આજે પણ ધરતી પર જીવિત છે ભગવાન હનુમાન, જાણો આ જગ્યા વિશે….સબૂત છે આ – વાંચો લેખ

0

હિન્દૂ ધર્મની એવી માન્યતા છે કે હનુમાનજી હજી પણ આ દુનિયામાં ક્યાંક ને ક્યાંક કોઈ અલગ જ પ્રકારના શરીરમાં હાજર છે. આપણા હિંદુઓમાં આજે પણ એ આસ્થા છે કે આ પૃથ્વી પર ભગવાન હનુમાનજી જીવિત સ્વરૂપમાં જ છે કેમ કે કહેવામાં આવે છે કે હનુમાનજી એક એવા દેવ છે જેને અમરત્વનું વરદાન પ્રાપ્ત થયું હતું. કદાચ આ જ કારણોને લીધે હનુમાનજીને કળિયુગના દેવતા માનવામાં આવ્યા છે, અને આજ કારણ રહ્યું હશે જયારે લોકોએ એ કહ્યું કે ભગવાન હનુમાન હાલના સમયમાં પણ જીવીત અવસ્થામાં છે. હનુમાનજી ને પ્રાપ્ત છે અમરત્વનું વરદાન:

રામાયણના સૌથી મુખ્ય પાત્ર માનવામાં આવતા ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાન જી ના વિશે તો કોણ નહીં જાણતું હોય, દરેક કોઈ તેનાથી પરિચિત જ છે. પુરી દુનિયા તેની મહાનતાના જાણકાર છે. સાથે જ હનુમાન જ વિશે લોકો એવું પણ કહે છે કે આ સૃષ્ટિમાં તેના જેવા ભક્ત ક્યારેય ફરીથી જન્મ નહીં લઇ શકે. પણ આ વખતે ફરી એકવાર હનુમાનજીની ઉપસ્થિતિ હોવાના સાક્ષ્ય સામે આવ્યા છે. આગળના અમુક સમયથી સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે જેમાં હનુમાનજીના વર્તમાનમાં પણ ધરતી પર હોવાની સાબિતી મળી આવી છે.
હનુમાનજી ના જીવિત હોવાના મળ્યા છે સાક્ષ્ય:હિન્દૂ ધર્મમાં ભગવાન હનુમાનના જીવિત હોવાની જો કે ઘણી એવી માન્યતાઓ પ્રચલિત છે. કેમ કે આજ સુધી જેટલા પણ પુરાણ અને ગ્રન્થ લખવામાં આવ્યા છે, તેમાં ક્યારેય પણ એ વાતનું વર્ણન કરવામાં નથી આવ્યું કે હનુમાનજી એ ક્યારેય પણ પોતાના શરીરનો ત્યાગ કર્યો હોય. જયારે દરેક જગ્યાએ માત્ર એજ સાંભળવા મળી રહ્યું છે કે આ પાપ ભરી દુનિયામાં લોકોની રક્ષા માટે માત્ર હનુમાનજી જ છે, જેને અમરત્વનું વરદાન મળ્યું છે.ઝડપથી વાઇરલ થયેલા આ વીડિયોમાં એ પણ કહેવામાં આવી રહ્યું છે કે હનુમાનજી અત્યારે પણ હિમાલયના અમુક સ્થાનોમાં વિદ્યમાન છે. વીડિયોના આધારે એ વાત સામે આવી છે કે ઘણા લોકો એ વાતનો દાવો પણ કરી ચુક્યા છે કે હિમાલય પર ભગવાન હનુમાન ના અત્યારે પણ ઉપસ્થિત હોવાના નિશાન અને સાક્ષ્ય છે.

સોશિયલ મીડિયા પર વાઇરલ થયો વિડીયો:

આ વીડિયોના માધ્યમથી એ વાત પણ સામે આવી છે કે શ્રીલંકા ના જંગલોમાં કોઈ આદિવાસી કબીલાની પાસે હનુમાનજી સાથે સંબન્ધિત એક એવું પુસ્તક છે, જેમાં તેના જીવિત હોવાનું રહસ્ય છુપાયેલું છે અને સાથે જ એ પણ માનવામાં આવે છે કે દર 41 વર્ષ પછી આ કબીલાના લોકો અહીં હનુમાનજીની પૂજા-અર્ચના કરે છે અને પછી ભગાવન હનુમાન તેઓને દર્શન આપે છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here