અરબાઝ સાથેના ડાઇવોર્સ પછી સલમાનની EX મલાઈકા ભાભીએ ખુદને કેવી રીતે સંભાળી, જાણો તેની જ જુબાની…..

0

મલાઈકા અરોરા અને અરબાઝ ખાને વર્ષ 1998 માં લગ્ન કર્યા હતા, પણ જયારે લગ્ન ના 19 વર્ષ પછી એટલે કે વર્ષ 2017 માં બંને એ અલગ થવાનો નિર્ણય કર્યો, તો દરેક કોઈ હેરાન રહી ગયા હતા. મીડિયા માં બંને ના ડાઇવોર્સ ને લઈને ઘણા પ્રકારની ખબરો સામે આવી હતી. મલાઈકા વિશે પણ ઘણું એવું કહેવામાં આવ્યું પણ હતું, પણ હાલ માં જ એક શો દરમિયાન મલાઈકા એ કહ્યું કે અરબાઝ સાથેના ડાઇવોર્સ પછી તે પહેલાની તુલનામાં વધુ શાંત અને સહજ બની ગઈ છે. પોતાની આસપાસ ના માહૌલને લઈને વધુ શાંત અને સુખી બની ગઈ છે. વાતોને પોતાના પર હાવી થવા ન દીધી:

અરબાઝ સાથેના ડાઇવોર્સ પછી મલાઈકા વિશે ઘણા પ્રકારની વાતો બોલવામાં આવી હતી. એ પૂછવા પર કે મલાઈકા એ તે સમયે કેવી રીતે ડીલ કરી, તેના પર તેણે કહ્યું કે, ”મારા મગજમાં ઘણા પ્રકારના વિચારો આવતા હતા, પણ સૌથી સારી વાત એ છે કે મેં કોઈપણ ચીજો કે વાતને મારા ઉપર હાવી થવા ન દીધી. મેં મારું સંયમ જાળવી રાખ્યું હતું. મેં બસ યોગ્ય સમયની વાટ જોઈ અને બધું જ સમય પર જ છોડી દીધું.

નથી જાણતી ડેટિંગ નો કોન્સેપ્ટ:

ડાઇવોર્સ ની પાછળ અમૃતા અને અર્જુન કપૂર ના અફેયર ની અફવાઓ ઉડી રહી હતી જો કે સમયની સાથે હકીકત સામે આવી ગઈ કે આ બાબતમાં કઈ જ સાચું ન હતું. જયારે તેના ડેટિંગ પર સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, ”હું ડેટિંગ ના કોન્સેપ્ટ ને જાણતી જ નથી. મને આ બધું સમજમાં નથી આવતું. મેં મારા જીવનમાં સૌથી પહેલા જે વ્યક્તિને ડેટ કરી તેની સાથે જ લગ્ન કર્યા. મેં ક્યારેય અન્ય બીજા કોઈને ડેટ કરી જ નથી”.  બંને માં આજે પણ છે સારી એવી બોન્ડિંગ:

ડાઇવોર્સ લીધા પછી મલાઈકા અને અરબાઝ ભલે અલગ-અલગ રહી રહ્યા હોય, પણ મોટાભાગે બંને ફેમિલી ફંક્શન માં મળતા રહે છે. મલાઈકા અને અરબાઝ વચ્ચે આજે પણ સારી એવી બોન્ડિંગ છે. આગળના દિવસોમાં બંને એક સાથે ગણેશ ચતુર્થી નો અવસર મનાવતા નજરમાં આવ્યા હતા. આ સેલિબ્રેશન માં અરબાઝ ની સાથે તેની ગર્લફ્રેન્ડ જોર્જિયા પણ હાજર રહી હતી, પણ બધાની વચ્ચે એક કમ્ફોર્ટ લેવલ સ્પષ્ટ દેખાઈ આવતું હતું.અરબાઝ નો ફરીથી લગ્ન કરવાનો પ્લાન:

મલાઈકા સાથેના ડાઇવોર્સ પછી અરબાઝ પોતાના જીવનમાં આગળ વધી ચુક્યા છે. અરબાઝ હાલના દિવસોમાં જોર્જિયા એંડ્રિયાની ને ડેટ કરી રહ્યા છે. ઘણીવાર તેઓને પાર્ટીઝ કે રેસ્ટોરેન્ટ માં એકસાથે જોવામાં આવ્યા છે. હવે અરબાઝ ફરીથી લગ્ન કરવાંનો પ્લાન બનાવી રહ્યા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.