મુકેશ અંબાણી થી કેટલાય ગણો રૂપિયા વાળો હતો આ માણસ, આજ પરિવાર જીવી રહ્યા છે આવી જિંદગી….

0

કહેવાય છે કે પૈસા અને શોહરત ખૂબ બેવફા હોય છે, કોઈક વખત એની સાથે રહે છે કોઈ વખત બીજા સાથે. એવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણકે હિન્દુસ્તાન ના રાજા ની સાથે આવું થયું છે. એ ક્યારેક અર્શ માં હતા એ આજે ફર્શ ની ધૂળ માં છે. જી હા આજે અમે એવા જ રાજા ની વાત કરવા જઈ રહ્યા છીએ જેની પાસે આઝાદ હિન્દુસ્તાન ની બમણી પ્રોપટી હતી, અને સંકટ ના સમય એ દેશ ને પાંચ હજાર કિલો સોનુ દાન કર્યું હતું. પણ આજે ન તો એટલી દોલત રહી અને ન શોહરત . આજ એનો પરિવાર દેશ છોડી બીજા દેશ માં ગરીબી ની જિંદગી જીવી રહ્યો છે.

જી હા જેની વાત કરી રહ્યા છીએ એનું નામ છે નિઝામ ઉસ્માન અલી ખાન,જે હૈદરાબાદ ના છેલ્લા નિઝામ હતા. 6 એપ્રિલ,1886 ના જૂની હવેલી, હૈદરાબાદ માં જન્મેલ ઉસ્માન અલી ખાન ના પિતા નું નામ મહબુબ અલી ખાન હતા,જેમની મૃત્યુ 29 ઓગસ્ટ 1911 ના થઇ હતી. કહેવાય છે કે કોઈ જમાના માં ઉસ્માન અલી ખાન દુનિયા ના સૌથી અમીર વ્યક્તિ હતા. 20 મી સદી સુધી, ઉસ્માન અલી ખાન ની પાસે લગભગ 200 મિલિયન ના સોના અને ચાંદી હતા, 400 મિલિયન ના ઘરેણાં હતા.

પચાસ રોલ્સ રોયસ ગાડીઓ હતી:એટલું જ નહીં ગાડીઓ ના શોખીન ઉસ્માન અલી ખાન ની પાસે 1912 માં લગભગ 50 રોલ્સ રૉયર્સ ગાડીઓ હતી જેમાં ખાસ બર્કર કોચ ની બનાવેલ રોલ્સ રૉયસ સિલ્વર પણ હતી. કહેવાય છે ઉસ્માન અલી ને દેશ માં કેટલાય નામો થી જાણવા માં આવતા હતા.જેમ કે રૂસ્તમ ઇ દૌરન, આરસ્તુ ઇ જમાન, વાલ મામલુક,નિઝામ ઉદ દૌલ, નવાબ મીર સર ઓસ્માન,અલી ખાન બહાદુર, નિઝામ ઓફ હૈદરાબાદ વગેરે. ઉસ્માન હૈદરાબાદ ના છેલ્લા નિઝામ હતા. જેમનું મૃત્યુ 29 ફેબ્રુઆરી1967 ના થયું.

ભારત થી બમણી અર્થવ્યવસ્થા:ટાઈમ અને ફોર્ચ્યુન જેવી મેગેઝીન ને અનુસાર 1940 માં ઉસ્માન અલી ખાન ની કુલ સંપત્તિ લગભગ2.36 અરબ ડોલર હતી.જે કે અમેરિકા ની અર્થવ્યવસ્થા થી ડબલ હતી. ત્યાં જ આઝાદ ભારત ની કુલ અર્થવ્યવસ્થા નિઝામ થી અડધી હતી. એનો મતલબ એ થયો કે. લગભગ એક અરબ ડૉલર જેટલું. જ્યારે ચીન નું ભારત સાથે યુદ્ધ થયું તે સમય એ એમને ભારત સરકાર ને પાંચ હજાર કિલો સોનુ દઈ ને મદદ કરી હતી.

હીરા ને પેપર વેટ ની જેમ ઉપયોગ કરતા હતા:નવાબો અને નિઝામ ની પાસે ધન તો હતું પણ સાથે સાથે એમનો ઉપયોગ પુરી શાન થી કરતા હતા.કહેવાય છે કે નિઝામ ઉસ્માન 1340 કરોડ રૂપિયા ના હીરા નો ઉપયોગ પેપરવેટ ના રૂપ માં કરતા . એમને મોતીઓ અને ઘોડા નો બેહદ શોખ હતો. હૈદરાબાદ ના નિઝામ નું શાસન 31 જુલાઈ,1720 થી શરૂ થયો હતો. પેહલા નિઝામ મીર કમારુદિન ખાન હતા, અને ઉસ્માન અલી ખાન આ ડાઇનેસ્ટી ના છેલ્લા નિઝામ.

બેહદ કંજૂસ હતા ઉસ્માન અલી ખાન:છેલ્લા નિઝામ ઉસ્માન અલી ને લોકો બેહદ કંજૂસ પણ કહેતા. એક કહાની ને અનુસાર નિઝામ ઉસ્માન એ એમની લાઈફ માં 35 વર્ષ સુધી એક જ ટોપી પહેરી હતી. સાથે જ કપડાં પણ ક્યારેય પ્રેસ ન કરાવતા. એમના કિચન માં ટીન ની પ્લેટ હતી, અને એ ખૂબ જ સસ્તી સિગરેટ પીતા. કહેવાય છે કે નિઝામ ઉસ્માન એ આખી જિંદગી માં ક્યારેય સિગરેટ નું આખું પેકેટ નથી ખરીદ્યું.

ગુમનામ જીંદગી જીવી રહ્યા છે નિઝામ ના વારીસ:નિઝામ ઉસ્માન ના મૃત્યુ પછી એમના પરિવાર નો ખરાબ સમય શરૂ થઈ ગયો. ઉસ્માન અલી ખાન એ કોઈ દીકરા ને એનો વારીસ ન બનાવ્યો. પણ બધી મિલકત નાતી મુકરર્મ જહાં ને આપી દીધી. મુકરર્મ ની માં તુર્કી ને રહેવા વાળી હતી. સાથે જ મુકરર્મ ના લગ્ન પૂર્વ મિસ તુર્કી થી થયા.એટલા માટે મુકરર્મ જહાં પણ તુર્કી ના ઇસ્તંબુલ ના એક ફ્લેટ માં રહે છે. એની પેહલા એ ઓસ્ટ્રેલિયા માં રહેતા હતા. ગરીબી એટલી હતી કે એક સમય એ વકીલ ની ફિસ દેવા ના પણ પૈસા નહતા.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here