રાત્રે ફક્ત 2 એલચી ખાઈને પીવો એક ગ્લાસ ગરમ પાણી અને પછી જુવો ચમત્કાર

0

એલચી દેખાવમાં જેટલી નાની હોય છે, એટલી જ મોટી એ એના ગુણોમાં હોય છે. એલચી ન માત્ર ખાવામાં સ્વાદ વધારે છે, પણ એક ઔષધિ તરીકે પણ કામ આવે છે. એલચી દરેક ભારતીયના ઘરમાં જોવા મળે છે. એપચીના સ્વાસ્થ્ય માટે ઘણા બધા ફાયદા છે. નાનકડી એલચીનો ઉપયોગ સુગંધ અને સ્વાદ માટે કરવામાં આવે છે. આજે અમે આપને એલચી ખાઈને ગરમ પાણી પીવાના ફાયદા વિશે જણાવીશું.

જો આપણે રાત્રે સુતા પહેલા 2 એલચી ગરમ પાણી સાથે લઈએ તો કયા કયા ફાયદા થાય છે અને એલચીના ઉપયોગ દરમિયાન કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. સૌપ્રથમ જાણીએ એલચીના ફાયદા વિશે.

ગુણ

એલચી કફ, ખાંસી, બવાસીર અને મૂત્રના વિકારોનો નાશ કરે છે. આ મનને પ્રસન્ન કરે છે. હૃદય અને ગળાની મલિનતા દૂર કરે છે. ઘવાયેલા ભાગને શુદ્ધ કરે છે. હૃદયને બળવાન બનાવે છે. માનસિક ઉન્માદ, ઉલટી અને બેચેનીને દૂર કરે છે. મોઢાની દુર્ગંધને દૂર કરીને સુગંધિત કરે છે અને પથરીને તોડે છે. મોટી એલચીના ગુણ પણ નાની એલચી જેટલા જ હોય છે. પીળીયો, અપચો, છાતીમાં બળતરા, મૂત્રવિકાર, પેટનો દુખાવો, હેડકી, પથરી, ઘૂંટણનો દુખાવો અને દમ જેવા રોગોમાં એલચીનું સેવન લાભકારી હોય છે.

જો બે એલચી ખાઈને ગરમ પાણી પીવામાં આવે તો આપણને કબજિયાત નથી થતી અને પાચનશક્તિ પણ વધે છે. પાચનક્રિયા ઠીક થવાથી કબજિયાતની સમસ્યા ઠીક થઈ જાય છે. જો તમને કબજિયાતની સમસ્યા છે તો દરરોજ બે એલચી ગરમ પાણી સાથે લો.

નાની એલચી ખાવાથી વર્ય ઘટ્ટ થાય છે. રાત્રે સુતા પહેલા બે એલચી ગરમ પાણી સાથે લેવાથી જે વ્યક્તિનું વર્ય પાતળું હોય એનું વર્ય ઘટ્ટ થાય છે અને વર્યના બધા જ વિકારો દૂર થાય છે. એલચી ખીલ માટે પણ ઉપયોગી છે અને જેના વાળ ખરતાં હોય એ માટે પણ ઉપયોગી છે.

વિભિન્ન રોગોમાં ઉપચાર

સ્વપ્નદોષ

આંબળાના રસમાં એલચીના બે દાણા અને ઈસબગુલ બરાબર માત્રામાં ભેળવીને સવાર સાંજ લેવાથી સ્વપ્નદોષમાં ફાયદો થાય છે.

આંખોમાં બળતરા કે ધૂંધળું દેખાવા પર

એલચીના દાણા સાથે ખાંડને બરાબર માત્રામાં પીસી લો. ત્યારબાદ 4 ગ્રામ ચૂર્ણમા એરંડાનું ચૂર્ણ નાખીને સેવન કરો. આનું સેવન કરવાથી મગજને ઠંડક મળે છે અને આંખોની બળતરા દૂર થાય છે. સાથે સાથે આંખોનું તેજ પણ વધે છે.

રક્તપ્રદર અને બવાસીર

એલચીના દાણા સાથે કેસર, જાયફળ, નાગકેસર, શંખજીરુને બરાબર માત્રામાં ભેળવીને એક ચૂર્ણ બનાવી લો. આ 2 ગ્રામ ચૂર્ણમાં, 2 ગ્રામ મધ અને 6 ગ્રામ ઘી ભેળવીને સેવન કરો. આને દરરોજ સવાર સાંજ ચૌદ દિવસ માટે સેવન કરવું જોઈએ. રાત્રે આનું સેવન કરીને પાંચસો ગ્રામ દૂધ ગરમ કરીને એમાં ખાંડ નાંખીને સુઈ જાઓ. આવું કરવાથી રક્તપ્રદર અને બવાસીરમાં ફાયદો થશે. ધ્યાન રાખો કે ત્યાં સુધી ગોળ કે અન્ય ગરમ ચીજો ન ખાવો.

કફ

એલચીના દાણા સાથે સંચળ મીઠું, મધ અને ઘી મિક્સ કરીને સેવન કરવાથી કફમાં રાહત થાય છે.

વીર્પુષ્ટિ

એલચીના દાણામાં જાવિત્રી, બદામ અને ગાયનું માખણ મિક્સ કરીને દરરોજ સવારમાં સેવન કરવાથી વર્ય મજબૂત બને છે.

પેશાબમાં બળતરા

એલચીના દાણાને મધ સાથે ભેળવીને સેવન કરવાથી પેશાબમાં થતી બળતરા દૂર થાય છે.

ઉદાવર્ત રોગ

થોડીક એલચીને ઘીના દિવા પર શેકીને ચૂર્ણ બનાવીને સેવન કરવાથી ફાયદો થાય છે.

મોઢાના રોગ

એલચીના દાણાની ચૂર્ણને, શેકેલી ફટકડીની ચૂર્ણ સાથે મિક્સ કરીને મોઢામાં રાખી લાળ પાડીને અને ત્યારબાદ ચોખ્ખા પાણીથી મોઢું ધોવાથી મોઢાના રોગ દૂર થાય છે.

બધા જ પ્રકારના દુખાવામાં

એલચીના દાણામાં હિંગ, ઇન્દ્રજવ અને સંચળ મીઠું નાખીને ઉકાળો બનાવીને, એરંડાના તેલમાં મિક્સ કરીને સેવન કરવું જોઈએ. આનાથી કમર, પેટ, નાભિ, પીઠ, કાન અને આંખમાં થતો દુખાવો તરત મટી જાય છે.

બધા જ પ્રકારના તાવમાં

એલચી, બેલ અને વિસખપરાને દૂધ અને પાણીમાં મિક્સ કરીને ઉકાળો અને ખાલી દૂધ બચે ત્યાં સુધી ઉકાળો અને ઠંડુ થઈ જાય ત્યારે ગાળીને પીવાથી બધા જ પ્રકારના તાવમાં રાહત થાય છે.

કફ-મૂત્રકૃછ

ગૌમૂત્ર, મધ કે કેળાના પાનનો રસ, આ ત્રણ માંથી એકને એલચીના ચૂર્ણ સાથે મિક્સ કરીને સેવન કરવાથી લાભ થાય છે.

ઉલટી

એલચીની છાલને બાળીને મધમાં મિક્સ કરીને સેવન કરવાથી ઉલટીમાં રાહત થાય છે.

ચોથા ભાગની એલચીની ચૂર્ણને દાડમના જ્યુસ સાથે લેવાથી ઉલટી તરત બંધ થાય છે.

કોલેરા

5-10 ટીપાં એલચીનો રસ ઉલટી, કોલેરામાં લાભકારી છે.

10 ગ્રામ એલચીને એક લીટર પાણીમાં ઉકાળો અને 250 મી.લી પાણી રહી જાય ત્યાં સુધી ઉકાળો અને થોડી થોડીવારમાં આ પાણી પીવું જોઈએ. આવું કરવાથી કોલેરાનો પ્રભાવ પણ ઓછો થાય છે અને પાણીની કમી પણ દૂર થાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here