જ્યારે એશ્વર્યાએ લપેટી જયા બચ્ચનની સાડી, સાસુઓની સાથે આવા રિશ્તા છે આ 7 બોલીવુડ વહુઓના…વાંચો આર્ટિકલ

0

1 નવેમ્બર, 1973 ના રોજ જન્મેલી એશ્વર્યા રાયને બોલીવુડમાં આવ્યાના 20 વર્ષ થઇ ગયા છે. એશ્વર્યાએ એપ્રિલ, 2007 માં અભિષેક સાથે લગ્ન કર્યા અને બચ્ચન પરિવારની વહુ બની હતી. એશ્વર્યા અને તેની સાસુ જયા બચ્ચનને લઈને મોટા ભાગે મીડિયામાં ખબરો જાણવા મળતી હોય છે. પણ બન્ને એકબીજા સાથે સારી રીતે બોન્ડીંગ શેઈર કરે છે. વર્ષ 2010માં એક એવોર્ડ ફંક્શનમાં જયા બચ્ચને રેડ કલરની સાળી પહેરી હતી. જેને પછીના વર્ષે દુર્ગા પૂજા પર એશ્વર્યા રાયે પહેરેલી જોવા મળી હતી.

જયા હંમેશા પોતાની વહુ એશ્વર્યાનો ફેવર કરતી હોય છે. ઘણી વાર તેને ડિફેંસ પણ કરે છે. જયાને પોતાની વહુના વિરુદ્ધમાં કાઈ પણ સાંભળવું ગમતું નથી. એક વાર એક પાર્ટીમાં જયા અને એશ્વર્યા સાથે આવ્યા હતા તે સમયે ફોટોગ્રાફરે તેમને ‘એશ એશ’ કહીને બોલાવી હતી. તે સમયે જયા બચ્ચન તેઓ પર ભડકી ઉઠી અને કહ્યું કે, ‘એશ્વર્યા જી કે મીસીસ બચ્ચન કહો’.

1. જયા બચ્ચન અને એશ્વર્યા રાઈ:

2. સોનાલી બેન્દ્રે અને મધુ બહલ:

સોનાલી બેન્દ્રે બોલીવુડની એ વહુઓમાં શુમાર છે, જે પોતાની સાસુ સાથે ખુબ પ્રેમથી રહે છે. તે પોતાની સાસુને માં ની જેમજ માને છે. ઘણી વાર સોનાલી અને તેની સાસુ દોસ્તોની જેમજ ટાઈમ સ્પેન્ડ કરે છે.

3. કાજોલ અને વિના દેવગન:

કાજોલ અને તેની સાસુ વિના દેવગન વચ્ચે ખુબ સારી બોન્ડીંગ છે. ફિલ્મ ‘દિલવાલે’ ની શુટિંગ દરમિયાન કાજોલ જ્યારે બુલ્ગારિયામાં હતી તો અજયની માં એ કાજોલના બન્ને બાળકો યુગ અને ન્યાસાની સાર સંભાળ કરી હતી. કાજોલ જ્યારે પણ શુટિંગમાં બીઝી રહે છે ત્યારે તેની સાસુ જ તેમના બાળકોનું ધ્યાન રાખે છે.

4. રાની મુખર્જી અને પામેલા ચોપડા:

ફિલ્મ ડાયરેક્ટર આદિત્ય ચોપડાની સાથે લગ્નના બંધનમાં બંધાયેલી રાની મુખર્જીએ ચુપકે-ચુપકે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ રાનીએ પોતાની પહેલી અપીરીયંસ પોતાની સાસુ પામેલા ચોપડા સાથે જ આપી હતી. રાની અને પામેલા ચોપડાને ઘણા ફંક્શનમાં સાથે જોવા મળ્યા હતા.

5. કરીના કપૂર શર્મિલા ટાગોર:

કરીના કપૂર પોતાની સાસુ શર્મિલા ટાગોરને અમ્મા કહીને બોલાવે છે. કેમ કે સૈફ પણ પોતાની માં ને આજ નામથી બોલાવે છે. ‘અમ્મા’ જો કે માં નું તમિલ રૂપ છે. કરીના પોતાની સાસુને પોતાની માં બબીતાની જેમજ માને છે. કરીના કહે છે કે અમ્મા એક લીજેન્ડરી સ્ટાર છે. તે પટૌદીની રીયલ બેગમ છે. ખુદ કરીના પણ તેની બહુ મોટી ફેન છે.

6. નીતુ કપૂર અને કૃષ્ણા કપૂર:

સાસુ-વહુના રીશ્તાની વાત કરીએ તો નીતા કપૂરે પણ પોતાની સાસુ કૃષ્ણા કપૂરની સાથે બહુ સારી બોન્ડીંગ છે. કૃષ્ણા કપૂર પોતાની વહુના દિલ ખોલીને વખાણ કરે છે.

7. જેનેલિયા ડિસુઝા અને વૈશાલી દેશમુખ:

જેનેલિયા ડીસુઝા તેની સાસુ વૈશાલી દેશમુખ સાથે ઘણી એવી પાર્ટીમાં નજરમાં આવેલી છે. આ ફોટો ત્યારે લેવામાં આવી હતી જ્યારે જેનીલીયા માં બની હતી.
Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.