59 વર્ષની ઉંમરે પણ એકદમ ફિટ છે રણબીર કપૂરની મમ્મી, આ છે ફિટનેસનો સિક્રેટ વાંચો આર્ટિકલ

નીતુ સિંહ અને ઋષિ કપૂર ના લગ્ન ની આજે 38 મી એનિવર્સરી છે. બંને એ 22 મી જાન્યુઆરી , 1980 ના દિવસે લગ્ન કર્યા હતા. ઋષિ કપૂર જ્યાં 65 વર્ષ ના છે ત્યાં જ નીતુ 59 વર્ષ ની છે. જણાવી દઈએ કે આટલી ઉંમરે પણ નીતુ પોતાને ફિટ રાખે છે. એમનો ફિટનેસ મંત્ર છે કે એક્ટિવ રહેવું અને જિમ ની પાછળ ભાગવું.

જણાવી દઈએ કે નીતિ એ 1966 માં બૉલીવુડ માં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ડેબ્યુ કર્યું હતું. થોડી ફિલ્મો માં બાળકલાકાર તરીકે કામ કર્યા પછી એમને ફિલ્મ રિક્ષાવાલે થી લીડ એક્ટ્રેસ તરીકે ડેબ્યુ કર્યું હતું.
એમનો દીકરો રણબીર કપૂર ફિલ્મો માં એક્ટિવ છે અને દીકરી રિદ્ધિમા ફેશન ડિઝાઈનર છે.

દરરોજ ચાલે છે 10 હજાર ડગલાં.

પોતાને ફિટ રાખવા માટે નીતુ પ્રોપર શેડયુંલ ને ફોલો કરે છે. થોડા વર્ષો પહેલા એમને ઈન્ટરવ્યૂ માં પોતાના ફિટનેસ ની વાત કરી હતી. એમને કહ્યું હતું કે જ્યારે યંગ હતી તો વધુ ફિટનેસ મહેસૂસ કરતી હતી. હું જ્યારે ફિલ્મો કરતી હતી ત્યારે મારુ વજન 68 કિલો હતું.

જીનત અમાન અને પરવીન બાબી બૉલીવુડ માં સ્લિમ બોડી કલચર લાવી. એમને ઈન્ટરવ્યું માં જણાવ્યું હતું કે બે પ્રેગ્નેન્સી પછી એમનું વજન લગભગ 25 કિલો જેટલું વધી ગયું હતું. પ્રેગ્નેન્સી વખતે સૌથી વધુ વજન વધે છે. એના પછી વજન ઓછું કરવું જોઈએ અને એના માટે તમારે ટ્રેનર ની મદદ લેવી જોઈએ.

હંમેશા એકટિવ રહે છે.

નિતૂ સિંહ ફિટ અને હેલ્થી રહેવા માટે હંમેશાં એકટિવ રહે છે, પરંતુ તેમણે ક્યારેય પણ જીમ જાવા ની આદત નઈ પાડી. તેમનું કહેવું છે કે તે આખું અઠવાડિયું વર્કઆઉટ કરે છે. નીતુ નું વર્કઆઉટ પાઈલેટ્સ મૈટ, યોગા, ટોલટ રેજિસ્ટન્સ એક્સરસાઇઝ (trx) ની આજુબાજુ હોય છે.

દર બે કલાકે ખાવાનું ખાય છે

નીતુ સિંહ નું માનવું છે કે એક્સરસાઇઝ કરવી એટલી જ જરૂરી છે, જેટલુ બ્રશ કરવું કે નહાવું. તેમણે જણાવ્યું કે તેની માતા ને 50 વર્ષની ઉમર માં જ સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓ થઈ ગઈ હતી. તેમને હાઈ બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ ની સમસ્યાઓ હતી, જે વંશીય બીમારીઓ હોય છે. જો હું મારી માતા ની જેમ ખાનપાન અપનાવું તો મને પણ એ બધી બીમારીઓ થઈ જાય. તેનું માનવું છે કે સાચી રીતે ખાવું ખૂબ જ જરૂરી છે. તે રાત્રે ડાર્ક ચોકલેટ ખાય છે જેમાં ખાંડ ઓછી હોય છે અને દર બે કલાક એ ખાવા નું ખાય છે.

સૂરજ થી ડેબ્યુ કર્યું હતું.

નીતુ ને 1966 માં આવી ફિલ્મ સૂરજ થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ માં કામ કરવા ની ઓફર ફિલ્મ ની એક્ટ્રેસ વૈજયંતિમાલા એ દેવડાવી હતી. એના સિવાય એમને ફિલ્મ દસ લાખ , વારીસ , પવિત્ર પાપી , દો કલીયાં , ઘર ઘર કી કહાની માં બાળકલાકાર તરીકે કામ કર્યા છે.

રિક્ષાવાલા માં મળ્યો લીડ રોલ.

1973 માં આવેલ ફિલ્મ રિક્ષાવાલા થી નીતુ એ લીડ એક્ટ્રેસ તરીકે એની પારી ની શરૂઆત કરી હતી. એના સિવાય એમને જાહરિલા ઈંસાન (1974),ખેલ ખેલ મેં (1975) , રફૂ ચક્કર (1975) , દિવાર (1975) , કભી કભી (1976) , પરવરીશ (1977) , ધરમવીર (1977), કસ્મે વાદે (1978) સહિત ઘણી ફિલ્મો માં કામ કર્યું છે. એમના હસબન્ડ ઋષિ કપૂર ની સાથે 12 ફિલ્મો કરી છે.

બંને એ 22 જાન્યુઆરી 1980માં લગ્ન કર્યા. લગ્ન પછી નીતુ એ ફિલ્મો માં કામ કરવા નું છોડી દીધું હતું. લગ્ન પછી 26 વર્ષો વમબાળ એમને લવ આજકલ (2009) માં કમબેક કર્યું હતું. એમના બે બાળકો રણબીર કપૂર અને રિદ્ધિમા કપૂર સાહની છે.

Author: GujjuRocks Team

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!