બેશુમાર દૌલત અને સંપત્તિના માલિક છે આ સુલતાન, જે માત્ર વાળ કાપવા પાર ખર્ચ કરે છે 13 લાખ રૂપિયા….

0

બ્રુનેઇના સુલ્તાન ‘હસનલ બોલ્કીયા’ દુનિયામાં એક એવા નામમાં આવે છે જેને સાંભળીને લોકોને રઈસીની ચમકદાર દુનિયા દેખાવા લાગશે. તેની ગણતરી દુનિયાના સૌથી મિર ઈન્સાનોમાં પણ થાય છે. તમને જણાવી દઈએ કે આ સુલતાન પણ પોતાની રઈસી બતાળવામા કોઈથી પાછળ નથી પણ તેને દિખાવટી ન કહી શકાય કેમ કે સુલ્તાન હોવા પછી શાહી ઝલક ન જોવા મળે એ તો નામુમકીન છે.
સુલ્તાન હસનલ રાજસી પરિવારના હોવાની સાથે-સાથે એક નામી વ્યાપારી પણ છે. તેની પાસે લગભગ 1363 અરબ રૂપિયાની સંપત્તિ છે. તેના વિશે કહેવામાં આવે છે કે સુલતાન તો દુનિયામાં ઘણા હશે તો પોતાની રઈસી દેખાડવાનો જે હુનર તેઓની પાસે છે જે કદાચ ભગવાને બીજા કોઈને નથી આપ્યું.સુલ્તાનના શાનોશૌક્તથી બધા હેરાન:આ દુનિયાના એકમાત્ર એવા ઇન્સાન છે જેની પાસે 7000 કાર્સ નો કાફલો છે. સાથે જ તેની પાસે પોતાનું ખુદનું પ્લેન પણ છે, જે પૂરું સોનાનું બનેલું છે. તેનો મુખ્ય સ્ત્રોત તેલ છે જેનાથી તે સૌથી વધુ કમાણી કરે છે.રિપોર્ટ અનુસાર સુલ્તાનની દૌલત 1363 અરબ હતી. 2009 પછી તેની દૌલત પર કઈ ખાસ ફર્ક આવ્યો નથી. 1980 સુધી સુલ્તાન સૌથી અમીર વ્યક્તિ હતા પણ 1990 માં આ ખિતાબ અમેરિકાના વ્યાપારી બિલ ગેટ્સ ના નામ થઇ ગયો હતો.સુલ્તાન પોતાના આલીશાન મહેલ અને મોંઘી ગાડીઓના કલેક્શન અને પ્રાઇવેટ જેટથી પુરા વિશ્વમાં ફેમસ છે. આ સુલ્તાનનો મહેલ 2 લાખ વર્ગ ફૂટમાં ફેલાયેલો છે.આ મહેલની કિંમત 2387 કરોડ રૂપિયા છે. આ મહેલ 1984 માં બન્યો હતો તેની અંદર 1788 રૂમ છે અને તેનું ક્લોડ 22 કૈરેટ સોનાથી જડાયેલો છે જે વિશ્વમાં બીજે ક્યાંય જોવા નહીં મળે. આ મહેલમાં 257 બાથરૂમ અને આ મહેલમાં 110 કાર્સનું ગેરેજ છે.
7000 ગાડીઓનો કાફલો:સાથે જ ઘોડાઓ માટે પણ એયર કન્ડિશનર પણ બનાવામાં આવેલા છે. સુલતાનની પાસે 7000 કાર્સનો સંગ્રહ છે. જો તેમના એક કારની કિંમત આંકવામાં આવે તો તે 341 અરબ રૂપિયા છે. આ કાર્સમાં 600 રોલ્સ રોયસ, 300 ફરારી અને અન્ય મિલાવીને કુલ 7000 કાર્સ છે. રિપોર્ટ અનુસાર, સુલતાન ઓફ બ્રુનેઈની કુલ સંપત્તિ 20 અરબ ડોલર થી વધુ જણાવામાં આવી રહી છે. તેના વિશે કહેવામાં આવે છે કે એ હેઈરકટ માટે લગભગ 13 લાખ રૂપિયા ખર્ચ કરે છે. બ્રુનેઇના આ સુલતાને અત્યાર સુધીમાં 3 લગ્ન કર્યા છે.ત્રણ પત્નીઓથી તેના પાંચ દીકરા અને સાત દીકરીઓ છે.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!