જો બન્ને તરફથી આવે છે સરખોજ અવાજ, તો શું છે ઈયર-ફોન નું left-right હોવાનું રહસ્ય…શું છે? વાંચો

0

અમારા આર્ટીકલ હંમેશા પાઠકો માટે તે સવાલોના જવાબ શોધી લાવે છે, જેનો જવાબ બીજા કોઈ પણ પાસે નથી હોતો. રોજીંદા જીવન સાથે સંકળાયેલી અમુક પહેલીઓ સોલ્વ કરવા માટે મોટા ભાગે આપણું દિમાગ હાર માની લેતું હોય છે. બસ એવીજ એક પહેલીનો જવાબ લાવ્યા છીએ. તમે તમારા ફોન કે લેપટોપ ના Earphones કે Headphones પર લેફ્ટ Left (L) કે રાઈટ Right(R) લખેલુંતો જોયુજ હશે.

તેના અનુસાર તમે તેને કાનમાં લગાવતા પણ હશો. શું તમે નોટીસ કર્યું છે કે Earphone નાં લેફ્ટ સાઈડ ને રાઈટ સાઈડ અને તેના રાઈટ સાઈડ ને લેફ્ટ બાજુએ લગાવવાથી કાઈ ફર્ક પડતો નથી. અને જો કાઈ ફર્ક ન પડતો હોય, બન્નેમાં અવાજ સરખોજ આવે છે તો પછી Earphone પર આ નિશાન લગાવવાનો મતલબ શું?

જો કે તે કોઈ કારણવગર હોતું નથી. તેની પાછળનાં ઘણા કારણો છે.  Sound Engineering થી લઈને રેકોર્ડીંગ સુધીની વાતો આ કારણો માનું એક છે.

પહેલું કારણ છે, રેકોર્ડીંગ.

જો સ્ટીરીયો રેકોર્ડીંગ નાં સમયે કોઈ સાઉંડ જમણી બજુએથી આવે છે તો, તમારા હેડફોનનાં left ચેનલ માં તે વધારે અને right ચેનલમાં થોડી ધીમી સંભળાશે.

Earphonesમાં left અને right ચેનલ હોવાનું બીજું કારણ એ છે કે તેના 2 ધ્વનીઓ ને અલગ અલગ સાંભળવું આસાન બની જાય છે. તેની વચ્ચેનાં અંતરની ઓળખ કરવી સહેલી બની જાય છે. ઘણા એવા સોન્ગ્સ છે, જેમાં Loud Musical Instruments(ઢોલ) અને  Soft Musical instrument(બાંસુરી)નો અવાજ એક સાથે હોય છે. એવામાં એક Instrument નો અવાજ બીજા અવાજ સાથે દબાઈ ન જાય, તેના માટે બન્નેના અવાજને એક સાથે અલગ-અલગ ચેનલ(left કે right)મા સાંભળવામાં આવે છે.

તેના સિવાય ફિલ્મોની સટીક સાઉંડ રેકોર્ડીંગનાં માટે left અને right ચેનલ હોવું જરૂરી છે. તમે ક્યારેય કોઈ ફિલ્મ તમારા લેપટોપ કે ફોન  પર Earphones ની મદદથી જોઈ છે? જો હા, તો કદાચ તમે નોટીસ કર્યું હશે કે સ્ક્રીનનાં left બાજુએથી આવનારી કોઈ ગાડીનો અવાજ પહેલા left કાન વાળા તરફજ આવે છે અને ધીમે-ધીમે right બાજુએ પહોંચે છે. એવું એટલા માટે કરવામાં આવે છે કેમ કે જોવાવાળાને ત્યાં હોવાનો અહેસાસ થઈ શકે.

હવે પછી કોઈ વાર આ સવાલ ક્યારેય પણ નજરમાં આવે કે પછી કોઈ પૂછે તો જટ દઈને તેનો જવાબ આપી દેજો.
Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!