છેલ્લા 3 મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીએ તોડ્યા બધા જ રેકોર્ડ… અધધધધ આટલી બધી આવક? જાણીને મોં માં આંગળા નાખી દેશો

0
Advertisement

31 ઓક્ટોબર 2018ના રોજ વિશ્વના સૌથી ઊંચી પ્રતિમા, સરદાર પટેલની પ્રતિમા જેને સ્ટેચ્યુ ઓફ યુનિટી કહેવાય છે, તે હવે આખા વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગયું છે. ભરૂચ નજીક સરદાર સરોવર ડેમથી માત્ર 3.2 કિલોમીટર દૂર સાધુ બેટ પર આવેલ આ સ્ટેચ્યુ તેના લોકાર્પણ બાદથી જ લોકોની પસંદ બની રહ્યું છે.

ટૂરિસ્ટ પ્લેસ તરીકે આ જગ્યાનો વિકાસ થઇ રહ્યો છે, ત્યારે અહીં મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યા પણ ખૂબ જ વધારે છે. દિવાળીના સમયે વેકેશન હોવાથી અહીં પ્રવાસીઓ સૌથી વધુ આવ્યા હતા પણ એ પછી પણ અહીં આવનારા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.

ગુજરાતમાં આવતા પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહેલી પસંદ બની રહ્યું છે, અહીં ત્રણ મહિનામાં જ 8 લાખથી વધુ પ્રવાસીઓ આવી ચુક્યા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ઘાટન થયા પછીના ત્રીજા મહિને જાન્યુઆરીમાં અહીં 2,83,298 પ્રવાસીઓ મુલાકાતે આવી ચુક્યા છે. અને આ પ્રવાસીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 7 કરોડ 42 હજાર 20 રૂપિયાની આવક થઇ છે.

ત્રણ મહિનામાં અહીં 8,12,577 પ્રવાસીઓ આવી ચુક્યા છે. જેમના થકી ટ્રસ્ટને કુલ 19,09,00,411 રૂપિયાની આવક થઈ છે. અહીંની બસથી સ્ટેચ્યુ સ્ટેચ્યુને જોવા સુધીની કુલ ટિકિટ 380 રૂપિયા છે. આ સિવાય છેલ્લા દસ દિવસથી એક્સપ્રેસ ટિકિટ શરુ કરવામાં આવી છે જેનો દર 1000 રૂપિયા રાખવામાં આવ્યો છે. આ ટિકિટ લઈને કોઈ પણ પ્રવાસી કોઈ પણ લાઈનમાં ઉભા રહયા વિના તરત જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ શકે છે.

આ સિવાય ડેમ પાસે બોટીંગની સુવિધા પણ શરુ કરવામાં આવી છે જેની ટિકિટનો દર 250 રૂપિયા છે. અહીં હેલીકૉપટર રાઈડ પણ રાખવામાં આવી છે. જેની પ્રતિ વ્યકતિ ટિકિટનો દર 2900 રૂપિયા છે. હેલીકૉપટર રાઈડ 10 મિનિટની રહેશે, જેમાં પ્રવાસીઓને વેલી ઓફ ફ્લાવર, નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું હવાઈ દ્રશ્ય બતાવવામાં આવશે. હેલીકૉપટરમાં એક સાતેહ કુલ 6-7 પ્રવાસીઓ બેસી શકશે.

અહીં નોંધનીય છે કે સ્ટેચ્યુના લોકાર્પણ બાદ માત્ર 11 દિવસમાં જ આ સ્મારકની મુલાકાત 1,28,000 લોકોએ લીધી હતી. અહીં સરદાર સરોવરથી જેટી સેવા અને રોપવેની પણ સુવિધા વિકસાવવાની ચર્ચાઓ થઇ રહી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here