બ્લ્યૂ વ્હેલના શંકજામાંથી બચી ગયેલ યુવાને સ્મશાનવાળા ટાસ્ક વિશે કહ્યું એવું કે, તમારા ધબકારા વધી જશે

પોંડિચેરીના કરૈકાલના ૨૨ વર્ષના યુવાનને બ્લ્યૂ વ્હેલ સ્યૂસાઇડ ચેલેન્જમાંથી બચાવી લેવાયો છે, તેણે આજે એ મૃત્યુ જાળની ધ્રુજાવી દે એવો અનુભવ કહ્યો હતો.

મંગળવારે સવારે કરૈકાલ ખાતે પોલીસે એલેકઝાન્ડરના ઘરમાં આવી ત્યારે એલેકઝાન્ડર જીવલેણ બ્લ્યૂ વ્હેલ ચેલેન્જની સોંપાયેલી ટાસ્ક મુજબ હાથમાં ચાકુથી ઘા કરી રહ્યો હતો. આ તબક્કાથી આત્મહત્યાની છેલ્લી ટાસ્ક બહુ દૂર ન હતી. તેના એ અનુભવ અંગે એલેકઝાન્ડરે કહ્યું હતું કે બ્લ્યૂ વ્હેલ ગેઇમ એ વર્ચ્યૂલ ડેથ ટ્રેપ છે. તમે ભયાનક અનુભવમાંથી પસાર થાવ છો. જેઓ સાહસ કરવા માગે છે, તેઓને માનસિક અસર પણ થાય છે. તેણે પોલીસ અધિકારી વેમસીધર રેડ્ડીને જણાવ્યું હતું કે આ ગેઇમથી બધા દૂર રહે એવી હું ચેતવણી આપું છું.

એલેકઝાન્ડરે જણાવ્યું હતું કે, તેને બે અઠવાડિયા પહેલાં બ્લ્યૂ વ્હેલની લિંક મળી હતી. કુરિયર કંપની ખાતેના તેના સાથીઓએ બનાવેલા વોટસ એપ ગ્રૂપ પર આ ચેલેન્જ મળી હતી. તે રજા લઇને તેના નેરાવી ગામે આવ્યો ત્યારે તે એ ગેઇમ રમવા લાગ્યો હતો. ગેઇમનું વળગણ એવું વળગ્યું હતું કે તે ફરી નોકરી પર જવા માટે ચેન્નઇ ગયો જ નહીં !

એલેકઝાન્ડરે વધુમાં કહ્યું હતું કે, એ કોઇ એપ કે ડાઉનલોડ કરાતી ગેઇમ નથી, તે વ્યક્તિગત બ્લ્યૂ વ્હેલ એડમિન દ્વારા અપાતી ગેઇમ છે. એડમિન જે ટાસ્ક આપે એ દરરોજ રાત્રે બે વાગ્યા પછી જ પૂરી કરવાની હોય છે. પહેલા થોડા દિવસોમાં વ્યક્તિગત ડિટેઇલ તથા ફોટોગ્રાફ આપવામાં જ જતા હોય છે.

મધ્યરાત્રે સ્મશાનમાં જવા કહેવાયું, દરરોજ હોરર ફિલ્મ પણ જોવી પડતી
થોડા દિવસો પહેલાં જ એલેકઝાન્ડરને મધ્યરાત્રિએ સ્મશાન જવાની ટાસ્ક સોંપાઇ હતી. ત્યાં જઇને સેલ્ફી લઇને તે ઓનલાઇન પોસ્ટ કરી હતી. દરરોજ મારે હોરર ફિલ્મ જોવાની હોય છે.

News

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!