ઈશા અંબાણી ની થવા વાળી સાસુ એ ગિફ્ટ કર્યું સોના નું બ્લાઉઝ , કિંમત જાણી અને કહેશો કે સાસુ હોય તો આવી.

0

ઈશા અંબાણી અને આનંદ પીરામલ ના લગ્ન 12 ડિસેમ્બર ના મુંબઇ માં થવા જઈ રહ્યા છે. બંને ના પ્રિ વેડિંગ ફંક્શન ઉદયપુર ના ઉદય વિલાસ હોટેલ માં થઇ રહ્યા છે. કાલે બંને ના સંગીત ની સેરેમની હતી જેમાં રમત ,રાજનીતિ અને બૉલીવુડ ના મોટા મોટા સિતારાઓ આવ્યા હતા. હાલ માં જ ઈશા ની સંગીત સેરેમની થઈ જેમાં બૉલીવુડ ના બધા કલાકાર હાજર હતા અને એક થી એક ચઢિયાતા પર્ફોમન્સ આપ્યા. જણાવી દઈએ કે ઈશા અંબાણી ના લગ્ન માં ફક્ત દેશ ના જ નહીં વિદેશ ના મહેમાન પણ આવ્યા છે.

અમેરિકન પૉપ સિંગર બેયોંસે ને પણ ઈશા ના લગ્ન માં આવવા નું નિમંત્રણ મળ્યું છે. એના સિવાય અમેરિકા ની પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લીંટન પણ મુકેશ અંબાણી ની ખાસ મહેમાન છે. હવે લગ્ન દેશ ના સૌથી મોટા પરિવાર ની દીકરી ના લગ્ન છે તો સામાન્ય વાત છે કે લગ્ન થી જોડાયેલ દરેક વસ્તુ રોયલ જ હશે. ખબર આવે છે કે ઈશા ની સાસુ સ્વાતિ પીરામલ એ તેમને એક ગિફ્ટ આપ્યું છે જેની ઉમ્મીદ દરેક એ છોકરી કરશે જેના લગ્ન થવા વાળા છે. પણ બધા ની કિસ્મત ઈશા જેવી થોડી હોય છે.
ચાલો જાણીએ ઈશા ની સાસુ એ એવું શું ગિફ્ટ આપ્યું છે.

સાસુ એ આપી આટલી મોટી ગિફ્ટ.

જણાવી દઈએ કે થવા વાળી વહુ ને સ્વાતિ પીરામલ એ કોઈ નાની મોટી ગિફ્ટ નથી આપી પણ એક એવી ગિફ્ટ આપી છે જેને ઈશા જીવનભર યાદ રાખશે.
વાત એમ છે કે , એમની સાસુ એ તેમને પ્યોર સોના નું એક અનહદ કિંમતી બ્લાઉઝ ગિફ્ટ કર્યું છે. જેની કિંમત જાણી તમારા હોશ ઉડી જશે. મીડિયા રિપોર્ટ અનુસાર ઈશા ની સાસુ એ જે બ્લાઉઝ ગિફ્ટ કર્યું છે એની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા છે. આ બ્લાઉઝ જોવા માં ખૂબ સુંદર અને પ્યોર ગોલ્ડ નું છે. એ બ્લાઉઝ ની ડિઝાઇન ખૂબ સુંદર છે. બ્લાઉઝ માં થોડા લોકો દુલ્હન ની ડોલી ને ઉઠાવી ને લઈ જાય છે. અમારો ભરોસો છે કે આ બ્લાઉઝ ની ડિઝાઇન અને નક્શી કામ તમારું મન મોહી લેશે.

સિતારા ઓ નો મેળો જામ્યો.

ઈશા અંબાણી નું પ્રિ વેડિંગ ફંક્શન અટેન્ડ કરવા માટે ઉદયપુર માં સિતારાઓ નો મેળો લાગ્યો. ફંક્શન અટેન્ડ કરવા માટે શાહરુખ ખાન , ગૌરી ખાન , ઐશ્વર્યા રાય ,અભિષેક બચ્ચન ,કરણ જોહર ,દીપિકા પાદુકોણ ,રણવીર સિંહ ,પ્રિયંકા ચોપડા ,સચિન તેંડુલકર ,જ્હોન અબ્રાહમ , મહેન્દ્ર સિંહ ધોની ,કેટરીના કૈફ અને અનિલ કપૂર જેવા બીજા ઘણા સિતારાઓ ઉદયપુર પહોંચ્યા.

પીરામિલ પરિવાર ની વહુ બનશે ઈશા.

જણાવી દઈએ કે ઈશા અંબાણી ના લગ્ન ભારત ના મશહૂર ઉદ્યોગપતિ અજય પીરામલ ના દીકરા આનંદ પીરામલ સાથે 12 ડિસેમ્બર ના મુંબઇ માં થવા જઈ રહ્યા છે. અજય પીરામલ , પીરામલ ગ્રુપ ના માલિક છે. પીરામલ અને અંબાણી ની ઓળખાણ વર્ષો જુની છે. બંને પરિવાર એક બીજા ને છેલ્લા 4 દશક થી ઓળખે છે. ટેકસ્ટાઈલ્સ માં પીરામલ ગ્રુપ નું નામ દેશ માં ખૂબ જાણીતું છે. ઈશા અને આનંદ ની સગાઈ ઇટલી ના લેક કોમો માં થઈ હતી.

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

આટલી છે ઈશા અંબાણી ની નેટ વર્થ, આ ગાડીઓની છે માલિક..

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેયરમૈન મુકેશ અંબાણી ની દીકરી ઈશા અંબાણી ના લગ્ન 12 ડિસેમ્બર ના રોજ અજય પીરામીલના દીકરા આનંદ પીરામીલ ની સાથે થવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા અંબાણી પરિવાર ઉદયપુર માં પ્રિ વેડિંગ પાર્ટી આપી રહ્યા છે. જેમાં દેશ અને દુનિયાના ઘણા લોકો શામિલ થઇ શકે તેમ છે. પ્રિ વેડિંગ માટે ઉદયપુર માં ભવ્ય તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. જણાવી દઈએ કે ઈશા અંબાણી ની દીકરી ઈશા અંબાણી ના નામ પર ખુબ મોટી સંપત્તિ છે. રિપોર્ટ અનુસાર ઈશા અંબાણી ના નામ પર 11.5 કરોડ અમેરિકી ડોલર સંપત્તિ છે. રિપોર્ટ અનુસાર વર્ષ ની ઈશા ની કમાણી 1.6 કરોડ અમેરિકી ડોલર છે. ઈશા ની પાસે રેન્જ રોવર, પોર્શે, મર્સીડીઝ બેન્ઝ સહીત ઘણી લગ્ઝરી કાર છે. જણાવી દઈએ કે ફોર્બ્સ મેગેજીન ના આધારે એશિયાની 12 તાકાતવર બિઝનેસ વુમન લિસ્ટ માં શામિલ કરવામાં આવ્યું હતું. ફોર્બ્સ એ ઈશા ને પોતાની લિસ્ટ માં વર્ષ 2016 માં જગ્યા આપી હતી. જયારે વર્ષ 2008 માં ફોર્બ્સ એ ઈશા ના આ લિસ્ટ માં બીજા સ્થાન પર રાખી હતી. ઈશા અંબાણી રિલાયન્સ જીઓ ઇન્ફોકૉમ અને રિલાયન્સ રિટેલ વેંચર ના નિદેશક સદસ્યોમાની એક છે. ઈશા અંબાણી રિલાયન્સ ના ફેશન રિટેલ એજિયો ને લીડ કરે છે. તેમણે એજિયો નો કાર્યભાર વર્ષ 2016 માં ઉઠાવ્યો હતો.

ઈશા અંબાણી ના પતિ આનંદ પીરામીલ ના પિતા અજય પીરામીલ ને ફોર્બ્સ એ કરોડપતિલિસ્ટ માં 404 માં સ્થાન પર રાખ્યા છે. આ લિસ્ટ દુનિયાભરના ધનવાન લોકોની છે. અજય પીરામીલ ફોર્બ્સ 2017 ની રિપોર્ટ ના આધારે ભારતના 26 માં સૌથી ધનવાન લોકોમાંના એક છે. જણાવી દઈએ કે મુકેશ અંબાણી ની નેટ વર્થ 47.5 અરબ ડોલર છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here