આ છે એ 5 રીત જેના થી તમારું વજન ઓછું કરે છે ‘એક ગ્લાસ દૂધ’…માહિતી વાંચો અને શેર કરો

0

Milk For Weight Loss થી જ વજન ઉતારો

એક ગ્લાસ દૂધ… ભારતીય ખાણી પીણી થી જોડેલ પરંપરા માં એનું પોતાનું ખાસ મહત્વ છે. ભારત માં દૂધ નો મતલબ કફત ડ્રીંક નહીં , અહીંયા દૂધ એક પદાર્થ હોવા થી કંઈક વધુ હોય છે. ડઝન ભર હેલ્થ બેનીફીટ્સ થી ભરપૂર દૂધ ને પૂર્ણ આહાર કે કમ્પ્લીટેડ ફૂડ મનાય છે.
બેંગ્લોર ના ન્યુટ્રિશનિષ્ટ ડોકટર અંજુ સુદ ને અનુસાર” આયરન ને છોડી દૂધ માં લગભગ બધા જરૂરી અને મહત્વ ન્યુટ્રીશન જેવા કે પ્રોટીન, વિટામિન એ, બી1,બી2,બી12, ડી, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે” દૂધ શરીર ના પુરા વિકાસ માં અભિન્ન ભૂમિકા નિભાવે છે. સારી નીંદર , મજબૂત હાડકા, પ્રતિરક્ષા પ્રણાલી, સ્વસ્થ ત્વચા થી લઈ દૂધ ના બીજા ઘણા લાભો છે. શું તમે જાણો છો કે દરરોજ એક કે બે ગ્લાસ દૂધ પીવા થી તમે એક કે બે પાઉન્ડ સુધી વજન ઓછું કરી શકો છો. જ્યારે પ્રાકૃતિક રૂપે અને પ્રભાવી રૂપે વજન ઓછું કરવા ની વાત છે તો પોષક તત્વો યુક્ત આ સુપર ડ્રીંક દુનિયા ભર માં ફિટનેસ પ્રેમીઓ અને પોષણ વિશેષજ્ઞો નો ફેવરેટ આહાર છે .

અહીંયા અમે તમને જણાવીએ છીએ કે દૂધ કેવી રીતે વજન ઘટાડવા માં મદદ કરી શકે છે.

1. દૂધ પ્રોટીન નો એક સારો અને ઉત્કૃષ્ટ સ્ત્રોત છે. અને તમે ફિટનેસ ને પ્રતિ જરા પણ સજાગ રહો છો તો જરૂર થી તમને ખબર હશે કે આ વજન ઓછું કરવા માં કેટલું કારગર હોય છે. દૂધ માં ભરપૂર માત્રા માં પ્રોટીન હોય છે જેમને લાઈફ માં બિલ્ડીંગ બ્લોકસ કહેવાય છે. પ્રોટીન આપણા હંગર હાર્મોન્સ અને ગ્લોબુલિન જેવા પ્રોટીન પ્રચુર માત્રા માં હોય છે.દૂધ જલ્દી પેટ ને તૃપ્ત કરે છે અને એ ભૂખ હાર્મન ઘેર્લિન ના સ્તર ને ઓછું કરી,ભુખ ઓછી કરવા વાળા હર્મોન જેવા જીએલપી 1 , પીવાઈવાઈ અને સીસીકે ના સ્તર ને વધારે છે , જેના થી તમે ખાવા નું ખાઓ છો.

હાડકા અને દાંત ના નિર્માણ ને સિવાય કેલ્શિયમ વજન ઓછું કરવા માં પણ મદદ કરે છે.

2. હાડકા અને દાંત ના નિર્માણ ને સિવાય કેલ્શિયમ વજન ઓછું કરવા માં પણ મદદ કરે છે. થોડા અધ્યયનો ને અનુસાર કેલ્શિયમ અને વિટામિન ડી શરીર ના ચયાપચય ને વધારી કેલેરી ઓછી કરવા માં મદદ કરે છે.

3. ડિકે પબ્લિશીંગ હાઉસ દ્વારા ‘હિલિંગ ફૂડસ” પુસ્તક અનુસાર દૂધ માં વિટામિન બી 3 ની માત્રા ઘણી વધુ હોય છે ,જે વજન ને વધારતા રોકે છે અને એનર્જી વધારે છે.

4. આ તો આપણે બધા જાણી જ ચુક્યા છીએ કે પ્રોટીન ને પચાવવા માં ઘણો સમય લાગે છે. કારણકે પ્રોટીન સંતૃપ્તિ એટલે કે સિટીસફેક્શન ની ભાવના આપે છે. જો તમારું પેટ ભરેલ હશે તો તમે ચરબી વધારવા વાળા આહાર થી દુર રહેશો અને ઓછું ખાશો.

બકરી નું દૂધ ,ગાય નું દૂધ ,ભેંસ નું દૂધ બજાર માં સૌથી વધુ વ્યવસાયિક રૂપે ઉપલબ્ધ દૂધ વિકલ્પ છે.

5. થોડા હાલ ના અધ્યયનો થી ખબર પડી છે કે દૂધ માં મળેલ સંયુગમિત લીનોલેનિક એસિડ ફેટ ને બર્ન કરવા માં મદદગાર છે.

બકરી નું દૂધ ,ગાય નું દૂધ ,ભેંસ નું દૂધ બજાર માં સૌથી વધુ વ્યવસાયિક રૂપે ઉપલબ્ધ દૂધ વિકલ્પ છે. તમે એના થી સ્વાદિષ્ટ મિલ્કશેક બનાવી શકો છો. તમે ઇચ્છો તો દૂધ ને દલિયા માં ભેળવી શકો છો. એવું કરવા થી તમારા દલિયા વધુ હેલ્થી બની જશે. કોશિશ કરો કે તમારા આહાર માં ઓછો મલાઈ વાળા કે સ્કીમડ દૂધ નો ઉપયોગ કરો. દૂધ એક આફ્ટર વર્ક આઉટ ડ્રીંક પણ છે

દૂધ શાકાહારીઓ માટે કોઈ વરદાન થી ઓછું નથી ,પણ દૂધ થી લાભ મેળવ્યા પેહલા એ જોઈ લેવું જોઈએ કે તમને કોઈ રીત ની એલર્જી તો નથી ને.

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here