20 વર્ષના આ વ્યક્તિના પેટમાં ફસાઈ હતી એક એવી ચીજ, આટલી તકલીફો બાદ પણ રહ્યો જીવિત….

0

આં આદમીની કહાની જાણ્યા બાદ તમે પણ કદાચ એ જ વાત કહેશો કે કદાચ આ વ્યક્તિ પર ભગવાનનો હાથ રહ્યો હશે કે પછી અવશ્ય આ કોઈ ચમત્કાર જ હશે. કેમ કે આ વ્યક્તિ સાથે જે થયું તે કોઈ સામાન્ય વાત નથી. એક વાર માટે તમે પણ કદાચ વિચારમાં પડી જાશો કે આટલું બધું હોવા છતાં પણ આ ઇન્સાન જીવિત કેવી રીતે બચી ગયો.સાઉથ ચીનમાં રહેનારા આ વ્યક્તિના પેટમાં આગળના 20 વર્ષથી એવી ચીજ ફસાયેલી હતી જેના વિશે જાણીને તમે પણ ચોંકી જાશો. જણાવી દઈએ કે, આગળના 20 વર્ષથી આ વ્યક્તિ તકલીફ સહી રહ્યો છે. શરૂઆતમાં આ ચીજના ચાલતા માત્ર પેટ દર્દ જ થાતું હતું. તે લાંબા સમય સુધી તેને ઇગ્નોર કરતો રહ્યો પણ ધીરે-ધીરે આ દર્દ બહાર આવી ગયું. પછી એક દિવસ તે થયું જેના વિશે તેણે વિચાર્યું પણ ન હતું.
તેને શૌચ ક્રિયાના સમયે ખૂન આવવા લાગ્યું અને દર્દ પણ ખુબ જ વધી ગયું હતું. મજબુરન તેને ડોક્ટરની પાસે જવું પડ્યું. હોસ્પીટલના ડોકટરે તેને બ્લડ અને યુરીન ટેસ્ટ કરવાની સલાહ આપી પણ તેની બધી જ રીપોર્ટ નોર્મલ નીકળી. તેને પણ એ વાતનું તાજ્જુક થયું કે આખરે તેને શું થયું હતું? માત્ર એટલું જ નહી, ડોકટર પણ યુવકની બીમારીને લઈને વિચારમાં પડી ગયા હતા. તેને તેની આ બીમારી પકડમાં આવી રહી ન હતી.તેના બાદ જ્યારે ડોકટરે વ્યક્તિનો એક્સ રે કરાવ્યો તો રીપોર્ટને જોઇને તેની આંખો ખુલ્લી જ રહી ગઈ. ડોકટરે વ્યક્તિના પેટમાં પ્લાસ્ટિક જેવી મોટી ચીજ જોઈ. દક્ષીણ-પશ્ચિમ ચીનના રહેવાસી આ વ્યક્તિના પેટમાં 20 વર્ષથી એક લાઈટર ફસાયેલું હતું. રીપોર્ટ અનુસાર આ લાઈટર તેણે બે દશક પહેલા ભૂલથી ગળી ગયો હતો. આ વાત તેણે ખુદ સ્વીકાર કરી હતી.  ડોક્ટરોએ ઓપરેશન કરીને આ લાઈટરને નીકાળી લીધું છે, પણ હજી સુધી તેની તકલીફો કમ નથી થઇ. જાણકારી અનુસાર 13 એપ્રિલ નાં ચેંગદુ, સીચુંઆન પ્રાંતમાં ડુંજીયાગીન પીલુલ્સ હોસ્પિટલમાં આ અજ્ઞાત વ્યક્તિનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલનાં ડોકટરે જણાવ્યું કે આદમીના પેટમાં 3.6 ઇંચ લાંબુ એક બ્લૈક લાઈટર મળી આવ્યું છે. તેને  એન્ડોસ્કોપની મદદથી પેટમાંથી બહાર નીકાળવામાં આવ્યું છે.      ડોકટરે એ પણ જણાવ્યું કે યુવકના પેટમાં આ લાઈટરને લીધે પેટમાં ખુબ જ ઘાંવ થઇ ગયા હતા જેને લીધે આંતમાં થી ખૂન નીકળવા લાગ્યું હતું. આ તેના માટે અમુક દિવસોમાં ખુબ જ ઘાતક થઇ શકે તેમ હતું. સમયની સાથે લાઈટરને પટમાંથી નીકાળવામાં આવ્યું અને વ્યક્તિનો જીવ બચી ગયો.   લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.