જાણો મહિલા નાગા સાધુઓના જીવન સાથે જોડાયેલ આ અજબ ગજબ હકીકત…

0

સાધુ અને સંતોના જીવનને લગતી એવી ઘણીબધી બાબતો હોય છે જેના વિષે આપણે જાણવા માંગતા હોઈએ છીએ. તેઓ કેવું જીવન જીવે છે તેમનું ગુજરાન કેવીરીતે ચલાવે છે. સાધુઓ અને સંતોનું જીવન કેવીરીતે શરુ થાય છે અને સંત સાધુ બનવા માટે તેમને કેવી સ્થિતિમાંથી પસાર થવું પડે છે. આજે અમે તમને જણાવીશું મહિલા નાગા સાધુ સાથે જોડાયેલ કેટલાક રહસ્ય.તમને જાણીને નવાઈ લાગશે પણ મહિલા સાધુ બનતા પહેલા જે તે મહિલાને ૬ થી ૧૨ વર્ષ સુધી બ્રહ્મચર્યનું વ્રત પાલન કરવું પડતું હોય છે. જયારે તેમના ગુરુ એ તેમના આ વ્રત કે તપથી પ્રસન્ન થાય છે પછી જ તેમને તેઓ દીક્ષા આપે છે.જે મહિલા એ સન્યાસી થવા ઈચ્છતી હોય તે મહિલાના સંપૂર્ણ પરિવાર અને તેના જીવનની બધી જ માહિતી વિષે સંપૂર્ણ તપાસ કરાવવામાં આવે છે. જે પણ મહિલા એ સાધુ કે સન્યાસી બનવા માંગતી હોય તેની પાસેથી સૌથી પહેલા તેમનું પિંડદાન અને તર્પણ વગેરે જેવી વિધિ કરાવવામાં આવે છે. દીક્ષા લેનાર દરેક મહિલાના માથાના વાળ ઉતારી નાખવામાં આવે છે. જયારે તે એક જ નદીના પાણીમાં સમૂહમાં સ્નાન કરે છે ત્યારે તે સાધુ બનવા માટે યોગ્ય થાય છે. મહિલા નાગા સાધુઓને મહામંડલેશ્વર અખાડાના સાધુ જ દીક્ષા આપે છે.

હવે તમને જણાવીએ કે તેમના આખા દિવસનો નિત્યક્રમ શું હોય છે. સવારે સૂર્ય ઉગતા પહેલા તેમને ઉઠીને તેમનું નિત્યક્રમ પતાવાનો હોય છે અને તેના પછી સૌથી પહેલા શિવજીની પૂજા અને આરાધના કરે છે. જયારે તેઓ રાત્રે સુવા માટે જાય છે ત્યારે પહેલા દત્તાત્રેય ભગવાનની પૂજા અને આરાધના કરે છે. કુંભ અને સિંહસ્થના મેળામાં નાગા સાધુઓની જેમજ મહિલા સાધુ પણ સ્નાન કરે છે અને અખાડામાં તેમને પણ સારું સન્માન મળશે. બધા તેમને માતા કહીને જ બોલાવે છે.જયારે મહિલા સાધુઓ સ્નાન કરે ત્યારે તેઓ હંમેશા પોતાના શરીર પર પીળા રંગનું કપડું પહેરે છે. આમ આવીરીતે તેઓ પોતાનું જીવન એ પ્રભુની સેવામાં અને પૂજા આરાધના કરવા પાછળ જ વિતાવે છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here