જીરાના ફાયદાઓ વાંચો ને કાલથી જ શરૂ કરો જીરાના પ્રયોગો, ફાયદો જ ફાયદો છે શરીરને ….આર્ટિકલ વાંચો

0

ભારતીય રસોઈની એક વિશેષતા એ છે કે તેમાં ઘણી સારી વસ્તુઓ નો સાચો ઉપયોગ કરી મનપસંદ સ્વાદ મેળવી શકાય છે. ભારતીય વ્યંજન માત્ર સ્વાદ માં બેજોડ તો છે જ પરંતુ વિભિન્ન પ્રકાર ની સામગ્રી નું સાચું સંતુલન ના કારણે તે સ્વાસ્થય વર્ધક પણ છે.

ભારતીય પાક કળા માં મસાલા નો ઉપયોગ અલગ જ મહત્વ ધરાવે છે. મસાલાઓ માત્ર સ્વાદ વધારા નું કામ નથી કરતાં અપિતુ તે સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. આપણાં ખાદ્ય પદાર્થ માં ઘણા પકવાન તો આ મસાલા ના નામ પર થી જ ઓળખાય છે, જેમ કે વધારે પડતા પસંદ કરાતા જીરા રાઈસ. બરાબર સભાળ્યું તમે જીરું. આ જીરા માં ઘણા પ્રકાર ના ગુણો રહેલા છે. જેનાથી તમારી સ્વાસ્થય સબંધી સમસ્યાઓ દૂર થાય છે. આ જીરું કાળા, સફેદ અને બદામી રંગ માં મળે છે.

જીરા ના સ્વાસ્થય સંબંધી અનુપમ ગુણ જેનાથી તે ભારતીય રસોઈ માં તેનો અહમ ભાગ છે. પરંતુ પહેલા આના જમાના માં તે રોમન, ગ્રીક, અને મિસ્ર સંસ્કૃતિ નો પણ ખાસ મહત્વ નો ભાગ હતો. તે એટલું ખાસ હતું કે તે સમય માં તેનો કરન્સી ના રૂપ માં ઉપયોગ થતો હતો. જીરું શરીર ના દરેક ભાગ માટે ફાયદાકારક છે કારણ કે તેની તાસીર ગરમ છે. જેના ઉપયોગ થી વિભિન્ન પ્રકાર ના લાભ થાય છે.1. આપણાં શરીર માં વિભિન્ન કારણોથી ગંદકી આવી જાય છે. જેના થી શરીર માથી પરસેવો અને અન્ય રૂપે તે બહાર નીકળે છે. જીરું નો નિયમિત ઉપયોગ કરવા થી તે શરીર નું શોધન કરવા ની પ્રક્રિયા ને તેજ કરે છે. અને શરીર ની ગંદકી ખીલ, દાગ કે અન્ય રૂપે બહાર નથી આવતી. આમ તમારી ત્વચા સાફ અને સુંદર બને છે.2. જીરા માં વિટામિન ઈ ભરપૂર માત્રા માં હોય છે. જેના થી તે ત્વચા ને સ્વસ્થ રાખવા માં મદદ કરે છે. જીરા માં પ્રાકૃતિક તેલ હોવા ની સાથે સાથે એન્ટિ ફંગલ ગુણ હોય છે, જેના થી ચામડી ઇન્ફેકશન થી બચી જાય છે.

3. જીરા ની અંદર ત્વચા સંબંધી બીમારીઓ જેવી કે એગ્જિમાં, અને સોરઈસિસ ને ઠીક કરવા ના ગુણ રહેલા છે. જીરા ના પાઉડર ને તમે તમારા ફેસપેક માં પણ મિક્સ કરી શકો છો.

4. જીરા માં મળતો વિટામિન ઈ ચામડી પર થતી ઉંમર ની અસર ને ઓછી કરે છે.

5. જો તમે હથેળીઓ માં થોડી ગરમી જેનું અનુભવો છો તો જીરા ના પાણી ને ઉકાળી, ઠંડુ થયા પછી તરસ લાગે ત્યારે પીવું. જો તમે દર વખતે જીરા નું થોડુક ગરમ પાણી પી શકતા હો તો તેનો ફાયદો જલ્દી થશે.6. જીરા ના ઉપયોગ થી બનેલું ફેસપેક ખૂબ જ ફાયદાકારક છે. જેને હળદર ની સાથે મિક્સ કરી બનાવી શકાય છે. જીરા ના પાઉડર અને હળદર ને મધ ની સાથે ઉપયોગ કરી શકાય છે. આ પેસ્ટ ને ચહેરા પર લગાવી સુકાય ત્યાં સુધી રાખવું. આના થી ત્વચા નરમ અને તેજસ્વી થાય છે.

7. જીરા ના ઉપયોગ થી તમે માથા ના ખોડા (ડેંડરફ) થી પણ છૂટકારો મેળવી શકો છો. જીરા ને તમે તેલ માં થોડા ગરમ કરી અને તેને થોડાક ગરમ તેલ થી માથા પર માલિશ કરો અને ખોડા થી છૂટકારો મેળવી લો.

8. ડાયાબિટીસ ના દર્દી માટે જીરૂ અત્યંત લાભકારી છે. આ રક્ત માં શુગર ના સ્તર ને ઓછું કરવા માં મદદ કરે છે.

9. જીરા માં આયર્ન ભરપૂર માત્રા માં હોય છે. જેના થી તે લોહી ની ઉણપ એટલે કે એનીમિયા ને દૂર કરે છે. અને રક્ત માં હિમોગ્લોબિન ના સ્તર ને વધારે છે. તે શરીર માં ઑક્સીજન ને બધા અંગો માં સારી રીતે પહોચાડે છે.

10. દમ ના દર્દી ને જીરા થી ખૂબ જ લાભ થાય છે. તેમાં થાયમોકયીનોન નામ નું એક ખાસ તત્વ હોય છે જે દમ ને રોકવા માં ખૂબ મદદ કરે છે.11. પીસેલા જીરું ને 2 ગ્રામ મધ ની સાથે થોડા ગરમ પાણી માં મિક્સ કરી પીવા થી પેટ ના દર્દ માં આરામ મળે છે.

12. 10 ગ્રામ સફેદ જીરું ને પીસી ને તેને 100 ગ્રામ પાણી માં રાતે પલાળી દો, અને સવારે તેને ગાળી, તેમાં ખાંડ ભેળવી ને પીવો, જેના થી હ્રદય ની દુર્બળતા દૂર થાય છે.આમ જીરા નો દરરોજ થતો મોટા પાયે ઉપયોગ માત્ર તેના સારો સ્વાદ પ્રદાન કરવા થી ક્ષમતા ના કારણે જ નહીં પણ ભારતીય વ્યંજનો માં તેની ઉપસ્થિતિ તેના લાજવાબ ગુણો ના કારણે છે.

લેખન. સંકલન : માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!