મરવાની સાથે અધૂરા રહી ગયા હતા રાવણ ના આ 7 કામ, નહીંતર આજે સ્વગઁ થી પણ વધારે સુંદર હોત…..

1

ધર્મ ગ્રંથો ના અનુસાર, ભગવાન રામ એ રાવણ નું વધ કર્યું હતું અને ખરાબીઓ પર સારાપણા ની જીત મેળવી હતી. એ વાતતો દરેક કોઈ જાણે જ છે દેવતાઓને પરાજિત કરનારો રાવણ મહાપંડિત અને મહાજ્ઞાની હતો, પણ રાવણની સૌથી મોટી કમજોરી તેનો અહંકાર-બળ હતું જેના દમ પર તે ખુદને ભગવાન માનવા લાગ્યો હતો અને ઈશ્વર ના બનાવેલા નિયમોને પણ બદલવા માગતો હતો. માટે તે પોતાને દરેક કોઈથી અલગ અને બેસ્ટ માનતો હતો. જો રાવણે માતા સીતા નું હરણ ના કર્યું હોત અને ભગવાન રામના હાથે મારવામાં ન આવ્યો હોત તે જીવિત રહેવા પર આ 7 કામ ચોક્કસ કરતો. એવામાં મરવાની સાથે જ રાવણ ના આ 7 કામ અધૂરા રહી ગયા હતા.

1. રાવણ પોતાના સમયમાં સ્વર્ગમાં એક સિઢી બનાવા માગતો હતો. તે ઈચ્છતો હતો કે દરેક વ્યક્તિ સ્વર્ગ જાય માટે જ તે ધરતી થી લઈને સ્વર્ગ સુધીની સિઢીઓ નું કામ શરૂ કરી ચુક્યો હતો. પણ જ્યા સુધી તે બનીને તૈયાર ના થઇ જાય તેની પહેલા તો તેનું વધ થઇ ગયુ.
2. રાવણ સમુદ્ર ના ખારા પાણીને પણ મીઠું કરવા માંગતો હતો. રાવણ જાણતો હતો કે આવનારા સમયમાં ધરતી પર પાણીની સમસ્યા વધવાની છે અને એવામાં જો સમુદ્ર નું પાણી પીવા લાયક બની જાશે તો ક્યારેય પણ પાણીની સમસ્યા નહિ આવે.

3. રાવણ સોના(ગોલ્ડ) માં પણ સુગંધ લાવવા માગતો હતો. રાવણે ને સોનાથી ખુબ જ પ્રેમ હતો ત્યારે જ તો તેમણે પોતાની લંકા સોનાની બનાવી હતી.

4. રાવણ પોતે જ કાળો હતા, પણ તે રંગભેદ ને ખતમ કરવા માગતો હતો માટે તે દરેક કોઈને રૂપાળા-સફેદ જ જોવા માગતો હતો જેને લીધે કોઈપણ કાળા રંગ ને લીધે મજાકના પાત્ર ના બને.5. રાવણ લોહીના લાલ રંગ ને પણ પણ સફેદ બનાવવા માગતો હતો માટે જો કોઈ કોઈની હત્યા કરે તો કોઈને શંકા પણ ના થઇ શકે.

6. રાવણ ઈચ્છતો હતો કે મદિરા(દારૂ)ગંધહીન બની જાય જેને લીધે દરેક કોઈ તેના સ્વાદ ને ચાખી શકે. જણાવી દઈએ કે રાવણ ને મદિરા થી ખુબ જ લગાવ હતો પણ તેની ગંધ તેને પસંદ ન હતી.7.રાવણ ઈચ્છતો હતો કે સંસાર માં દરેક કોઈ ભગવાન ની પૂજા કરવાનું બંધ કરી દે, અને માત્ર રાવણ ની જ પૂજા કરે પણ તેનું આ સપનું તેના મૃત્યુ ની સાથે તૂટી ગયું.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here