ધરતી પરનું સ્વર્ગ એટ્લે ‘પંચમઢી’ આ જગ્યા વિશે બધી જ માહિતી વાંચો ક્લિક કરીને

0

જ્યારે સમગ્ર સંસારમાં ભીડના અવાજમાં તમને ક્યાંય શાંતિ ન મળે ત્યારે તમે આ દુનિયાથી કંટાળી જાવ છો. ત્યારે તમારા મનમાં એક એવો વિચાર આવશે કે હું કોઈ એવી જગ્યા પર થોડા દિવસ ફરવા જાવ જ્યાં મને શાંતિ મળે ત્યાં ફરવા જાવ. ને તરત જ તમે એ જગ્યાની શોધમાં મગજને કામે લગાવી દો છો. કે એવું કયું સ્થળ જ્યાં મને શાંતિ મળશે ? સાચું ને ? તો જેવો પંચમઢીનો વિચાર આવશે કે તરત જ તમારુ મન પ્રફુલિત થઈ જશે.

એટ્લે આજે અમે તમને પંચમઢી લઈ જવાના છીએ. આવવું છે ને ? ધ્યપ્રદેશનના સ્વર્ગ તરીકે ઓળખતા પંચમઢી વિષે જાણીશું. પંચમઢી એક એવી જગ્યા છે કે જ્યાં તમે એક શાંત વાતાવરણમાં ભીડથી દૂર આનંદની અનુભુતી કરી શકો છો. અહીંનું વાતાવરણ તમને ખુશ કરી દેશે. ને દિલમાં તાજગી ભરી દેશે.. પંચમઢી ભારતનું હ્રદય કહેવાળા મધ્યપ્રદેશમાં આવેલ સતપુરા વચ્ચે આવેલ છે. સુંદર સ્થળોના કારણે તેને સતપુરાની રાણી પણ કહેવામાં આવે છે. સતપુડાની રાણી જંગલની પર્વત માળામાં શાનથી બિરાજમાન છે પંચમઢી.

તેને જોઈને એવું લાગે છે કે, પ્રકૃતિને જાણે એમ લાગી રહ્યું હોય કે, ભારતના હૃદય સમાન આ શાંત અને સુંદર પૃથ્વી પર પર્વતીય પ્રદેશમાં અભાવ છે. ને ત્યારે પ્રકૃતિએ પોતાના રંગો અહિયાં વેરવાનું ચાલુ કર્યું હશે. જેનાથી આ પૃથવી રંગીન બની ગઈ, અદભૂત નૈસર્ગિક સૌંદર્ય રૂપી એક એક અલંકારો ધારણ કરી પૃથ્વી શોભાયમાન થઈ ગઈ. અહિયાં આંખોને ઠંડક પહોચડતી ગ્રીનરી, અહીના પહાડો અને વાંકી ચૂકી ઘાંટીઑને જોઈને એની સુંદરતમાં મોહિત થઈ તમે ખુદને ભૂલી જશો. એટલું બધુ કુદરતનું મનમોહક રૂપ તમને અહિયાં જોઈ શકશો. ચાંદી જેવા ચમકતા અહીના ઝરણા ને આકાશ જેવી ચમકતી અહીની નદીઓની સુંદરતા પર તો તમે દિવાના બની જશો.

સાગર કિનારાથી આશરે 3550 ફૂટની ઊંચાઇએ આવેલું ખુબ સુંદર મધ્યપ્રદેશનું હિલ સ્ટેશન છે. એવું મનાય છે કે 1857મા બંગાળ લાંસરના કેપ્ટન જેમ્સ ફોર્સીથએ પંચમઢીને શોધ્યું હતું. આ સ્થળને બ્રિટિશે લશ્કરી છાવણીના રૂપમાં વિકસાવવામાં આવ્યું હતું. અહી અનેક સ્થળ પર બ્રિટિશ યુગની ઇમારતો અને ચચૅ જોવા મળે છે. અહીં સુંદર અને ગાઢ જંગલ, સતપુરા નેશનલ પાર્કના ભાગ હોવાના કારણે આટલા વિસ્તારમાં ગાઢ જંગલ છે.

અહીની સુંદર જગ્યાઓ : જટાશંકય,પાંડવ ગુફાઓ, અપ્સરા વિહાર, મહાદેવ ગુફા, પ્રિયદર્શિની પોઇન્ટ, સિલ્વર ધોધ, સતપુરા નેશનલ પાર્ક અને અન્ય …પહોચવા માટેનો રસ્તો :

પંચમઢી જવા માટે તમને પિપરીયા , ઇન્દોર, ભોપાલ, નાગપુર, હોશંગાબાદ, છિંદવાડાથી બસ મળી જશે.

રેલ્વે રૂટનું પંચમઢીથી આશરે 48 કિમી પર પિપરીયા રેલ્વે સ્ટેશન આવેલ છે. આ મુંબઇ-હાવડા માર્ગ પર આવેલું છે. અહીંથી તમે ટેક્સી અથવા બસ દ્વારા જઈ શકો છો.

વિમાન વ્યવસ્થા-

પંચમઢીથી આશરે 122 કિમી.અંતર દુર ભોપાલમાં રાજા ભોજ એરપોર્ટ નજીક છે, જ્યાંથી તમને દિલ્હી, મુંબઇ, ગ્વાલિયર, ઇન્દોર, રાયપુરની ફ્લાઇટ મળશે.

રહેવાની વ્યવસ્થા –

પ્રવાસન સ્થાનોમાંનું એક હોવાથી અહીં તમને નાની મોટી હોટેલ મળશે. અહીં જૈન, ગુજરાતી, પંજાબી, મરાઠી વાનગીઓ સરળતાથી તમને મળી જશે. તમને મધ્યપ્રદેશ પ્રવાસન હોટેલ્સ ઉપરાંત તમારા બજેટમાં પોસાય તેવી અનેક ખાનગી હોટેલ્સ મળશે.

તો પછી રાહ કોની જોવાની કરો પ્લાન પંચમઢી ફરવા જવાનો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here