ભારતનું આ 10 સ્થળ જ્યાં આજે પણ ઉભરાઈ આવે છે ભારતીયતા, જુઓ તસ્વીરો..ગર્વ છે ભારતીય હોવાનો…

0

રાજસ્થાનનાં આ 10 શહેરો ચોક્કસ તમારા દિલમાં ઉતરી જાશે.

તમે સવાર-સવારમાં એલાર્મનાં અવાજથી ઉઠો છો. ટ્રાફિકની વચ્ચે સ્કુલ,ઓફીસ કે કોલેજ પહોંચો છો. પરત આવીને જમો છો. અને પછી અમુક સમય પોતાનાઓ સાથે વિતાવો છો. થોડો મોબાઈલ ચલાવો છો અને બાદમાં સુઈ જાઓ છો. રીપીટ મોડ પર તમારું જીવન આવીજ રીતે ચાલતું હોય છે. સન્ડે કઈક અલગ કરી શકો છો પણ એ ક્યારે આવ્યું અને ક્યારે ગયું કઈ જ ખબર ના પડી શકે.

જો તમે પણ આવી જિંદગીને બ્રેક આપવા ઇચ્છતા હોવ તો એકવાર રાજસ્થાન જરૂર જાઓ. અહી તમને ઇન્ડીયા નહિ પણ હિંદુસ્તાન જોવા મળશે. સાથે જ ભારત જેની પહેચાન આપણા દાદી-નાની ની કહાનીઓમાં હોય છે, જે બધું આપણને સાંભળવા મળતું હતું.

સરળ શબ્દોમાં વાત કરવામાં આવે તો ત્યાની ઇમારતો પોતાનામાં એક કહાની સમેટીને રાખેલી છે. આ  સ્ટોરી વાંચતા જ તમને અંદાજો લગાવી શકાય છે કે ખરેખર આ દુનીયા પણ એક વાર જીવવા જેવી છે.

1. જયપુર:

‘ગુલાબી શહેર’ નાં નામથી જાણીતું શહેર જયપુર, રાજસ્થાનનું સૌથી મોટું શહેર અને રાજધાની છે. 1728 માં આમેરના મહારાજા જયસિંહ દ્વિતીય દ્વારા વસાવવામાં આવેલા શહેરમાં ફરવા માટે આમેરનો કિલ્લો, બિરલા મંદિર, જંતર-મંતર, હવા-મહેલ, જલ-મહેલ અને જયગઢ જેવી શાનદાર જગ્યાઓ છે.

2. જોધપુર:

જેવી રીતે જયપુરને ગુલાબી શહેર કહેવામાં આવે છે, તેવી જ રીતે જોધપુરને ‘નીલા શહેર’ પણ કહેવામાં આવે છે. અહી મેહરાનગઢનાં કિલ્લા પરથી જોવા પર પૂરું શહેર નીલું નજરમાં આવે છે. મેહરાનગઢના કિલ્લા સિવાય અહી ઉમ્મેદ ભવન પૈલેસ, જસવંત થડા, ઘંટા ઘર, કલ્યાણ સાગર ઝીલ જેવા ઘણા જોવાલાયક સ્થળો છે.

3. ચિતૌડગઢ:

સંજય લીલા ભંસાલીની ‘પદ્માવતી’ ફિલ્મને લઈને જે વિવાદો ચાલ્યા છે તે આપણા દરેકની આંખો સામે જ છે. જો તમે પદ્માવતીના શૌર્યને મહેસુસ કરવા ઈચ્છો છો તો તેના શેહર ચિતૌડગઢની તરફ જઈ શકો છો. અહી રાની પદ્માવતી મહેલ, ચિતૌડગઢ નો કિલ્લો, વિજય સ્તંભ અને રાણા કુમ્ભાનો મહેલ પણ છે. તેના સિવાય સૌથી મોટા રાજપૂત મેલા ‘જોહર મેલા’ નો પણ આયોજન કરવામાં આવે છે. અહીનું કાલિકા માતા મંદિર પણ જોવા લાયક છે જે 8 મી શતાબ્દી માં સૂર્ય મંદિરના સ્વરૂપે હતું. બાદમાં 14મી શતાબ્દીમાં તેને કાલી મંદિરમાં બદલાવવામાં આવ્યું.

4. બિકાનેર:

રાજસ્થાનનું ચોથા નંબરનું સૌથી મોટું શહેર બિકાનેરની સુંદરતા પણ જોવા લાયક છે. અહી જુનાગઢનો કિલ્લો, બિકાનેર ઉંટ સફારી, લાલગઢ મહેલ, ગજનેર પૈલેસ, ગંગા સિંહ મ્યુઝીયમ અને જૈન મંદિર જેવી સુંદર જગ્યાઓ છે.

5. અજમેર:

અરાવલીની પહાડીઓથી ઘેરાયેલું અજમેર ખ્વાજા મોઈનુંદ્દીન ચિશ્તીની દરગાહ માટે જાણવામાં આવે છે. આ શહેર 7 મી શતાબ્દીમાં ચૌહાન રાજા અજયરાજ સિંહ દ્વારા વસાવવામાં આવ્યું હતું. દરગાહ સીવાય તમે અહી સોની જી ની નસીઓ(દિગંબર જૈન મંદિર), 14 મી શતાબ્દીમાં બનેલું પુષ્કરમાં બ્રમ્હા જી નું મંદિર, નાગૌર મેલા, પુષ્કર મેલા અને ફેબ્રુઆરીમાં આયોજિત થનારો બ્લુ લોટસ ફેસ્ટીવલનો લાભ ઉઠાવી શકો છો.

6. જૈસલમેર:

1178 ઇસવી માં યદુવંશી ભાટીના વંશજ રાવલ જૈસલ દ્વારા આ શહેરની સ્થાપના કરવામાં આવી હતી. તેમના જ નામ પર આ શહેરનું નામ જૈસલમેર રાખવામાં આવ્યું હતું. આ શહેરમાં ખાસ પ્રકારના પથ્થર મળી આવે છે જો તડકામાં સોનાની માફક ચમકે છે જેને લીધે તેને ‘ગોલ્ડન સીટી’ પણ કહેવામાં આવે છે. અહી સોનાર કિલ્લો, કુલધારાની સાથે સાથે તમે કૈમ્પીંગ, ઉંટ સફારી અને દરેક વર્ષ જાન્યુઆરીમાં થનારા રણઉત્સવનો લુક ઉઠાવી શકીએ છીએ.

7. ઉદયપુર:

ઉદયપુર મેવાડ રાજ્યની એતિહાસિક રાજધાની કહેવામાં આવે છે. અહી ફતેહ સાગર ઝીલ, ઉદયપુરનો સીટી પેલેસ, બગોરની હવેલી, એકલિંગ જી મંદિર અને શ્રીનાથ મંદિર જેવી શાનદાર જગ્યાઓ છે.

8. માઉન્ટ આબુ:

માઉન્ટ આબુ રેગીસ્તાનથી દુર અરાવલીની પહાડીઓ પર વસેલું હિલ સ્ટેશન છે. અહી નક્કી ઝીલ, દિલવાડા જૈન મંદિર, 14 મી શતાબ્દીમાં રાણા કુંભા દ્વારા બનાવવામાં આવેલું અચલગઢ કિલ્લો જોવા લાયક છે.

9. ભીલવાડા:

શીલા મહાદેવ મંદિર આ શહેરનું મુખ્ય આકર્ષણ છે. અહી નાના પત્થરો પર મોટા પત્થરો ટકી રહેલાનો દુર્લભ નજારો જોવા મળે છે. આ મંદિર સિવાય અહી 32 ખંભોની છતરી અને શ્રી બીડ નાં બાલાજી જેવી સુંદર જગ્યાઓ છે.

10. અલવર:

ભાનગઢના ભૂતીયા કિલ્લાના કિસ્સા તો તમે પણ સાંભળ્યા હશે. ભાનગઢનો આ કિલ્લો અલવર માં જ છે. અહી તમે દુનિયાનું સૌથી સુંદર જુનું એન્જીન ‘ફૈરી ક્વીન’ અને બાલા કિલ્લા(અલવર કિલ્લા) પણ ફરી શકો છો.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.