મંદિર ની દાન પેટી માંથી નીકળ્યું કઈક એવું કે ખુદ ભગવાન પણ રહી જાશે હેરાન…

0

કહેવાય છે કે ભક્તિ માં શક્તિ હોય છે અને જયારે કોઈ વ્યક્તિ ને કોઈનો પણ સહારો ન હોય ત્યારે તેઓને ઉપર વાળો મદદ કરે છે. લોકો પોતાની મનોકામના અને દુઃખો ને દૂર કરવા માટે મંદિર માં ભગવાન થી પ્રાર્થના કરે છે અને સાથે જ પોતાની ખુશી થી કઈક ને કઈક ચઢાવે છે.

પૂજા-પાઠ કરવા માટે લોકો મંદિર માં જાય છે, સાથે જ ત્યાં ભગવાન ને ફૂલ-ધૂપ, દીપ-પ્રસાદ વગેરે ચઢાવે છે. મંદિર જતા ભક્તો પોતાની ઈચ્છા ને પુરી કરવા માટે એકથી એક મોંઘા પ્રસાદ પણ ચઢાવે છે, એવો જ એક મામલો એક મંદિર માં જોવા મળ્યો જ્યા પર ભક્તે ભગવાન ના મંદિર માં પ્રસાદ ની જગ્યા એ જે ચીજ ચઢાવી તેને જોઈને મંદિર ના પંડિતો પણ હેરાન રહી ગયા હતા.
આ મામલો આંધ્ર પ્રદેશ, કૃષ્ણાનગર ના મોપીદેવી માં સ્થિત ભગવાન સુબ્રમ્હણમ્ય સ્વામી ના મંદિર નો છે.
જ્યા પર ભક્તે પોતાની ઈચ્છા પુરી થઇ જવાની ખુશીમાં ભગવાનને ફૂલ, પૈસા કે સોના ચાંદી નહિ પણ એક કાગળ માં લપેટીને એક આઈફોન-X એસ ભગવાન ને અર્પિત કર્યો હતો.આ બાબત ની જાણ ત્યારે થઇ જયારે મંદિર ના સ્ટાફ ચઢાવા ને ગણી રહ્યા હતા તે દરમિયાન તેઓને એક કાગળ માં લપેટાયેલી ચીજ જોવા મળી. તેને ખોલીને જોયું તો ત્યાં હાજર દરેક લોકો હેરાન જ રહી ગયા હતા.
જ્યારે તેમના એક વ્યક્તિ એ તેને ખોલીને જોયું તો અંદર થી આઈફોન નીકળ્યો. મંદિર ના સુપરટેન્ડેન્ટ મધુસુદન નું કહેવું છે કે મંદિર માં આવું પહેલી વાર થયું છે કે કોઈએ ભગવાન ને આવી ચીજ અર્પણ કરી હોય.
મધુસુદન એ સાથે એ પણ કહ્યું કે આવું જોઈને એવું કહી શકાય છે કે કદાચ આ વ્યક્તિ પોતાના સ્માર્ટફોન ના નવા બિઝનેસ ની શરૂઆત કરી હોય, જેને લીધે તેઓએ ખુશી માં આઈફોન અર્પણ કર્યો હોય.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here