કેવા સંયોગના કારણે જન્મ થાય છે કિન્નરનો, શું થાય છે તેમના શબ સાથે મૃત્યુ સમયે, વાંચો ક્યારેય ના જાણેલ રસપ્રદ વાતો…

0

આપણા સમાજમાં આજે પણ અમુક એવા લોકો છે જેમને સામાન્ય વ્યક્તિ જેટલું સન્માન અને સ્થાન આપવામાં નથી આવતું. આપણા સમાજમાં ઘણાં લોકોમાં કિન્નરોને લઈને અનેક ધારણાઓ છે. આજે અમે તમને તેમના વિશેની બધી જ માહિતી જણાવીશું જેમાં તેમના જન્મથી લઈને મૃત્યુ સુધીની બધી જ સાચી માહિતી હશે. તેઓ કેવીરીતે એકબીજાના સંપર્કમાં આવે છે અને કેવીરીતે અને શું વિધિ કરવામાં આવે છે જયારે એક કિન્નર મૃત્યુ પામે. તમને જાણીને નવાઈ લાગશે પણ કિન્નરોના લગ્ન એ ભગવાન સાથે કરવામાં આવે છે અને આ પરંપરા એ આજની નથી મહાભારત કાળથી આ પરંપરા ચાલુ જ છે. બીજી ખાસ વાત એ કે જયારે આપણા ઘરમાં કે પડોશમાં કોઈનું મૃત્યુ થાય તો તેની પાછળ રડવામાં આવે છે અને તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે પણ એક કિન્નરના મૃત્યુ પર આવું નથી હોતું તેમના મૃત્યુ પર કિન્નરના શબને ચપ્પલ મારવામાં આવે છે અને આવું કેમ હોય છે એ પણ આજે અમે તમને જણાવીશું.

કિન્નરોની વિષે અને તેમની રહેણીકરણી વિષે સામાન્ય લોકો બહુ ઓછું જાણતા હોય છે તમને જાણીને નવાઈ લાગશે પણ આજ સુધી કિન્નરો પર કોઈપણ પ્રકારનું રીસર્ચ કરવામાં આવ્યું નથી. આપણા દેશમાં ૨૦ લાખથી પણ વધુ કિન્નરની વસ્તી છે પણ દુખની વાત એ છે દિવસે દિવસે તેમની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. કિન્નરોના બાળકો હોય છે તેઓને ગમેત્યાંથી બાળકો મળી જ જતા હોય છે. તેઓ એ બાળકોની દેખરેખ અને ઉછેર બહુ સારી રીતે કરતા હોય છે. જયારે તે બાળક યુવાન થઇ જાય છે ત્યારે તેને પણ તેમના કામમાં સામેલ કરવામાં આવે છે. તેમને પોતાના કામમાં સામેલ કરતા પહેલા સંપૂર્ણ રીત રીવાજ અને પરંપરાથી કરવામાં આવે છે અને વિધિ કરવામાં આવે છે.

આપણે જેમ નામ કરણ કે પછી મુંડનના સમયે નાનકડો પ્રસંગ કરીએ એવીરીતે આમનામાં પણ આવો એક પ્રસંગ રાખવામાં આવે છે જેમાં તે લોકો નાચે અને ગાય છે જેના માટે આ બધું કરવાનું હોય છે તેને પહેલા નવડાવીને અગરબત્તી અને સુગંધીદાર અત્તર લગાવવામાં આવે છે તેને તિલક કરીને તૈયાર કરવામાં આવે છે. જયારે તે સંપૂર્ણ તૈયાર થઇ જાય પછી તેને માન અને સન્માન સાથે ઊંચા આસન પર બેસાડવામાં આવે છે અને તેની જનેન્દ્રી નિષ્ક્રિય કરી દેવામાં આવે છે પછી તેને હમેશા સાડી, ઘરેણા અને બંગડીઓ ધારણ કરાવીને તેને એક નવું નામ આપવામાં આવે છે. હવે એ સંપૂર્ણ તૈયાર છે કિન્નરો સાથે કામ કરવા માટે.

મહાભારત કાળ સાથે જોડાયેલ છે એક વાર્તા : મહાભારતમાં જયારે પાંડવોને એકવર્ષ અજ્ઞાતવાસમાં રહેવાનું હતું ત્યારે અર્જુને બૃહન્નલાના રૂપમાં રહેવું પડ્યું હતું, આ વાત સાબિત કરે છે કે ઉભયલૈગિક લોકોનું સમાજમાં યોગ્ય સ્થાન નહોતું. આ જ મહાભારત કાળ દરમિયાન શિખંડીએ ભીષ્મનો વધ કરવા માટે પણ કિન્નર અવતાર લેવો પડ્યો હતો. પણ તેને પણ સમાજમાં અનેક ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો.

ઘણા લોકો એ એવું સાંભળ્યું હશે કે જયારે એક કિન્નર મૃત્યુ પામે ત્યારે તેની શબયાત્રા એ રાત્રે નીકળે છે અને શબને ઉપાડતા પહેલા તેના દેહને જૂત્તા અને ચપ્પલથી મારવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ જયારે એક કિન્નરનું મૃત્યુ થાય છે પછી તેમનો સમુદાય એ એક અઠવાડિયા સુધી ઉપવાસ કરે છે.

એક વાત તો આપણે બધા જ જાણીએ છીએ કે કરેલા કર્મોનું ફળ અહિયાં જ ભોગવવું પડતું હોય છે પણ અમુક એવા પણ કર્મો હોય છે જેનું પ્રાયશ્ચિત્ત કે અમુક વિધિથી કરી શકાય છે અને અમુક એવા કર્મ હોય છે જેનું ફળ ભોગવવા વ્યક્તિને ફરીથી ગર્ભમાં આવવું પડે છે અને તેમના કર્મો પ્રમાણે સ્ત્રી-પુરુષ કે નપુંસક યોનીમાં જન્મ લેવો પડતો હોય છે.

પૌરાણિક ગ્રંથોમાં કિન્નર માટે કહેવાયું છે કે,

मन्दाच्छौ खेरन्ध्रे वा शुभ दृष्टिराहित्ये षण्ढ़:। षण्ठान्त्ये जलक्षेर मन्दे शुभदृग्द्यीने षण्ढ़:।।

चंद्राकौ वा मन्दज्ञौ वा भौमाकौ। युग्मौजर्क्षगावन्योन्यंपश्चयतः षण्ढ़:।।

ओजक्षारंगे समर्क्षग भौमेक्षित षण्ढ़:। पुम्भागे सितन्द्धड्गानि षण्ढ़:।।

मन्दाच्छौ खेषण्ढ:। अंशेज़ेतौमन्द ज्ञदृष्टे षण्ढ़:।।

मन्दाच्छौ शुभ दृग्धीनौ रंन्घ्रगो षण्ढ़:। चंद्रज्ञो युग्मौजर्क्षगौ भौमेक्षितौ षण्ढ़:।।

તમને જાણીને નવાઈ લાગશે પણ તેમનું નેટવર્ક એટલું મજબુત હોય છે કે કોઈના ઘરે લગ્નનો કે બીજો કોઈપણ ખુશીનો પ્રસંગ હોય છે ત્યારે તેઓને બધી માહિતી મળી જાય છે અને તેઓ ત્યાં પહોચી જાય છે. તમારે જાણી લેવું જોઈએ કે જયારે કોઈના ઘરમાં બાળકનો જન્મ થાય ત્યારે તેમને આ માહિતી એ જન્મ-મરણના દાખલા જ્યાંથી લોકો મેળવે છે ત્યાંથી મળે છે. લગ્નની માહિતી એ તેઓને અનેક સમાજના કાર્યાલય કે પછી લગ્ન કરાવતી સંસ્થા તરફથી મળે છે.

મનુષ્ય જન્મ થયો હોવા છતાં પણ તેમની સાથે થતા ભેદભાવને લીધે તેમનો આત્મવિશ્વાસ ઘટી જાય છે, સમાજમાં તેમની માટે કોઈપણ રોજગારની વ્યવસ્થા નથી અને તેમના માટે કોઈ પરિવાર પણ નથી હોતો. ઘણીવાર તેમને લોકોની નિંદાનો પણ ભોગ બનવો પડતો હોય છે.

જો કોઈ વ્યક્તિનો બુધ નબળો હોય તો આ ઉપાય અજમાવી જુઓ.

જો કોઈ યુવક, નાનું બાળક કે સ્ત્રી પુરુષની કુંડળીમાં બુધ નબળો હોય અને તેને મજબુત બનાવવા માંગતા હોવ તો બુધવારે કિન્નર પાસેથી તેમણે આશીર્વાદ અપાવો આમ કરવાથી બુધ ગ્રહ મજબુત બનશે અને બની શકે તો પ્રયત્ન કરો કે કિન્નરને લીલા રંગની બંગડીઓ અને સાદીનું દાન કરવું આમ કરવાથી પણ અનેક ફાયદા મળે છે. ઘણા લોકો પણ કહેતા હોય છે કે બુધવારના દિવસે કિન્નર પાસેથી આશીર્વાદ લેવા એ સારું મનાય છે.

તમિલનાડુથી થોડે દુર આવેલ એક ગામ છે તેનું નામ ફૂવગમ છે આ ગામને કિન્નરોનું ઘર કહેવામાં આવે છે. કહેવાય છે કે મહાભારતના એક યોધ્ધા કે જેમનું નામ અરાવન અથવા તો આરાવાન છે તેમનું મંદિર અહિયાં આવેલ છે. કહેવાય છે કે પાંડવોએ યુદ્ધ જીતવા માટે તે યોદ્ધની બળી આપવી પડી હતી પણ તે યોદ્ધની આખરી ઈચ્છા હતી કે તેમને લગ્ન કરવા છે તેમની પત્ની સુખ મેળવવું હોય છે. તેમની આ ઈચ્છા પૂરી કરવા માટે કૃષ્ણએ સ્ત્રીનું સ્વરૂપ લીધું હતું અને તેમની ઈચ્છા પૂર્ણ કરી હતી પછી બીજા દિવસે તે યોદ્ધનું મૃત્યુ થાય છે અને કૃષ્ણ એ સ્ત્રી સ્વરૂપે વિધવા થાય છે. આમ આ ગામમાં કિન્નરના લગ્ન એ આરાવાન સાથે કરાવે છે અને બીજા દિવસે તેઓ વિધવા સ્વરૂપે પણ જીવે છે. તમને જાણીને નવાઈ લાગશે પણ જયારે તેઓ લગ્ન માટે તૈયાર થાય છે ત્યારે તેમના દુલ્હન બનેલા ફોટો પણ પડાવે છે.

પોતાનું ગુજરાન ચલાવવા માટે કિન્નર એ લગ્ન પ્રસંગ અને બાળકના જન્મના પ્રસંગે જઈને નાચે છે અને ગીતો ગાઈને યજમાન તરફથી ભેટ અને કપડા અને રોકડા મેળવે છે. ઘણીવાર તો આજીવિકા માટે તેઓ અમુક તહેવારે અને પ્રસંગે દુકાનો પર ફરી ફરીને પૈસા ભેગા કરતા હોય છે. તમારી ઓફિસે પણ જયારે આ લોકો સારા તહેવારના દિવસે માંગણી કરવા આવે તો તેમને ક્યારેય ખાલી હાથ જવા દેતા નહિ.

જેમ આપણામાં ગુરુ અને શિષ્ય હોય છે એવી જ રીતે તેમના પણ આ પરંપરા છે. તેમના સમુદાયને મંગળ મુખી કહેવાય છે તેઓ ફક્ત સારા પ્રસંગમાં જ ભાગ લેતા હોય છે કોઈના ઘરે મૃત્યુ થાય ત્યારે તેઓ આવતા નથી. કિન્નરની આ વાત તમે નહિ જાણતા હોવ પણ જયારે કોઈ મૃત્યુ પામે છે તો તેઓ માને છે કે મૃત્યુ પછી વ્યક્તિને મોક્ષ મળે છે એટલે મૃત્યુ એ એક સારી વસ્તુ છે. તમને જાણીને નવાઈ લાગશે પણ કિન્નરો એ તેમના રૂપિયાનું દાન પણ કરતા હોય છે જેથી તેમને બીજા જન્મમાં બીજું રૂપ લઈને આવવું ના પડે.

આપણા દેશને આઝાદ થયે ઘણા વર્ષો થઇ ગયા પણ આજે પણ કિન્નરોને તેમની પીડામાંથી મુક્તિ મળી નથી. તમિલનાડુમાં તેમના વિકાસ માટે એક બોર્ડનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.

બધા જ દેશમાં કિન્નર હોય છે તેમને બધા જ ઓળખતા હોય છે, પણ તેમને દરેક લોકો એકજ નજરે જોવે છે કે તેઓ કિન્નર છે. લોકોને કિન્નર એ ત્યારે જ પસંદ આવે છે જયારે તલોકોને તેમની પાસેથી દુઆ અને સારા આશીર્વાદ જોઈતા હોય. લોકો એ તેમની ખુશીમાં સામેલ થાય પછી કોઈપણ પ્રકારનો સંબંધ રાખતા નથી. તમે પણ માર્ક કરજો જયારે પણ ક્યાય કિન્નર જોવા મળશે તો તમે તેમની આસપાસના લોકોના નજરનું અવલોકન કરજો. ઘણા એવા હશે જે તેમના થી ડરતા હશે અને તમારા માંથી ઘણા હશે જે એવું પણ વિચારતા હોય છે કે હવે જલ્દી આ અહિયાથી ચાલ્યા જાય તો સારું, ક્યાંક તેમના મોઢે કશુક અપશુકન ના નીકળી જાય. આમ સામાન્ય લોકો એ તેમની સાથે સારું વર્તન નથી કરતા.

તમને જાણીને નવાઈ લાગશે પણ જે લોકો કિન્નરો સુધી કોઈના લગ્ન કે બાળક જન્મના સમાચાર મોકલે છે તેમને કમિશન પણ મળે છે. તેઓ ફક્ત એટલું ઈચ્છે છે કે તેમને લોકો દ્વારા બનતા મજાકનો ભોગ ના બનવું પડે.

કિન્નરોને સમાજનો ભાગ ગણવામાં નથી આવતા પણ જેવીરીતે અમુક દિવ્યંગ વ્યક્તિ એ સમાજનો ભાગ છે તેવી રીતે કિન્નર પણ આપણા સમાજનો એક ભાગ જ છે. તેઓ પણ એક વ્યક્તિ જ છે તેમને પણ પ્રેમની અને સન્માનની નજરે જોવા જ જોઈએ. આમ છતાં પણ તેમને સમાજમાં ઘણા લોકોના તિરસ્કાર અને ધ્રુણાનો ભોગ બનવું પડે છે.

શું તમે જાણો છો કે તેઓ જન્મજાત કિન્નર હોય છે કે જન્મ પછી બને છે. તો તમને જણાવી દઈએ કે અમુક વ્યક્તિ હોય છે જે જન્મજાત કિન્નર હોય છે જયારે અમુક એવા પુરુષો હોય છે જે પછી થી કિન્નર બને છે તેના માટે તેમને અહિયાં ઉપર જણાવી એવી વિધિ કરવાની રહે છે.

આવો કિન્નરોના જીવન સાથે જોડાયેલ થોડી રસપ્રદ અને જાણવા જેવી હકીકત.

ઘણા લોકો એવી પણ વાતો કરતા હોય છે કે કિન્નરના મૃત્યુ પછી રાતના ૧૨ વાગ્યા પછી તેમને સમશાન લઇ જવામાં આવે છે તેમના શબને બહુ કનડવામાં આવે છે તેને લાતો મારવામાં આવે છે કારણ કે તે આવતા જન્મે ફરીથી કિન્નર યોનીમાં જન્મ ના લે. તેમના શબને વાળ પકડી ઢસડવામાં આવે છે.

(તસવીરઃ ઓલ ઈન્ડિયા કિન્નર એસોસિએશનની અધ્યક્ષ PM મોદીને પવિત્ર દોરો બાંધી રહી છે.)

કિન્નરોના શરીરની રચના એ પુરુષો જેવી જ હોય છે તેમને સ્ત્રી જેવું દેખાવા માટે બ્રેસ્ટ સર્જરી કરવામાં આવે છે આમ કરવાથી તેઓ સામાન્ય લોકોમાં અલગ તરી આવે છે.કિન્નરના શરીર પર પુરુષોના શરીરની જેમ વાળ આવતા હોય છે પણ તેને તેઓ હટાવી દે છે અને તેમને મહિલાની જેમ તૈયાર થઈને ફરવું ગમતું હોય છે.

કિન્નરોએ હંમેશા સ્ત્રીઓની જેમ રહેતા હોય છે એટલે જયારે કોઈ કિન્નરનું મૃત્યુ થાય ત્યારે તેમની સ્મશાનયાત્રામાં કિન્નર જતા નથી અને તેમના અંતિમ સંસ્કાર એ ધાર્મિક વિધિથી જ કરવામાં આવે છે. આપણામાં પણ મહિલાઓ અંતિમ સંસ્કારમાં નથી જઈ શકતી એમ તેઓ પણ ત્યાં નથી જતા.

તમે ઘણા લોકોના મોઢે સાંભળ્યું હશે કે કિન્નરોના આશીર્વાદ લેવા સારા પણ તેમના મોઢે શાપ ક્યારેય ના લેવો તેમને ક્યારેય નારાજ કરવા નહિ નહીતો તેઓ શાપ આપે તો આપણે દુખના દિવસો જોવા પડે. હવે આમાં એવું હોય છે કે જયારે તેઓને સમાજમાં યોગ્ય સામાન્ય વ્યક્તિ જેટલુ સન્માન મળે છે એટલું નથી મળતું ને ઘણી જગ્યાએથી તેમને ધ્રુણા પણ મળતી હોય છે. ત્યારે આવા હૃદયમાંથી ખરાબ વાતો અને અપશુકન વાતો નીકળવી સામાન્ય છે.

જયારે કોઈના ઘરમાં છોકરાનો જન્મ થઇ જાય છે ત્યારે તેમને એ માહિતી મળી જ જાય છે પણ તેમને છોકરીના જન્મ વિષે માહિતી મળતી નથી. તમને જાણીને નવાઈ લાગશે પણ જયારે કોઈના ઘરમાં કિન્નર બાળકનો જન્મ થાય છે ત્યારે તેમને ખબર પડી જ જાય છે કે કોના ઘરમાં કિન્નર નો જન્મ થયો છે. ત્યારબાદ તેઓ તે પરિવારમાં જાય છે અને તે બાળકના પરિવારને સમજાવે છે કે આ બાળકનો જન્મ એ તમારા માટે નહિ અમારા માટે થયો છે. જયારે એક છોકરો જન્મે છે ત્યારે ખ્યાલ આવી જાય છે કે એ બાળક કિન્નર છે પણ જયારે એક છોકરીનો જન્મ થાય છે ત્યારે બાળપણમાં ખબર નથી પડતી પણ જયારે તે મોટી થાય છે ત્યારે તેના હાવભાવ પરથી જાણી શકાય છે કે તે કિન્નર છે.

તમને પણ તેમના ઘર અને પરિવાર વિષે જાણવાની ઈચ્છા હશે તો તમને જણાવી દઈએ કે આપણા પરિવારની જેમ તેમનો પણ પરિવાર હોય છે. તેમના કુટુંબમાં સૌથી ઉપર એટલે કે ઘરનો વડીલ એ એક ગુરુ હોય છે, તેમની નીચે કામ કરવાવાળા વ્યક્તિઓને ચેલા કહેવાય છે તેમના કુટુંબમાં પણ ભાઈ, બહેન, નાની, દાદી અને દાદા વગેરે જેવા સંબંધો હોય છે, જે પણ કિન્નરો એ પુરુષની રહેણીકરણીમાં જીવે છે તેમને ભાઈ કહેવામાં આવે છે અને સ્ત્રીઓની જેમ વર્તન કરતા કિન્નરોને બહેન કહેવામાં આવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here