20 વર્ષ પહેલા હતી સલમાનની હિરોઈન, આજે ઓળખવી પણ છે મુશ્કિલ….વાંચો આર્ટીકલ – 17 બોલીવુડ અને 100 થી વધુ સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરી ચુકેલી રંભા હાલમાં ગ્લેમરની દુનિયાથી ખુબ જ દુર રહેવા લાગી છે

0

બોલીવુડમાં અમુક એવા સ્ટાર્સ એવા છે જેઓએ ખુબ મહેનત કરીને પોતાના જીવનમાં પણ અને ફિલ્મોમાં પણ તેઓને ખુબ સકસેસ મળેલી છે. પણ બીજી બાજુ કઈક એવા સ્ટાર્સ પણ છે જેઓ સફળ તો થયા પણ તેના ગ્લેમરને તેઓને બોલીવુડ માંથી ક્યારે વિદાય લઇ લીધી તેબી ખબર જ ન પડી. તેઓમાની એક એક્ટ્રેસનું નામ છે ‘રંભા’. જે એક સમયે સલમાન જેવા સુપરસ્ટારનાં ઓપોઝીટમાં જોવા મળી હતી. પણ આજના સમયમાં તે એટલી બદલાઈ ગઈ છે કે તેને ઓળખવું પણ મુશ્કેલ છે.

માત્ર 16 વર્ષની ઉમરમાં જ કરી હતી પહેલી ફિલ્મ:

17 બોલીવુડ અને 100 થી વધુ સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરી ચુકેલી રંભા હાલમાં ગ્લેમરની દુનિયાથી ખુબ જ દુર રહેવા લાગી છે. સાથે જ તે પોતાની દીકરીઓના પરવરીશમાં ખુબ જ વ્યસ્ત છે. રંભાનું નામ પણ તે બાકી સ્ટાર્સમાં આવે છે જેઓએ ખુબ જ નાની ઉમરમાં બોલીવુડમાં પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. તેમણે માત્ર 16 વર્ષની ઉંમરમાં જ ફિલ્મી દુનિયામાં પોતાનો પગ મુક્યો અને રંભાની પહેલી ફિલ્મ 1995 માં આવી હતી, ‘જલ્લાદ’.

છેલ્લી ફિલ્મ હતી ‘ફિલ્મસ્ટાર’:

રંભાએ ‘દાનવીર’, ‘જંગ’, ‘કહર’, ‘જુડવા’, ‘બેટી નંબર વન’, ‘દિલ હી દિલ મેં’, અને અન્ય ઘણી ફિલ્મોમાં કામ કરેલું છે. અને સલમાન સિવાય ‘રજનીકાંત’, ‘ગોવિન્દા’, ‘અક્ષય કુમાર’, ‘અજય દેવગન’, ‘મિથુન’ જેવા મોટા ફિલ્મ સ્ટાર્સની સાથે કામ કરેલું છે. જોકે રંભા ખુબ સમયથી ગાયબ છે. છેલ્લી વાર તેમણે 2011 માં આવેલી મલયાલી ફિલ્મ ‘ફિલ્મસ્ટાર’ માં કામ કર્યું હતું.

બીઝનેસમેન સાથે કર્યા લગ્ન:

ફિલ્મોથી દુર થયા બાદ રંભાએ ‘ઇન્દ્રણ પદ્મનાથ’ સાથે તિરુમાલામાં લગ્ન કર્યા હતા પણ હાલ તે પોતાના પતિથી દુર ચેન્નાઈમાં રહે છે.

બે દીકરીઓની માં છે રંભા:

તમારી જાનકારી માટે જણાવી દઈએ કે તેની બે દીકરીઓ ‘લાન્યા’ અને ‘સાશા’ છે. રંભા મોટાભાગે સોશિયલ મીડિયા પર એક્ટીવ રહે છે અને તે પોતાની બંને દીકરીઓની તસ્વીરો શેઈર કરતી રહે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!