માતા લક્ષ્મીને પોતાના તરફ ખેંચે છે આ 7 વસ્તુઓ, જેને ઘરમાં રાખવાથી ક્યારેય નથી થતી પૈસાની કમી !!

0

માતા લક્ષ્મીની કૃપા પોતાના ઘર અને પરિવારમાં થાય એવું આજકાલ દરેક લોકો ઇચ્છતા હોય છે. અને તેના માટે સખત મહેનત અનેપરિશ્રમ પણ રાત દિવસ કરતાં હોય છે.અનુમકના નસીબમાં ઓછી મહેનતે જ વધારે ફળ મળતું હોય છે તો ઘણા ને રાત દિવસ મહેનત કરવા છતા બે પાંદડે થતાં નથી. આખરે તેઓ નસીબનો જ વાંક આપતા હોય છે ને મન મનાવી લેતા હોય છે.

પરંતુ આજે અમે એવી સાત વસ્તુઓ વિષે વાત કરવાના છીએ જે ઘરમાં લાવવાથી લક્ષ્મી સામે ચાલીને તમારા ઘરમાં આવશે ને તમારા ઘરમાં પૈસાનો વરસાદ થવા લાગશે..તમને મહેનતનું ફળ મળશે ને જીવનમાં જે કાઇ સમસ્યા હશે તે દૂર થશે. તો ચાલો જાણીએ એ 7 વસ્તુ વિસે ને જો તમારા ઘરમાં ના હોય તો આજે જ સાતમાથી કોઈ એક વસ્તુ લઈ આવ ને ઘરમાં સ્થાપીત કરી દો.

દક્ષિણાવર્તી શંખ –
દક્ષિણાવર્તી શંખને દેવી લક્ષમીજીનુ સ્વરૂપ માનવામાં આવે છે. સાથે સાથે ઐશ્વર્ય, ધન અને સંપતિનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલા માટે આ શંખની સ્થાપના જ્યાં ઘરમાં પૈસા રાખો છો એ જગ્યાએ કરવાથી ઘરમાં ધન,સંપતિનો વાસ થશે ને ઘણા ફાયદા પણ થશે.

પારદ લક્ષ્મીની પ્રતિમા –
જો તમે માતા લક્ષ્મીજીની કૃપા થાય તેવું ઇચ્છતા હોય તો આજે જ માતા લક્ષ્મીની પારદની પ્રતિમા ઘરમાં લઈ આવ ને પૂજાઘરમાં સ્થાપિત કરો ને રોજ માતા લક્ષ્મીની પૂજા કરો.

કોડીઓ –
કેવાય છે કે ઘરમાં કોડી રાખવાથી ઘરમાં ક્યારેય કોઈ આર્થિક મુશ્કેલી નડતી નથી, કેમકે કોડીને માતા લક્ષ્મીની સગી બહેન માનવામાં આવે છે. ઉપરાંત કોડી તમને ખરાબ નજરથી પણ બચાવવામાં મદદ કરશે.

માતા લક્ષ્મીની ચરણ પાદૂકા :
માતા લક્ષ્મીના ચરણ પાદુકા ઘરમાં સ્થાપિત કરવાથી ઘરમાં સ્થાયી લક્ષ્મીનો વાસ થાય છે, તેને પૂજા ઘરમાં કે પૈસાના સ્થાને સ્થાપિત કરવા જોઈએ અને એ ધ્યાન રાખવું કે કા તો ચાંદીના હોવા જોઈએ અથવા તો ચમકદાર હોવા જોઈએ.

ધનના દેવતા કુબેરની પ્રતિમા –
કહેવાય છે કે ધનના દેવતા કુબેર ભગવાનની પ્રતિમા જો તમે ઘરમાં સ્થાપિત કરો તો ધનનો અખંડ ભંડાર તેમના આશીર્વાદથી પ્રાપ્ત થાય છે. જો ઘરમાં આવતી લક્ષ્મીને સ્થિર રાખવી હોય તો ભગવાન કુબેરના આશીર્વાદની જરૂર પડે છે. માટે આજે ઘરમાં ભગવાન કુબેરની પ્રતિમા પૂજા ઘરમાં સ્થાપિત કરો.

કમળગટ્ટાની માળા –
કમળગટ્ટાનો ઉપયોગ હિન્દુ ધર્મમાં પૂજા પાઠમા વિશેષ કરવામાં આવે છે, તેના વગર પૂજા અધૂરી કહેવાય છે ને કમળગટ્ટામાં માતા લક્ષ્મીનો વાસ હોવાનું પણ માનવામાં આવે છે. જો તમે તમારા પૂજા ઘરમાં કમળગટ્ટા કે પછી કમળગટ્ટાની માળા રાખશો તો તમારી બધી જ પરેશાની દૂર થઈ જશે.

શ્રી યંત્ર –
શ્રી યંત્રને એક ચમત્કારિક યંત્ર માનવામાં આવે છે. તેમાં માતા લક્ષ્મી નો વાસ હોય છે. અને જો તેની પૂજા ઘરમાં સ્થાપના કરવામાં આવે તો તમે બધા જ પ્રકારના રૂણ માંથી મુક્ત થાવ છો ને સાથે સાથે ઘરમાં હકારાત્મક ઉર્જાનો વાસ થાય છે ને તમારા ઘરમાં ધન સંપતિના ભંડાર ભરેલા રહે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here