પત્ની ની સામે અભિષેક બચ્ચને કરિશ્મા ની સામે કર્યો આવો વર્તાવ, બહેનને વચ્ચે આવીને સંભાળવું પડ્યું, જાણો સમગ્ર મામલો….

બોલીવુડમાં સલમાન ખાન અને ઐશ્વર્યા રાઈ બચ્ચન નું બ્રેકઅપ ફેમસ છે, તેવી જ રીતે અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂર ની સગાઈ તૂટવાની પણ ખુબ ચર્ચા થઇ હતી. સગાઈ તૂટયા પછી બંને એ એક બીજા ને અનદેખ્યું કરવાનું શરૂ કરી દીધું હતું. હાલમાં જ શ્વેતા બચ્ચને પોતાનું એક ક્લેદિંગ બ્રાન્ડ શરૂ કર્યું છે. જેની લોન્ચિંગ માં શ્વેતા અને પૂરું બચ્ચન પરિવાર શામિલ થયું હતું. શ્વેતા એ મોટા મોટા સેલિબ્રિટીઝ ની સાથે સાથે કરિશ્મા કપૂર ને પણ ઇન્ગોરેશનમાં આમન્ત્રિત કરી હતી. કરિશ્મા બ્લેક શિમર નું સૂટ પહેરીને ઇવેન્ટ માં પહોંચી હતી.  અભિષેક આ ઇવેન્ટ માં પત્ની ઐશ્વર્યા ની સાથે પહોંચ્યા હતા. જયારે તે બંને મીડિયા ને પોઝ આપી રહયા હતા તો કરિશ્મા સામે જ ઉભી હતી પણ અભિષેકે તેને ઇગ્નોર કર્યા અને ઐશ ને લઈને ચાલ્યા ગયા. સાથે જ અભિષેક ની બહેન શ્વેતા, કરિશ્મા સાથે જાણે કે પહેલાની વિખુટી પડી ગયેલી દોસ્ત ની જેમ મળી. શ્વેતા એ કરિશ્મા ને ગળે લગાડી અને બંને ને સાથે મીડિયા ને પોઝ આપ્યા હતા. જયારે એશના આવવા પર શ્વેતા એ અમુક ખાસ પ્રતિક્રિયા આપી ન હતી. તેને લઈને સોશિયલ મીડિયા પર લોકોએ તેની મજાક પણ ઉડાવી હતી. યુઝર્સે કહ્યું કે શ્વેતા ને પોતાની ભાભી એશ કરતા વધુ કરિશ્મા સાથે દોસ્તી છે. કરિશ્માએ સુહાના ખાન, શનાયા કપૂર અને અનન્યા પાંડે ની સાથે પણ પોઝ આપ્યા હતા. કરિશ્મા સિવાય ઇવેન્ટ માં અમૃતા અરોરા, ગૌરી ખાન, આથીયા શેટ્ટી અને કિયારા અડવાણી પણ પહોંચ્યા હતા. આ સિવાય અમિતાબ બચ્ચન, નવ્યા નવેલી અને જયા બચ્ચન પણ પોતાના રોયલ અવતારમાં નજરમાં આવ્યા હતા. Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!