આ 6 બોલીવુડ એક્ટ્રેસસનાં મંગલસૂત્રની કિંમત છે લાખો રૂપિયા, જાણો કોણ કોણ આવે છે લીસ્ટમાં……ઐશ્વર્યા અને વિરાટની પત્નીનું જાણીને ચોંકી જશો

0

તમારી ફેવરીટ એક્ટ્રેસનો છે કઈક આવો હાલ.

હિંદુ ધર્મમાં મંગલસૂત્ર માત્ર એક ઘરેણું જ નહિ પણ મહિલાનોનાં સુહાગની નિશાની માનવામાં આવે છે. જો કે મંગલસૂત્ર કાળા અને પીળા મોતીઓની માળા હોય છે પણ સમયની સાથે મોબાઈલ, ટીવી, ફ્રીજ વગેરે જેવી તમામ વસ્તુઓ સ્માર્ટ બનતી જાય છે અને હર ચીજને બેહતર બનાવા જઈ રહ્યા છે. એવામાં મંગલસૂત્ર કેવી રીતે ભુલાઈ જાય. આજ મંગલ સૂત્રની કિંમત પણ લાખો સુધી પહોંચી ગઈ છે. અને વાત જ્યારે બોલીવુડ સેલીબ્રીટીસના મંગલસૂત્રની હોય તો તે એક્સ્ટ્રા ઓર્ડીનરી તો હોય જ છે.

આજે અમે તમને બોલીવુડ સેલીબ્રિટીસનાં એવાજ એક્સ્ટ્રા ઓર્ડીનરી મંગલસૂત્ર વિશે કહેવા જઈ રહ્યા છીએ. આવો તો જાણીએ તેઓના લાજવાબ મંગલસૂત્રની કિંમત.

1. અનુષ્કા શર્મા:

જે રીતે હાલ ઈન્ડીયામાં ‘પદ્માવત’ ફેલાયેલી છે તેના પહેલા પુરા દેશમાં ‘વિરુશ્કા’ છવાયેલા હતા. હર સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ પર વિરાટ-અનુષ્કાના લગ્નની તસ્વીરો જ નજરમાં આવી રહી હતી. તસવીરોમાં અનુષ્કા ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. તેની ડ્રેસ અને જ્વેલરી સબ્યસાચીએ ડીઝાઈન કર્યા હતા.

મંગલસૂત્રની કિંમત:

લગ્ન બાદ અનુષ્કા ફલોરલ ડ્રેસ પહેરેલી એઈરપોર્ટ પર નજરમાં આવી હતી. તે સમયે તેણે વિરાટના નામનું મંગલસૂત્ર પણ પહેરેલું હતું. અનુષ્કાનાં આ મંગલસૂત્રની કિંમત લગભગ 52 લાખ રૂપિયા છે.

2. શિલ્પા શેટ્ટી કુંદ્રા:

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાના લગ્ન કોઈ ડ્રીમ વેડિંગથી કમ ન હતા. તેના લગ્ન પુરા શાહી આલીશાન અને ભવ્ય અંદાજમાં થયા હતા.

મંગલસૂત્રની કિંમત:

શિલ્પા શેટ્ટીએ પોતાના લગ્નમાં તરુણ થીલાની દ્વારા ડીઝાઇન કરેલી લાલ અને બરગંડી રંગની સાળી પહેરી હતી. લગ્નમાં શિલ્પાનો મંગલસૂત્ર ખુબ સિમ્પલ નજરમાં આવી રહ્યો છે, પણ જણાવી દઈએ કે તેના મંગલસૂત્રની કિંમત પુરા 30 લાખ રૂપિયા છે.

3. એશ્વર્યા રાઈ બચ્ચન:

‘ઢાઈ અક્ષર પ્રેમ કે’, ‘કુછ નાં કહો’, ‘ગુરુ’, ‘ઉમરાવ જાન’ જેવી ફિલ્મોમાં એકસાથે કામ કરી ચુકેલા ઐશ-અભિએ વર્ષ 2007 માં લગ્ન કર્યા હતા. તેનાબાદ તેઓએ દેશના નામી-ગિરામી હસ્તીઓને ગ્રાંડ પાર્ટી પણ આપી હતી.

મંગલસૂત્રની કિંમત:

લગ્ન બાદ ઐશ-અભી, અમિતાબ સાથે તિરુપતિ બાલાજીનાં દર્શન માટે ગયા હતા. જ્યાં તેમનો મંગલસૂત્ર નજરમાં આવ્યો હતો. જેની કિંમત 45 લાખ રૂપિયા છે.

4. કાજોલ:

કાજોલ જ્યારે અજય સાથે લગ્ન કરવાની હતી ત્યારે અમુક લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે પોતાનાથી કમ સફળ થયેલા અજય સાથે તે કેમ લગ્ન કરી રહી છે. પણ કાજોલે દુનિયાની પરવાહ ન કરતા 1999 માં અજય સાથે લગ્ન કરી લીધા હતા.

મરાઠી રીતી-રીવાજ સાથે થયા લગ્ન:

આજ્ય-કાજોલના લગ્ન મરાઠી રીવાજો સાથે થયા હતા. જેમાં કાજોલે લીલા રંગની સાળી પહેરી હતી. અને તેના મંગલસૂત્રની કીમત 21 લાખ રૂપિયા હતી.

5. કરિશ્મા કપૂર:

કરિશ્મા કપૂરે 29 સપ્ટેમ્બર નાં રોજ બીઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. સંજયે કરિશ્માને પુરા 17 લાખ રૂપિયાનું મંગલસૂત્ર પહેરાવ્યું હતું.

6. માધુરી દીક્ષીત:

ધક-ધક ગર્લ માધુરીએ જયારે 1999 માં ડોકટર શ્રી રામ સાથે લગ્નમાં બંધાઈ હતી ત્યાર કરોડો લોકોના દિલ તૂટ્યા હશે.  માધુરીના મંગલસૂત્રની કિંમત 8.5 લાખ રૂપિયા હતી.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

 

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!