કેવી રીતે શરૂ થઇ ઐશ્વર્યા ની સાથે લવ સ્ટોરી, અભિષેક બચ્ચને પહેલી વાર કર્યો ખુલાસો…

0

બૉલીવુડમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાઈ ની જોડી ને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં સૌથી સુંદર માનવામાં આવે છે. એક સુંદર પ્રેમ કહાની પછી આ કપલે વર્ષ 2007 માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન ના આટલા વર્ષ થઇ ગયા હોવા છતાં તેઓના ફેન્સ તેઓની લવ સ્ટોરી જાણવામાં દિલચસ્પી રાખે છે. આ સાથે જ 11 વર્ષ પછી અભિષેકે ઐશ સાથે ની પ્રેમ કહાની ના રાઝ ખોલ્યા છે.હાલ માં જ અભિષેકે ના એક મીડિયા શો દરમિયાન ઐશ સાથે ની લવ સ્ટોરી નો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે કેવી રીતે તે બંને ની દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ હતી. અભિષેકે જણાવ્યું જે, ”પહેલી વાર મેં ઐશની સાથે વર્ષ 2000 માં ફિલ્મ ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’ માં સાથે કામ કર્યું હતું. તેના પછી અમારા બંને વચ્ચે સારી એવી દોસ્તી થઇ ગઈ હતી. આ ફિલ્મ પછી અમે બંને એ ફિલ્મ ‘કુછ ના કહો’ માં પણ સાથે કામ કર્યું હતું. તેના પછી અમારી દોસ્તી વધુ મજબૂત બની ગઈ હતી”.
અભિષેકે ઐશ વિશે વાત કરતા આગળ જણાવ્યું કે, ”સારી એવી દોસ્તી હોવાને લીધે અમે એકબીજા ની ચીજો અને વાતો માં મશગુલ થવા લાગ્યા. એવામાં ‘ઉમરાવ જાન’ ફિલ્મ પછી અમે બંને એકબીજા ના પ્રેમમાં પડી ગયા. ફિલ્મ ઉમરાવ જાન પછી મેં ઐશ ને લગ્ન માટે પ્રપોઝ કર્યું. જેના પછી અમે લગ્ન કર્યા અને હાલ અમારી ક્યૂટ દીકરી આરાધ્યા છે”.અભિષેક હંમેશા થી મીડિયાની સામે કહેતા આવ્યા છે કે પહેલા ઐશ ખુદ અભિષેક ના પ્રેમમાં પડી હતી ના કે અભિષેક. જાણકારી અનુસાર ઐશ અને અભિષેક ડાયરેક્ટર સર્વેશ મેવારા ની ફિલ્મ ગુલાબ જામુન માં એકસાથે નજરમાં આવવાના છે.જણાવી દઈએ કે આગળના અમુક દિવસોમાં અભિષેક ની રિલીઝ થયેલી ફિલ્મ મનમર્ઝીયા દર્શકો ને ખુબ જ પસંદ માં આવી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે એક્ટ્રેસ તાપસી પન્નુ અને એક્ટર વિક્કી કૌશલ મુખ્ય ભૂમિકા માં હતા. ફિલ્મ માં તાપસી એ અભિષેક ના પત્ની નો રોલ નિભાવ્યો છે. આ ફિલ્મ દ્વારા અભિષેકે બે વર્ષ પછી કમબેક કર્યું છે. Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!