જો તમે આ વેકેશનમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લેવાનું વિચાર્યું છે ? તો આ માહિતી ખાસ તમારા માટે ….

0

અખંડ ભારતનું જેનું સપનું હતું એ લોખંડી પુરુષ એટ્લે કે આપણાં સૌના સરદાર પટેલ.જેમનું હમણાં તાજેતરમાં જ 31 ઓક્ટોમ્બરના દિવસે જ સરદાર સરોવર ખાતે વિષવાનું સૌથી મોટું સ્ટેચ્યું બનાવી તેમની પ્રતિમાને લોકાર્પણ કરવામાં આવ્યું. ગુજરાતનાં આ ખેડૂત પુત્રની પ્રતિમા ને દેશની શાન કહેવાય છે. કેમકે આ પ્રતિમા અમેરિકાના ન્યુયોર્કમાં આવેલ સ્ટેચ્યું ઓફ યુનિટી કરતાં અન વિશાળ છે. અને આખા વિશ્વમાં સૌથી મોટું આ સ્ટેચ્યુંને નામ આપવામાં આવ્યું છે સ્ટેચ્યું ઓફ યુનીટી.આપ સૌ જાણો જ છો કે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું લોકાર્પણ કર્યું અને દેશને સમર્પિત કરી હતી.
આ પ્રતિમા 182 મીટરની ઊંચી પ્રતિમા છે. જેને વ્યૂઈંગ ગેલેરીમાં બેસીને પણ જોઈ શકાય છે. આ પ્રતિમાને રૂબરૂ જોવા માટે આજકાલ લોકોની ખૂબ જ ભીડ જોવા માળે હે. સરદાર સરોવર ડેમ પર હાલ લોકોના ટોળે ટોળાં જોવા મળશે. આમ જનતા માટે 1 નવેમ્બર થી ખુલ્લી મૂકવામાં આવી છે. આટલી વિશાળકાય પ્રતિમા બનાવવાનું નરેન્દ્ર મોદીનું સપનું હતું જે તેમણે પૂરું કર્યું.

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ની ખાસિયત :
સરદાર પટેલ ની મૂર્તિ આખી તાંબાના પતરાની બનેલી છે.

પર્યટકોને બહાર આવવાના સમય ઓછો કરવા માટે ફાસ્ટ એલેવેટર્સ લગાવવામાં આવશે.

‘સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે ભવ્ય મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે જેમાં સરદાર વલ્લભ ભાઈ પટેલ ના જીવનવિશેનું ભવ્ય પ્રદર્શન જોવા મળશે. અને વિશાળ બગીચો પણ બનાવવામાં આવ્યો છે.

તો જાણો આજે એ પ્રતિમા જોવા માટે જેવી રીતે પહોચવુ :
કેવડીયા કોલોનીમાં આવેલ આ સ્ટેચ્યુ જોવા માટે રેલમાર્ગે, હવાઈ માર્ગે, રોડ માર્ગે દ્વારા પણ પહોંચી શકાય છે.

જો તમે હવાઈ માર્ગથી જવાના હોય તો તમે બરોડા એરપોર્ટ ઉતરી ત્યાંથી 70 કી. મી દૂર આવેલ નર્મદા જવાનુ રહેશે. તમને બરોડા એરપોર્ટ પરથી બીજા રાજયની પણ ફ્લાઇટ મળી જશે.

ટ્રેન દ્વારા પહોંચી શકાશે :

જો તમને ટ્રેનની મુસાફરી ગમતી હોય તો તમારા માટે ટ્રેન બેસ્ટ રહેશે. નર્મદા જીલ્લામાં બ્રોડગેજ રેલવે કનેક્ટિવિટિ હોવાથી તમને અઙ્ક્લેશ્રર રેલવે સ્ટેશનથી બધી જ ટ્રેન સમય મુજબ મળી જશે. અને ત્યાંથી નર્મદા જિલ્લા નું રાજપીપળા ખાલી 65 કિ.મી.ના અંતરે જ આવેલું છે.

રોડ માર્ગ કે બસ દ્વારા
જો તમને કાર લઈને કે બસમાં જવાનુ નક્કી કર્યું હોય તો ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જવાની સફર તમારી રોમાંચક સફર બની રહેશે. કેમકે જેવા તમે નર્મદા જવાના રોડ પર પહોંચશો કે તરત જ તમને ઝંગલો જેવા ઘટાદાર વૃક્ષો જોવા મળશે.

જો તમે બીજા રાજ્યમાંથી નર્મદા જિલ્લામાં આવી રહ્યાં છો તો તમે નેશનલ હાઈવે નંબર 11 પરથી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પહોંચી શકો છો.

અને જો જો તમે મહારાષ્ટ્ર કે ગુજરાતમાંથી જ આવી રહ્યા હોય તો,નેશનલ હાઈવે નંબર 48 થી સ્ટેટ હાઈવે 64 ને પકડી લેવાનો રહેશે. રાજસ્થાન થી આવનાર અમદાવાદ થઈને પણ આવી શકો છો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here