ગુજરાતમાં પહેલો કિસ્સો- બ્લુ વ્હેલ ગેમ રમનાર આ યુવકે કરી આત્મહત્યા, વાંચો અહેવાલ

વિશ્વભરમાં બ્લુ વ્હેલ ગેમએ તો ઘણા લોકોના જીવ લીધા છે  પણ પહેલી વાર આ ગેમએ ગુજરાતના એક યુવાનનો જીવ લીધો. પાલનપુરના આ યુવકે બ્લુ વ્હેલ ગેમને કારણે સ્યુસાઈડ કરી લીધું  છે. આ યુવકે આપઘાત કરતા પહેલા પોતાનો એક વીડિયો ઉતાર્યો છે, જેમાં તે બ્લુ વ્હેલના કારણે સ્યુસાઈડ કરી રહ્યો હોવાનીમાહિતી આપી છે

આ યુવાન પાલનપુરપુરનો રહેવાસી છે.

નામ : અશોક ઠાકોર

આ યુવાન આપઘાત કરતા અગાઉ પોતાના પરિવારજનોને જાણ કરવા માટે ફેસબુક પર એક વીડિયો શેર કર્યો હતો જે અત્યારે ખુબ વાઈરલ થઇ રહ્યો છે.

રીપોર્ટ અનુસાર બનાસકાંઠના જિલ્લાના પાલનપુર તાલુકાના માલણ ગામે રહેતો યુવકે બ્લુ વહેલ ગેમનું છેલ્લું સ્ટેજ પર કરી અમદાવાદની સાબરમતી નદીમાં ઝપલાવી આપઘાત કેઈ લેવાનો વિડિયો તેમના ફેસબુક પર પોસ્ટ કર્યો છે. માલણ ગામમાં રહેતો આશોક ઠાકોર નામનો યુવક 31 ઓગસ્ટ તેના ફેસબુક પર વીડીઓ પોસ્ટ કરતા કહ્યું છે કે મેં મોત સે પહેલે એ વિડિઓ બના રહા હું મુજે માફ કર દેના મેં અપની મમ્મી ઓર બહેન કો પ્યાર કરતા હું. આવી વાતો કહી અંતમાં મેને બ્લુ વ્હેલ ગેમ ડાઉનલોડ કિયા થા ઓર આજ મેરા લાસ્ટ સ્ટેપ હે તો સુસાઇડ કર રહા હું. ત્યાર બાદ બે દિવસ બાદ અશોકનો મૃતદેહ સાબરમતી નદીમાંથી મળી આવ્યો હતો.

ચન્દ્રનગર બ્રિજ પરથી અશોકનની બેગ અને બેગમાંથી 43 હજાર રૂપિયા રોકડ અને મોબાઈલ મળી આવ્યો હતો.


મૃતદેહ મળી આવતા સાબરમતી રિવરફ્રન્ટ પોલીસે પરિવારને જાણ કરતા પરિવારજનો દ્વારા અશોકે બ્લડ કેન્સરની બીમારીથી કંટાળી આતમહત્યા કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે સાબરમતી પોલીસ દ્વારા આત્મહત્યાનું કારણ બ્લુ વ્હેલ ગેમ્સ છે કે બીમારી તેને લઈ તપાસ હાથ ધરી છે.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!