મર્દો એ જરૂર પીવું જોઈએ રોજ 1 ગ્લાસ ખજુરવાળું દૂધ, શરીર માં થશે આ ચમત્કારિક ફાયદાઓ

0

“आसमान से टपके खजूर पर अटके” આ કહેવત તો તમે પણ સાંભળી હશે. ખજૂર નું ફળ લાબું હોય છે અને તેના ઝાડ પર ખુબ ઓછા પાન હોય છે. પણ તેનું ફળ એકદમ મીઠું અને ગુણકારી હોય છે. એટલા માટે જ કહેવામાં આવે છે કે આપણે ખજૂર ના ઝાડ ની જેમ નહિ પણ તેના ફળ ની જેમ બનવું જોઈએ. ખજૂર ખાવાથી ઘણા એવા રોગો દૂર થાય છે. જો કે તે વધુ મોંઘુ ન હોવાથી દરેક વર્ગ ના લોકો તેને આસાનીથી ખરીદી શકે છે. આ ફળ ને એક મેવા ના રૂપ માં પણ ઉપીયોગમાં લેવામાં આવે છે. તેને મીઠા ફળો નો રાજા પણ કહેવામાં આવે છે. નારિયેળ ના ગુણ ની સાથે-સાથે ખજૂર પણ ખુબ ફાયદેમંદ હોય છે. આજ કારણ છે કે તેના ઝાડ ને ‘ઓલ પર્પઝ ટ્રી’ પણ કહેવામાં આવે છે.

આજે અમે તમને જણાવીશું કે ખજૂર કઈ કઈ રીતે લાભકારી છે.

1. હૃદય માટે: જો હૃદય સ્વસ્થ રહેશે તો શરીર પણ સ્વસ્થ રહેશે. ખજૂર ને રાતે પલાળીને સવારે ખાવાથી કમજોર દિલ વાળાને ઘણી તાકાત મળે છે.

2.એનિમિયા દૂર કરે:

જયારે લોહી માં રક્તકણની માત્રા ઓછી થઇ જાય છે તો એનિમિયા ની બીમારી થઇ જાય છે. ખજૂર માં આયરન વધુ માત્રામાં હોય છે જેનાથી લોહીમાં રક્તક્ણ ની માત્રા વધે છે અને લોહી પણ શુદ્ધ બને છે.

3. કબજિયાત ની સમસ્યા:

રાતે પલાળેલા ખજૂર ને સવારે ખાલી પેટ ખાવાથી તથા તેનું પાણી પીવાથી કબજિયાત ની સમસ્યાથી રાહત મળે છે.

4. વજન વધારવા માટે સહાયક:

આ એક સ્વાસ્થ્યવર્ધક ફળ છે, જેમાં શ્યુગર, પ્રોટીન અને વિટામિન્સ હોય છે. જો તમે દુબળા પાતળા છો અને શરીરમાં તાકાત લાવવા માગો છો તો 4 થી 5 ખજૂર ને દૂધ ની સાથે ખાઓ.

5. ગર્ભવતી મહિલાઓ માટે ફાયદેમંદ:

ગર્ભવતી મહિલાઓને જાતજાતની સમસ્યાઓ થાતી હોય છે. એવામાં ખજૂર માં અને ગર્ભ બંને માટે ફાયદેમંદ રહે છે. ખજૂર ખાવાથી ડિલિવરી માં થતી પરેશાની પણ દૂર થઇ જાય છે.

6. રાતે ન દેખાવું:

ઘણા લોકોને રાતે ન દેખાવાની સમસ્યા હોય છે. આ બીમારી ને દુર કરવા માટે ખજૂર ના પાનને પીસીને આંખ ની આજુબાજુ લગાવી દો અને રોજ ખજૂર પણ ખાઓ. ખજૂર માં વિટામિન એ હોય છે જે આંખો ની રોશની ને વધારવામાં ખુબ જ સહાયક હોય છે.

આ સિવાય ખજૂર ત્વચા માટે પણ ખુબ જ ફાયદેમંદ છે.

1. સ્વસ્થ ત્વચા માટે:
લાલ રંગ ના ખજૂર વિટામિન સી અને ફ્લેવેનોઈડ થી ભરપૂર હોય છે. જો તમે પણ તમારી ત્વચા માં રોનક લાવવા માગો છો તો ખજૂર ખાઓ. ખજૂર માં મળી આવતું વિટામિન બી 5 તમારી ત્વચા માં નિખાર લાવવવામાં મદદ કરે છે.

2. ઉંમર ઘટાડવા માટે:

ખજૂર એન્ટી ઓક્સિડેન્ટ નો એક સમૃદ્ધ સ્ત્રોત છે, જે સમયના પહેલા તમારી ઉંમર ને વધતી અટકાવે છે.

3.  તેલ માલિશ:
ખજૂર ના પોષક તત્વો માં મળી આવતું તેલ પણ ફાયદો કરે છે. જેમાં માઇક્રોબિયલ વિરોધી ગુણ હોય છે જે ત્વચા ની સમસ્યાઓનો ઈલાજ કરવા માટે એક સંપૂર્ણ માલિશ તેલ બને છે.4.આ સિવાય સ્વસ્થ, ઘેરા કાળા વાળ માટે પણ ખજૂર ફાયદેમંદ છે. વાળ ને ખરતા રોકવા માટે રોજના 2 થી 3 ખજૂર ખાવાથી વાળ ખરતા બંધ થઇ જાશે, સાથે જ રેશમી અને મુલાયમ પણ બનશે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here