ગરીબ મજુર ની રાતો-રાત બદલાઈ ગઈ કિસ્મત, એક જ જાટકે બની ગયા દોઢ કરોડના માલિક….

0

વ્યક્તિ કામિયાબી મેળવવા માટે ઘણી એવી મહેનતો કરતા હોય છે પણ એ વાતની કોઈ ગેરંટી નથી કે સફળતા મળશે જ. પણ ઘણી વાર આવા કિસ્સા સામે આવતા હોય છે કે જેમાં લોકો એક જ ઝટકા માં ધનવાન બની જાતા હોય છે. અમુક લોકો ધનવાન બનવામાં જીવનભર મેહનત કરતા રહી જાય છે જયારે અમુક એક જ રાતમાં ધનવાન બની જાતા હોય છે.

એક એવો જ કિસ્સો હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે જેમાં એક ગરીબ મજુર રાતોરાત કરોડો ના માલિક બની ગયો છે. જે કઈ આ મજુર ની સાથે થયું તે આ કહેવત ને સાચી કરે છે કે જબ ભી ઉપર વાલા દેતા હૈ તો છપ્પડ ફાડ કે દેતા હૈ.
જે મજુર પરિવાર બે ટાણા ની રોટલી માટે તરસી રહ્યું હતું અને જેમ તેમ પોતાનો ગુજારો કરી રહ્યા હતા તેઓની સાથે એવું તે શું બન્યું કે એક જ ઝટકા માં તેના દિવસો બદલાઈ ગયા. તો આવો તો જાણીએ કેવી રીતે બદલી આ પરિવારની કિસ્મત.મામલો પંજાબ ના સંગરુર નો છે અહીં પર એક ગરીબ મજુર મનોજ ને દોઢ કરોડનું ઇનામ મળ્યું છે. મનોજે પોતાની દીકરી પાસેથી પૈસા ઉધાર લઈને બમ્પર લોટરી ખીરીદી લીધી. જયારે તેણે લોટરી ખીરીદી હતી ત્યારે કદાચ તેઓએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે આ લોટરી માં તે પહેલા વિજેતા હશે.આગળની સવારે જયારે તેઓએ છાપા માં રિઝલ્ટ ચેક કર્યું તો ચમત્કાર થઇ ચુક્યો હતો. જોત જોતામાં મજૂર પરિવાર દોઢ કરોડ ના માલિક બની ગયા. માંડવી ગામ ના મનોજ કુમાર એક ઈંટ ભટ્ટા પર મજુર નું કામ કરતા હતા. તેના પરિવાર ને લોટરી માં દોઢ કરોડ રૂપિયા ની જીત હાથ લાગી છે.

પરિવાર પસાર થઇ રહ્યો હતો આર્થિક તંગી થી:આ ચમત્કાર ના પહેલા મનોજની હાલત કોઈથી છુપાયેલી ન હતી અને તે એક તૂટેલા ઘરમાં પોતાના પરિવારની સાથે ગરીબ નું જીવન વિતાવી રહ્યા હતા. તેના પરિવાર માં કુલ 7 લોકો છે જેઓનું ભરણ પોષણ મનોજની મજૂરી પર જ નિર્ભર હતું. અમુક જ દિવસોમાં મનોજના લગ્ન થાવાના હતા. જેના લીધે મનોજ નો પરિવાર મોટી આર્થિક તંગી માંથી પસાર થઇ રહ્યો હતો.

ઉધાર લઈને ખરીદી હતી લોટરી ટિકિટ:તમે કહી શકો છો કે કિસ્મત ખુદ ચાલીને મનોજ ના દરવાજા પર આવી હતી કેમ કે મનોજ ની દીકરી એ જણાવ્યું કે પોસ્ટ ઓફિસમાં કામ કરનારો એક વ્યક્તિ તેના ઘરે ટિકિટ લઈને આવ્યો હતો.તે છોકરા એ જણાવ્યું કે અમુક ટિકિટોને કોઈ જ ખરીદી રહ્યા ન હતા, જેના લીધે તે 8 ટિકિટ ને ફરી આપવા જઈ રહ્યો છે. તેના પછી મજુર મનોજે પોતાની દીકરીના જમા પૈસા થી લોટરી ટિકિટ ખરીદી લીધી અને તેમાં તેને બમ્પર ઇનામ લાગી ગયું.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here