મથુરાના વૃંદાવનમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અક્ષય પાત્ર ફાઉન્ડેશનના કાર્યક્રમમાં સોમવારે બાળકોને મળ્યા. આ સમય દરમિયાન, વડાપ્રધાન મોદીએ શાળાના બાળકોની ભોજન પીરસ્યું અને તેમની સાથે બેસીને ભોજન કર્યું. આટલું જ નહિ, કાર્યક્રમમાં વડાપ્રધાને બાળકો સાથે મજાક-મસ્તી પણ કરી હતી. વડાપ્રધાન મોદીએ એક વિડીયો શેર કર્યો હતો જે હાલ વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં, એક બાળકી વડાપ્રધાનને કહે છે કે ‘અમે સવારે ખાઈને આવ્યા છીએ.’
ખરેખર, વડાપ્રધાન મોદી એક બાળકી સાથે વાત કરી રહયા હતા, અત્યારે દોઢ વાગ્યો છે, ખાવાનું તો 12 વાગે મળવું જોઈતું હતું ને! મોડું કર્યું વડાપ્રધાને, તમારું જમવાનું મોડું થઇ ગયું, હે ને? આના પર બાળકીએ એવો જવાબ આપ્યો કે ત્યાં બેસેલા બધા જ બાળકો હસવા લાગ્યા. છોકરીએ કહ્યું, ‘અમે સવારે ખાવાનું ખાઈને આવ્યા હતા.’ વડાપ્રધાન મોદીએ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરતા કહ્યું, “બાળકો સાથે સારી વાતચીત થઇ, ભોજન મોડું કરવા પર તેમને ખોટું નથી લાગ્યું.”
View this post on Instagram
Had a good conversation with the children. They didn’t mind the late lunch 🙂 #AkshayPatra
કાર્યક્રમ દરમ્યાન પીએમ મોદીએ કહ્યું, “આ સુરક્ષાના ત્રણ પાસા છે – ખાનપાન, રસીકરણ અને સ્વચ્છતા.” હવે, બદલાયેલ સંજોગોમાં પોષણ સાથે, બાળકોને પર્યાપ્ત અને સારી ગુણવત્તાયુક્ત ખોરાક આપવામાં આવે, એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. મોદીએ કહ્યું કે સ્વાસ્થ્યનો સીધો જ સંબંધ પોષણ સાથે છે. જો આપણે પોષણના અભિયાનને દરેક માતા સુધી પહોંચાડવામાં સફળ થયા તો કેટલાય જીવન બચી જશે. આ વિચાર સાથે અમારી સરકારે ગયા વર્ષે રાજસ્થાનના ઝુંઝનુંથી દેશભરમાં રાષ્ટ્રીય પોષણ મિશનની શરૂઆત કરી હતી.
પીએમ મોદીએ કહ્યું કે જયારે બાળકોના સ્વાસ્થ્યની વાત થતી હતી તો માના દુઃખ અને તકલીફોને અવગણી કાઢવામાં આવતી હતી, પરંતુ હવે આ સ્થિતિને બદલવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગૌમાતાના દૂધનું કરજ આ દેશના લોકો નહિ ચૂકવી શકે. ગાય આપણી સંસ્કૃતિ અને પરંપરાનો મહત્વનો ભાગ રહી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks
