અભિનેતા કોહલી સાથે થયું નેહા કક્ક્ડ નું બ્રેકઅપ, રડતા બોલી-”મેં તેને બધું જ આપ્યું અને બદલામાં મને શું મળ્યું?”

0

તું ખીંચ મેરી ફોટો, લડકી બ્યુટીફૂલ, કાર મૈં મ્યુઝિક બજા જેવા શાનદાર ગીત ને પોતાનો અવાજ આપનારી સિંગર નેહા કક્કડ હાલના દિવસોમાં જીવનના મુશ્કિલ સમય થી પસાર થઇ રહી છે.ત્રણ મહિના પહેલા શરૂ થયેલી  પ્રેમ કહાની નો અંત ખુબ જ જલ્દી આવી ગયો છે. પોતાના બ્રેકઅપ ના દર્દ થી નેહા બહાર આવી શકી નથી. એવામાં તે પોતાના રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ ના સેટ પર પણ પોતાના આંસુ ને રોકી શકી ન હતી.એવામાં એક સ્પર્ધકે એકે રોમેન્ટિક ગીત ગાયું અને તે રડવા લાગી હતી. જણાવી દઈએ કે નેહા કક્કડ ઇન્ડિયા આઇડલ શો ને જજ કરી રહી છે. હંમેશા ખુશ અંદાજ માં રહેનારી નેહા 13 ડિસેમ્બર ના રોજ સેટ પર તેના ચેહરા ની રોનક ગાયબ હતી, અને એક ઉદાસી છવાયેલી હતી. એવામાં રોમેન્ટિક સોન્ગ પર તે વધુ પડતી જ ભાવુક થઇ ગઈ હતી.

જણાવી દઈએ કે અભિનેતા હિમાંશ કોહલી ની સાથે નેહા રિલેશન માં હતી. ત્રણ મહિના પહેલા જ નેહા ને ઇન્ડિયન આઇડલ ના સેટ પર જ હિમાંશ એ પ્રપોઝ કર્યું હતું. બંને ચાર વર્ષ થી એક બીજાને ડેટ કરી રહ્યા હતા. જેના પછી બન્ને એકસાથે ઘણીવાર નજરમાં આવી ચુક્યા હતા, અને એક વીડિયોમાં પણ નજરમાં આવેલા છે. ‘ઓ હમસફર’ નો આ વિડીયો ને યુ-ટ્યુબ પર અનેક વાર જોવામાં આવ્યો હતો. આ ગીત માં નેહા અને હિમાંશ નો રોમાન્સ જોઈ શકાય છે. એવામાં આગળના દિવસોમાં તેનું બ્રેકઅપ થઇ ગયું અને નેહા તેનાથી ખુબ જ તૂટી ગઈ છે.

રિપોર્ટ અનુસાર,”વાસ્તવ માં નેહા કેમેરા ની સામે પોતાની ભાવનાઓ દેખાડવા માટે રીટેક નથી લેતી, પછી તે રડવાનું હોય કે હસવાનું, તે સ્વાભાવિક રૂપ થી જ બહાર આવી જાતું હોય છે, પણ ગુરુવારે થયેલી શૂટિંગ માં સ્થિતિ કઈક ઉલ્ટી જ હતી. ટિમ ને પરફેક્ટ મોમેન્ટ ને રેકોર્ડ કરવા માટે ઘણા રીટેક લેવા પડયા હતા, કેમ કે નેહા પોતાની ભાવનાઓ ને કાબુ માં રાખી શકતી ન હતી અને એવામાં રોમેન્ટિક ગીત ને લીધે તે જોર જોર થી રડવા લાગી હતી.

સોશિયલ મીડિયા પર ઉભરાઈ આવ્યું નેહા નું દુઃખ:

જણાવી દઈએ કે બંને એ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું પણ બંધ કરી દીધું છે. નેહા એ ઘણી સ્ટોરી શેયર કરીને પોતાના દુઃખ ને વર્ણવ્યું છે. નેહા એ લખ્યું કે,”મને નથી ખબર કે દુનિયામાં આવા ખરાબ માણસો પણ રહેતા હશે,બધું જ ગુમાવીને હવે હોંશ આવ્યો છે, પણ હવે શું થઇ શકે?” ”મને ખબર છે કે હું એક સેઈલીબ્રીટી છું અને આવું કઈક લખવાની મારી પાસે ઉમ્મીદ ના કરી શકાય પણ હું છું તો એક માણસ જ ને. આજે હું ખુબ જ તૂટી ગઈ છું એટલા માટે હું મારી લાગણીઓને કંટ્રોલ નથી કરી શકતી”.આ સિવાય બીજી પોસ્ટ માં તેમણે લખ્યું કે,”મને ખબર છે કે હવે બધા લોકો આ બાબત વિશે વાત કરવા લાગશે. લોકો મને જજ કરવા લાગશે. ખબર નથી લોકો શું કહેશે. અમુક તો એવું પણ કહેશે જે મેં કર્યું પણ નહિ હોય. પણ કોઈ વાંધો નથી બધું જ સાંભળવાની અને સહન કરવાની મને આદત થઇ ગઈ છે”.આ સિવાય નેહાએ એ પણ કહ્યું કે,માઇ તેને બધું જ આપ્યું છે અને બદલામાં મને શું મળ્યું?”

કોણ છે હિમાંશ કોહલી:

હિમાંશ કોહલી એ પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત દિવ્યા કુમાર ની ફિલ્મ યારિયાં થી કરી હતી. તેની પહેલા તે રેડિયો મિર્ચી પર આરજે હતા. તેના પછી તેમણે ટીવી શો ‘હમ સે લાઈફ’ મા અભિનયની શરૂઆત કરી હતી.

ડીલીટ કરી હિમાંશ ની તસ્વીરો:

નેહા એ ઇન્સ્ટાગ્રામ થી હિમાંશ ની સાથે ની તસ્વીરો ને હટાવી દીધી છે. અમુક સમય પહેલા સુધી તેના ઇન્સ્ટાગ્રામ પર હિમાશ ની સાથે ઘણી તસ્વીરો આવી હતી. જો કે હવે બંને ના બ્રેકઅપ પછી તેઓની તસ્વીરો સામે આવી નથી.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here