કાપેલા ત્રણ ઝાડવાં માટે થઈને આ દંપતિને ચાર કરોડનો દંડ ભરવો પડ્યો! આવું ભારતમાં હોય તો?

0

એક ઝાડ કાપવાથી શું થાય? આપણને કોઈ એવો સવાલ પૂછે તો સ્વાભાવિક રીતે આપણે બેપરવાહીથી સામો પ્રશ્ન ઠોકીને આડકતરી રીતે ઉત્તર આપી દઈએ કે, થવાનું શું હોય એમાં?

પણ ખરી વાસ્તવિકતા એ છે કે, કુદરતી વલયી ઘટમાળમાં એક વૃક્ષ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. અને આજની ક્લાયમેટ ચેન્જની વિષમ પરિસ્થિતીમાં વૃક્ષ જ એક માત્ર એવો સાથીદાર છે જે માનવજાતને પોતે નોતરેલી અનિવાર્ય આફતમાંથી ઉગારી શકે. અને આથી જ એક-એક વૃક્ષ આજે કિંમતી છે.

Image Source

ખેર, એક વૃક્ષની કિંમત નૈતિકતાના ધોરણે તો જ સમજાશે જ્યારે કાયદાકીય ધોરણે અમેરિકાના દંપતિ ઉપર ઝાડવાંએ કેવી પસ્તાળ પાડી એ વાત જાણશો.

વાત છે ઓક વૃક્ષની. આ ગંજાવર વૃક્ષો આમ તો મકાનો કે વરંડાની સુશોભિતતા માટે વાપરવામાં આવે છે. ક્રિસમસ ટ્રીની પૂજનીયતાની એ આરંભની ક્ષણ સાથે પણ આ વૃક્ષને જોડવામાં આવે છે જ્યારે સેન્ટ બોફોનીસને ખબર પડે છે કે, ધર્માંધ લોકો ઓકના ઝાડવા હેઠે એક બાળકનો બલી ચડાવવાના છે! ભલા બોફોનીસે ઓકના ઝાડને ઢાળી દીધું. એ પછી ત્યાં દેવદારનું નાનડકું ઝાડવું ઉગી નીકળ્યું ને વગેરે તો થયું…પણ મુદ્દો એ કે, બોફોનીસે જગ જોવું બાકી હતું એવા બાળકને બચાવવા ઓકને કાપ્યું જ્યારે અહીં અમેરિકન દંપતિ માટે તો એવો કોઈ દૂધમલીયાને બચાવવાનો પ્રશ્ન નહોતો.

Image Source

અહીં થયું રઘુવીર ચૌધરીની ‘વૃક્ષ’ એકાંકી જેવું. ઘરને નવો ઘાટ આપવો હતો. પાસે ત્રણ ઓકના ઘટાદાર ઝાડવાં હતાં. નડતા હતાં. કાપી નાખ્યાં! થોમસન દંપતિએ કાપેલાં ત્રણ ઓકમાંથી એક તો ખાસ્સું ઉંમરલાયક હતું. લગભગ ૧૮૦ વર્ષનું. જો કે, થોમસન કપલે ફરીવાર નવા વૃક્ષો ઉગાડવાનો વાયદો કરેલો પણ એ શક્ય ના બન્યું.

કેલિફોર્નિયા રાજ્યના સોનામાં પરગણાંનો આ મામલો હતો. કાઉન્ટીની કોર્ટમાં સોનામા લેન્ડ ટ્રસ્ટે ફરીયાદ કરી એ તો છેક ૨૦૧૪માં. ત્યારથી કેસ ચાલતો હતો. આખરે ચુકાદો તો છેક હમણાં આવ્યો. પણ જે આવ્યો એ ‘મારફાડ’ આવ્યો. બુલડોઝરથી ધ્વસ્ત કરાયેલી ઓક ત્રિપુટીને ન્યાય મળ્યો! જજે ઓર્ડર ઠોક્યો કે, થોમસન દંપતિએ ૪ કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે!

Image Source

આમ, ત્રણ ઓક ટ્રી થોમસન દંપતિને ચાર કરોડમાં પડ્યાં! પોતાના જ ખાતાની જમીનમાં પોતે કાપેલાં વૃક્ષો માટે આટલો દંડ! અમેરિકામાં આ શક્ય બન્યું. પર્યાવરણથી મોટું કોઈ નથી. એની સાથે છેતરામણી લગીરેય ચાખી ના લેવાય.

અને ભારતમાં તો રોડ બનાવવા જમીન ચોખ્ખી કરાય ત્યારે જે નડતાં હોય એ વૃક્ષો તો કપાય જ પણ અમુક સલામત અંતરે હોય ત્યાં પણ જેસીબીના સુપડાં ફરી જાય! આવા તો અનેક દાખલાઓ અનેક ફિલ્ડમાં છે. જાગૃતતા નહીં આવે તો સરવાળે ખતરો માણસજાતને છે.

[આર્ટીકલ માહિતીપ્રદ લાગ્યો હોય તો શેર કરજો. એકાદો કુહાડીનો હાથો અટકી જાય તોયે બસ છે!]

Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here