ બદલાઈ જાવાના છે.
આગળના વર્ષ ડિસેમ્બર માં એક ખેડૂત ને અહીં સરખોહા ગામમાં ખેતર માં હળ ચલાવાના સમયે 12.58 કૈરેટ નો હીરો મળ્યો હતો, જેનું અનુમાનિત મૂલ્ય લગભગ 30 લાખ રૂપિયા હતું.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here