નવરાત્રી માં કરો આ 4 ગુપ્ત કામ, તમારી ઈચ્છા થશે પુરી, બની જાશે બગડેલા કામ…..માહિતી વાંચો અને શેર કરો

0

જેવું કે તમે બધા જાણો છો કે નવરાત્રી નો તહેવાર ખુબ જ નજીકમાં છે. નવરાત્રી નો પવિત્ર તહેવાર આ વર્ષ 10 ઓક્ટોમ્બર થી શરૂ થવા જઈ રહ્યો છે. નવરાત્રી ના પુરા નવ દિવસ સુધી માતા દુર્ગા ની અલગ અલગ રૂપ માં પૂજા કરવામાં આવે છે. જે ભક્ત સાચા મન થી માતા રાની નિ પૂજા અર્ચના કરે છે તેની પ્રાર્થના માતા ચોક્કસ સાંભળે છે અને તેઓની મનોકામના પણ પૂર્ણ કરે છે. આજે અમે તમને નવરાત્રી માં અમુક એવા ગુપ્ત કાર્યો વિશે જણાવીશું જેને કરવાથી તમને માતા ની કૃપા પ્રાપ્ત થાશે. અહીં અમે ગુપ્ત કાર્ય વિશે એટલા માટે જણાવવા જઈ રહ્યા છીએ કેમ કે શાસ્ત્રો માં કહેવામાં આવ્યું છે કે હંમેશા પૂજા, દાન વગેરે જેવી ચીજો લોકોએ હંમેશા છુપાવી ને જ કરવું જોઈએ. એવા ઘણા કાર્યો છે જેના પર અન્ય લોકોની નજર પડવી ન જોઈએ. માટે જે કામ અમે તમને કહેવા જઈ રહ્યા છીએ જેને ગુપ્ત રીતે કરવા જોઈએ જેનાથી માતા રાની તમારા પર પ્રસન્ન થાશે.આવો તો જાણીએ આ 4 કામ વિશે.

1. ધ્યાન મંત્રો નો કરો જાપ:નવ દેવીઓના નવ ધ્યાન મંત્ર હોય છે. તમે જે દીવસે જે માતા ની પૂજા કરો છો તે દિવસે છુપાઈને ઘર માં માતા ના ધ્યાન મંત્ર નો ઓછા માં ઓછા 108 વાર જાપ કરો. આવું કરનારા ભક્તો ને વિશેષ લાભ ની પ્રાપ્તિ થાય છે. આ સિવાય તેઓને પોતાની ઈચ્છા અનુસારનું વરદાન પ્રાપ્ત થાય છે.

2. ધન લાભ પ્રાપ્તિ હેતુ:જે વ્યક્તિ ધનલાભ પ્રાપ્તિ કરવા માગે છે તેઓ સાંજના સમયે માતા નું પૂજન ખાસ તરીકાથી કરે. જેના દ્વારા ધન લાભ થવાની સંભાવના વધી જાય છે. તમે પૂજા આરંભ કરતા પહેલા પોતાના આસન ની સામે 9 દીવા પ્રગટાવો. એક થાળી માં સાથીયો બનાવો અને તેને પણ માતા ની સામે રાખી દો. આ સિવાય પૂજા માં ફૂલ, કુમકુમ વેગેરે ને પણ શામિલ કરો. આજ પ્રકારે નવરાત્રી ના 9 દિવસો સુધી સાંજ ના સમયે માતા ની પૂજા કરો તેનાથી તમને લાભ અવશ્ય પ્રાપ્ત થાશે.

3. ઈચ્છા પૂર્તિ હેતુ માટે માતા ની સામે દીવો પ્રગટાવો:નવરાત્રી માં જો તમે તમારી મનોકામના પુરી કરવા માંગો છો તો તેના માટે રોજ એક ઘી નો દીવો તુલસી માતા ની સામે અવશ્ય પ્રગટાવો, પણ તમારે એ વાત નું ધ્યાન ચોક્કસ રાખવાનું કે તમારે આ દીવો અળધી રાતે પ્રગટાવવાનો રહેશે. તેનાથી માતા તમારા થી અત્યંય પ્રસન્ન થઇ જાશે પણ તમે આ ચીજ વિશે કોઈને પણ ન બતાવો, તેને ગુપ્ત જ રહેવા દો.

4. કરો ગુપ્ત દાન:જો તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ ની સહાયતા કરો છો તો તેનથી માતા રાની ખુબ જ ખુશ થઇ જાશે અને તમે ઈચ્છો તો કોઈ જરૂરિયાતમંદ લોકો ને પૈસા ની જગ્યાએ તેનો ઈલાજ પણ કરાવી શકો છો કે કે પછી તેઓના બાળકો ની શિક્ષા નો ખર્ચ પણ ઉઠાવી શકો છો. પણ એ વાત નું ખાસ ધ્યાન રાખો કે જે દાન તમે કરો તે ગુપ્ત હોવું જોઈએ.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here