પહેલીવાર મૃત્યુ પામીને પછી જીવીત થયેલ મહિલાએ જણાવી મૃત્યુપછીની કહાની…કહ્યું, ” ત્યાં બહુ શાંતિ હતી…અને “

0

યુરોપિયન દેશ ઑસ્ટ્રિયામાં બ્રિટિશ મહિલા મૃત્યુ પછી 20 મિનિટ પછી જીવીત થઈ ગઈ. માત્ર એટલું જ નહીં, મહિલાએ એવો દાવો કર્યો કે તેણે મૃત્યુ પછી પણ જીવન જોયું અને અનુભવું. 29 વર્ષીય રીહાન્ના શો અહીંયા બર્ફીલા પર્વત પર તેમના મિત્રો સાથે સ્કીઇંગ ની મજા લઈ રહી હતી. અચાનક જ સંતુલન બગડયું અને તે તેના સાથી સાથે જોરથી ટકરાઇ. અથડામણ એટલી મજબૂત હતી તે જે બરફની ચટ્ટાન સાથે અથડાઇ તે તૂટી ગઈ જેના કારણે તે 600 ફુટ નીચે પડી ગઈ.
રિહાન્ના ની સાથે સાથે 600 ફીટ બીચે બરફ પર ચાલ્યો ગયો . તે જેવી નીચે પડી કે તરત જ તે સેંકડો કિલો બરફ નીચે ડટાઈ ગઈ. એ પછી તેણે મીડિયાને એ ભયાનક વાસ્તવિકતાઓ વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું કે તે સમજી ગઈ હતી કે તે મરી ચૂકી છે.

નીચે પડતી વખતે જ મારુ શરીર પડી ચૂક્યું હતું નબળું ;
રીહાન્નાએ કહ્યું, “જ્યારે હું પડી ગઈ ત્યારે મારું શરીર નબળું પડી ગયું હતું. હું હલવા માટે પણ અસમર્થ હતી. હું મારા પર ભયંકર વજન અનુભવી રહી હતી. હું મોટે મોટેથી બૂમ પાડી રહી હતી. હું તડપી રહી હતી પણ કશું જ કરી શકતી ન હતી.
પછી થોડી જ વારમાં મારા શરીરે શ્વાસ લેવાનું પણ બંધ કરી દીધું.
‘રીહાન્ના કહ્યું, ‘મારું શરીર તેના શ્વાસ લેવાનું બંધ કરી દીધું હતું, પરંતુ ખબર નથી શા માટે મારું મન બધું જ અનુભવી રહ્યું હતી. મારા શ્વાસ બંધ થયા પછી બધું બંધ શાંત થઈ ગયું. તે ખૂબ જ સુખદ લાગણી હતી. સૌ પ્રથમ વિચાર્યું કે તે એક સુંદર સ્વપ્ન છે. પરંતુ પછીથી સમજાયું કે તે કંઈક બીજું હતું. હું એક સ્વસ્થ જંગલમાં મારી આસપાસ જોતી હતી. ત્યાં ખૂબ તેજસ્વી પ્રકાશ હતો. હું બસ ચાલતી જ હતી.
રિહાન્નાને પડ્યા 20 મિનિટ જેટલો સમય થઈ ચૂક્યો હતો, તેના મિત્રો તેને દરેક જગ્યાએ શોધતા હતા. પછી કોઈએ રીહાન્નાની બરફમાં દટાયેલ જોઈ. રીહાન્નાનું શરીર સફેદ હતું અને હોઠ વાદળી હતા અને તેના શરીરમાં કોઈ પલ્સ નહોતી. રિહાન્નાએ કહ્યું, “હું તે તેજસ્વી પ્રકાશ તરફ આગળ વધી રહી હતી ને પછી અચાનક મારા શરીરમાં જાન આવી ગઈ. મે જોયું કે મારો એક દોસ્ત મને શ્વાસ આપી રહ્યો હતો.
આ બાબતે, ન્યૂ યૉર્ક યુનિવર્સિટી ઓફ મેડિસિનના ડૉક્ટર સેમ પેર્નાએ જણાવ્યું હતું કે, “અમે આવા ઘણાં બનાવો વિશે સાંભળ્યું છે. ઘણા લોકોએ આવા અનુભવો વિશે કહ્યું છે. જે લોકો હૃદયરોગના હુમલાનો શિકાર થયા છે તે લોકો મોટેભાગે તેમના આવા અહેસાસોની વાત કહેતા હોય છે. જો કે આ અહેસાસ એક મૃત્યુ પછી અહેસાસ હશે તે જણાવી શકાય નહી. કે પછી તે સ્પષ્ટ નથી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here